- ગીર ગઢડામાંથી બાળસિંહનો મૃતદેહ મળ્યો
- 6થી 7 મહિનાની ઉંમરનો માદા સિંહબાળ
- વન્ય પ્રાણીઓ સાથે ઇનફાઇટ દરમિયાન ઘાયલ થયો હતો
ગીર સોમનાથ : જિલ્લાના ગીરગઢડાના બાબરીયા રેન્જની ઝાખિયા રાઉન્ડની બીટ વિસ્તારમાં ઝાંખિયા ડુંગર નજીકથી 6થી 7 મહિનાની ઉંમરનો માદા બાળસિંહનો મૃતદેહ મળી આવ્યો છે. જેના પગલે સ્થળ પર વન અધિકારીઓ સ્ટાફ સાથે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.
શ્વસનતંત્રમાં ખામી થઇ હોવાને લીધે મૃત્યુ
બાળસિંહ અન્ય વન્યપ્રાણી સાથે ઈનફાઈટ દરમિયાન ઘાયલ થતા શ્વસનતંત્રમાં ખામી સર્જાઈ હતી. જેના લીધે બાળસિંહને શ્વાસ લેવામાં તકલીફ થતા મૃત્યુ થયું હોવાનું વન વિભાગના અધિકારીઓએ અનુમાન વ્યક્ત કર્યું છે. જો કે, મૃત્યુનું સાચું કારણ જાણવા બાળસિંહના મૃતદેહને P.M. માટે લઈ જવા તજવીજ હાથ ધરવામાં આવી છે.