ETV Bharat / state

વેરાવળના વેપારીએ જન્મદિવસ ન ઉજવી ધૈર્યરાજની સારવાર માટે કર્યું દાન - ધૈર્યરાજ

વેરાવળના એક વેપારીએ પોતાનો જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. આ વેપારીએ પોતાના જન્મદિવસે 5142 રૂપિયા ધૈર્યરાજ સિંહ નામના બાળકની સારવાર માટે દાન કર્યા છે. આ બાળકની સારવાર માટે 22 કરોડ રૂપિયાની જરૂર છે.

ધૈર્યરાજની સારવાર માટે કર્યું દાન
ધૈર્યરાજની સારવાર માટે કર્યું દાન
author img

By

Published : Mar 18, 2021, 10:21 AM IST

  • વેપારીએ જુદી રીતે ઉજવ્યો જન્મદિવસ
  • ધૈર્યરાજની સારવારમાં કર્યું દાન
  • સમાજને આપી નવી પ્રેરણા

ગીર સોમનાથ: વેરાવળના વેપારીએ જન્મદિવસ ન ઉજવીને દિવસની આખી કમાણી ધૈર્યરાજના ઓપરેશન માટે દાન કરીને અન્યને પણ દાન કરવા પ્રેરણા આપી છે. વેરાવળના યુવા વેપારી અને સામાજીક કાર્યકરે અનિષ રાચ્છએ 5100 રૂપિયાનું દાન કર્યું હતું. વ્યવસાયિક રીતે અને સામાજિક રીતે અતિ વ્યસ્ત અનિષ રાચ્છ અને તેના પરિવારના સભ્યોએ અનિષના 47માં જન્મદિવસ નિમિત્તે કોઇ પ્રકારના મોજ શોખ કે પાર્ટીનો ખર્ચ ન કરતાં તે જ રકમ સમાજ સેવામાં પોતાના આર્થિક યોગદાનરૂપે આપી આનંદનો ભાવ પ્રગટ કર્યો છે. રાચ્છ પરિવાર વેરાવળ તરફથી SMA-1 નામની બિમારીથી પીડાતા બાળક ધૈર્યરાજસિહ રાઠોડને માટે રૂપિયા 5142 ફાળવી તે ચેક હિન્દુ યુવા સંગઠન ગીર સોમનાથને અર્પણ કર્યા હતા તથા રેડ ક્રોસ - ગીર સોમનાથ માટે રુપિયા 1142નું દાન આપ્યું છે.

આ પણ વાંચો: સાંસદ પૂનમબેન માડમે બાળદર્દી ધૈર્યરાજસિંહની સારવાર માટે રૂપિયા 51,000નો ચેક અર્પણ કર્યો

કોણ છે ધૈર્યરાજ ?

ધૈર્યરાજ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના રાઠોડ પરિવારનો ત્રણ મહિનાનો દીકરો છે. આ દીકરો હાલ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ધૈર્યરાજને SMA-1 નામની ગંભીર બીમારી છે. જે સ્નાયુની બીમારી છે. જે દર્દી આ બીમારીથી પીડિત હોય તે પથારીમાંથી ઉભું થઈ શકતું નથી અને કોઇ પણ પ્રકારની હલન-ચલન કરી શકતું નથી. ભારતમાં આ બીમારીની સારવાર નથી એટલે જ અમેરિકાથી ઈન્જેક્શન મંગાવવું પડે છે. ધૈર્યરાજને જે ઈંન્જેક્શન આપવાનું છે તેની કુલ કિંમત 22 કરોડ રૂપિયાની છે. જેથી સામાન્ય પરિવારમાંથી આવતા ધૈર્યરાજની સારવાર માટે માતા-પિતા અને પરિવાર મુંઝવણમાં મૂકાયો છે. જે પરિવાર માટે આ રકમ બહુ મોટી છે, તે 22 કરોડ ક્યાંથી લાવે ? જેથી ધૈર્યરાજના માતા-પિતાએ મદદ માંગી છે. માતા-પિતાનો અવાજ સાંભળી ગુજરાતીઓ ધૈર્યરાજની મદદે આવ્યા છે અને યથાશક્તિ પ્રમાણે સહાય કરી રહ્યા છે.

આ પણ વાંચો: સુરતના કિન્નર સમાજે ધૈર્યરાજસિંહની બિમારીના ઈલાજ માટે રૂપિયા 65000 હજારનુંં દાન કર્યુ

શું છે SMA-1 બિમારી ?

SMA-1 વિશે જાણોધૈર્યરાજને જે બીમારી છે એ જન્મજાત છે. આ બીમારીનું પૂરું નામ સ્પીનલ મસ્ક્યૂલર એટ્રોફી ફેક્ટ શીટ ( Spinal Muscular Atrophy Fact Sheet ) છે. આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં 4 ખામીના કારણે થાય છે. રંગસૂત્ર-5ની નાળી જનીન સર્વાઈકલમાં પ્રોટીન ઉત્પન કરે છે જે માણસના શરીરમાં ન્યૂરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે. SMA-1થી પીડિત વ્યક્તિમાં આ પ્રમાણ યોગ્ય જળવાતું નથી જેના લીધે બગાડ પેદા થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. SMA-1 વારસાગત રોગ છે. 16 કરોડનું ઈન્જેક્શન, 6 કરોડ રૂપિયા ટેક્સધૈર્યરાજની સારવાર માટે ઈન્જેક્શન USAથી મંગાવવું પડે તેમ છે. આ ઈન્જેક્શનની કિંમત 16 કરોડ રૂપિયા છે જેના પર 6 કરોડ રૂપિયા જેટલો ટેક્સ લાગે છે. એટલે ઈન્જેન્ક્શની કુલ કિંમત 22 કરોડ રૂપિયા થઈ જાય છે. આ ઈંન્જેક્શન બનાવવાની માન્યતા 2016માં UAS ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (સ્પીનરાઝા)ને મળેલી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.