ગીર સોમનાથ ઉના તાલુકાની વિધવા સહાય યોજના( Vidhva Sahay Yojana)અંતર્ગત મળતી સહાય કેટલીક વિધવા મહિલાઓને નહીં મળી હોવાની હકીકતો સામે આવી છે. કેટલાક સમયથી વિધવા સહાયની રકમ ખાતામાં જમા થવાને બદલે સરકારી કચેરીના ડ્રાઈવર સહિત અન્ય પાંચ લોકોના ખાતામાં વિધવા સહાયની રકમ જમા થઈ હોવાની વિગતો બહાર(Corruption in Vidhva Sahay Yojana Una) આવી છે. જેને લઈને મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઈ છે.
વિધવા સહાય યોજનામાં ભ્રષ્ટાચાર ઉના તાલુકામાં વિધવા સહાય યોજનામાં (Vidhva Sahay Yojana Una )મોટી ગડબડ હોવાની સનસનીખેજ વિગતો બહાર આવી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ દ્વારા ઉના મામલતદાર કચેરીમાં સમગ્ર ગોટાળાને લઈને જાત તપાસ કરતા અહીંથી 9 જેટલી વિધવા મહિલાઓના ખાતામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર મહિને નિર્ધારિત રકમ જમા થતી હતી. જેમાં ગોટાળો સામે આવ્યો છે.
આ પણ વાંચો ફરી ઉઠ્યો ઢોર નિયંત્રણ બિલ રદ કરવાનો સૂર, માલધારી સમાજે કાઢી વેદના રેલી
સહાયની રકમ જમા કરવામાં આવી નથી નવ મહિલા ખાતેદારોના ખાતામાં સહાયની રકમ જમા નહીં થઈ હોવાના પુરાવાઓ સાથે ધારાસભ્ય પૂંજા વંશ દ્વારા આજે મામલતદારને રૂબરૂ મળીને સમગ્ર ઘટનાની વિગતો તેમના સમક્ષ રાખી હતી. ત્યારે મામલતદાર દ્વારા પણ સમગ્ર મામલામાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. મામલતદાર ખુદ સ્વીકારી રહ્યા છે કે નવ જેટલી વિધવા મહિલાના ખાતામાં સહાયની રકમ જમા કરવામાં આવી નથી જેને લઈને પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે.
આ પણ વાંચો 20 વર્ષ પછી મળ્યો વિધવા સહાય યોજનાનો લાભ, 1999માં વાવાઝોડામાં 64 માછીમારો લાપતા થયા હતાં
સરકારી કર્મચારીના ખાતામાં જમા થઈ સહાયની રકમ કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશ દ્વારા સમગ્ર મામલાને લઈને નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે તાલુકામાં 7,500 કરતાં વધુ વિધવા મહિલાઓ સરકારની સહાય પ્રાપ્ત કરી રહી છે. ત્યારે તેમના સમક્ષ નવ જેટલી મહિલાઓએ તેમના ખાતામાં સહાયની રકમ મળતી નહીં હોવાની ફરિયાદ કરી હતી. સમગ્ર મામલે તપાસ કરતા આ મહિલાઓના ખાતા નંબરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા જે સહાય મોકલવામાં આવતી હતી તે બદલાયેલા નવ ખાતા નંબરમાં જમા થતી હતી. જે પૈકી એક મામલતદાર કચેરીનો ડ્રાઇવર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે નવ મહિલાની સહાયની રકમ મામલતદાર કચેરીના ડ્રાઇવર સહિત અન્ય ચાર કર્મચારીઓના ખાતામાં જમા થઈ હોવાની વિગતો પણ મામલતદાર દ્વારા જાહેર કરાઈ છે. સમગ્ર મામલાને લઈને પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ વધુ કેટલાક કિસ્સાઓ સામે આવશે તે વાત પણ નકારીશકાય તેમ નથી.