ETV Bharat / state

Gujarat Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડાના ખતરાને પગલે સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનો ઘસારો મર્યાદિત થયો - cyclonic storm Biparjoy

સંભવિત બિપરજોય વાવાઝોડાના ખતરાને પગલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે શિવ ભક્તોનો ઘસારો મર્યાદિત થતો જાય છે. મંદિરમાં ચાર પ્રહરની પૂજાની સાથે નિર્ધારિત સમયે મહાદેવની આરતી કરવામાં આવી રહી છે. પરંતુ સામાન્ય દિવસો કરતા શિવ ભક્તોની સંખ્યામાં ખૂબ મોટો વધારો જોવા મળે છે. તમામ ધાર્મિક વિધિ અને પૂજન મંદિરના પંડિતોની હાજરીમાં આજે પણ પૂર્વવત જોવા મળે છે.

શિવભક્તોની પાંખી હાજરીની વચ્ચે સોમનાથ મહાદેવના દર્શન ખુલ્લા

author img

By

Published : Jun 12, 2023, 3:46 PM IST

ગીર સોમનાથ: સોમનાથ મહાદેવ મંદિરે સંભવિત વાવાઝોડાને પગલે દર્શનનો સમય અને તમામ ધાર્મિક વિધિ પૂર્વવત જોવા મળે છે. પરંતુ શિવભક્તોની ખૂબ પાંખી હાજરીને કારણે લોકોની ચહલપહલ અને ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી આવતા તેમજ સ્થાનિક શિવભક્તોની સંખ્યામાં ખૂબ મોટો ઘટાડો જોવા મળે છે. જે રીતે વાવાઝોડાનો ખતરો સતત ઊભો થયો છે. તેને કારણે ચોક્કસપણે દર્શનાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ મંદિરની તમામ ધાર્મિક વિધિ પૂજન અને આરતી પંડિતો અને પૂજારીઓની હાજરીમાં તેના નિર્ધારિત સમયે કરવામાં આવી રહી છે.

હોનારતમાં પણ મંદિર હતું ચાલુ: વર્ષ 1982માં આવેલા ભયાનક ચક્રવાત અને હોનારતના સમયે પણ સોમનાથ મહાદેવ મંદિર તમામ પ્રકારની ધાર્મિક વિધિઓ અને આરતી તેમજ પૂજા મંદિરના પૂજારીઓ દ્વારા કરવામાં આવતી હતી. તો તે વાવાઝોડાના સમયે પણ મંદિરમાં દર્શન કે પૂજા વિધિ બંધ કરવામાં આવી ન હતી. હોનારત અને વાવાઝોડાના સમયે ચોક્કસ પણે શિવભક્તોની સંખ્યા નગણ્ય થતી હોય છે. પરંતુ ધાર્મિક વિધિ વિધાન સાથે મંદિર ના પૂજારીઓ અને પંડિતો દ્વારા નિર્ધારિત થયેલી ધાર્મિક વિધિ પૂજા અભિષેક અને આરતી કરવામાં આવતી હોય છે. આજે પણ સવારના 12 કલાક સુધી સોમનાથ મંદિરમાં દર્શન પૂર્વવત જોવા મળે છે. પરંતુ મંદિરમાં શિવ ભક્તોની હાજરી ખૂબ જ પાંખી દેખાઈ રહી છે.

કોરોના કાળમાં 61 દિવસ મંદિર બંધ: વૈશ્વિક મહામારી કોરોના સમય દરમિયાન 61 દિવસ સોમનાથ મંદિર તમામ ભાવીભક્તો માટે બંધ કરવામાં આવ્યું હતું. તારીખ 25મી એપ્રિલ 2021 થી લઈને તારીખ 11 જૂન 2021 સુધી 61 દિવસ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયું હતું. આ 61 દિવસો દરમિયાન મંદિરની તમામ ધાર્મિક વિધિ પૂજારી અને પંડિતોની હાજરીમાં આરતી ચાર પ્રહર ની પૂજા અને અભિષેક સનાતન ધર્મની પરંપરા મુજબ પૂર્ણ કરવામાં આવતા હતા.

આદેશનું પાલન: ત્યારબાદ મંદિરને બંધ કરવામાં આવતું હતું વાવાઝોડાના ખતરાને લઈને સોમનાથ મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યાને બંધ કરવી કે નહીં તેને લઈને કેન્દ્રની સરકાર કોઈ અંતિમ નિર્ણય કરશે. ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્ર અને સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આદેશનું પાલન કરાશે. પરંતુ હાલ અત્યારે આજના સમયે મંદિરમાં તમામ પ્રકારની ધાર્મિક વિધિ અને દર્શન રાબેતા મુજબ જોવા મળે છે.

  1. Cyclone Biparjoy: PM મોદી વાવાઝોડાને લઈ કરી શકે છે બેઠક, શાળા-કૉલેજમાં ત્રણ દિવસની રજા
  2. Cyclone Biparjoy: ચાર જિલ્લાઓમાં વાવાઝોડાને લઈને હાઈ-એલર્ટ, BJPના તમામ કાર્યક્રમમાં અલ્પવિરામ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.