- ગીર સોમનાથ જિલ્લામાં હેલ્થ વર્કરોને વેકસીનનો બીજા ડોઝની શરૂઆત
- જિલ્લાની કોરોના વેકસીનની 89.56 ટકા કામગીરી પૂર્ણ કરવામા આવી
- પ્રથમ રસીનો ડોઝ લેનાર ડો.બામરોટીયાને વેકસીનનો બીજો ડોઝ આપવાની શરૂઆત
ગીર સોમનાથ: 16 જાન્યુઆરીથી કોરોનાથી રક્ષણ આપતી રસીનો ડોઝ આપવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં 12,000 થી વધુ લોકોને કોરોનાથી રક્ષિત કરવા માટે વેકસીનેશન કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વેકસીનની 89.56 ટકા કામગીરી પૂર્ણ
પ્રથમ તબક્કાના હેલ્થ વર્કરોને આપવામાં આવેલી રસીના ડોઝને 28 દિવસ પૂર્ણ થતા સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે પ્રથમ રસીનો ડોઝ લેનાર ડો.બામરોટીયાને વેકસીનનો બીજો ડોઝ આપીને કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી.
પ્રથમ તબક્કામાં હેલ્થકેર 6,601 વર્કરોને રસીનો પ્રથમ ડોઝ
જિલ્લામાં કોરોનાથી રક્ષણ આપતી રસીના પ્રથમ તબક્કામાં હેલ્થકેર 6,601 વર્કરોને રસીનો પ્રથમ ડોઝ આપ્યો હતો. ત્યારબાદ બીજા તબક્કામાં 5,929 ફન્ટલાઈન વર્કરોને વેકસીન આપવામાં આવી હતી. કુલ 12,530 લોકોને રસી આપવામાં આવી છે. આમ જિલ્લાની કોરોના વેક્સીનની 89.56 ટકા કામગીરી પૂર્ણ કરવામા આવી છે. પ્રથમ તબક્કાના હેલ્થ વર્કરોને આપવામાં આવેલી રસીના ડોઝને 28 દિવસ પૂર્ણ થતા આજે સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે પ્રથમ રસીનો ડોઝ લેનારા ડો.બામરોટીયાને વેકસીનનો બીજો ડોઝ આપીને કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. R.C.H.O ડો.ગૌસ્વામીએ એક યાદીમાં જણાવ્યું હતુ કે, જે સ્થળેથી વેકસીનનો પ્રથમ ડોઝ લોકોને આપવામાં આવેલ તે જ વેકસીનનો બીજો ડોઝ એ જ સ્થળેથી આપવામાં આવશે.