- 7 ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બનાવવા રૂપિયા 9 કરોડની ફાળવણી કરાઈ
- કોરોનાના લીધે ઠંડા પડેલ વિકાસના કામોને ગતિ આપવાના ભાગરૂપે મંજૂરી અપાઈ
- મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ફાળવણી કરાઈ
ગીર સોમનાથ : રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે થોડા સમય માટે વિકાસ કામોની ગતી ધીમી પડી હતી. જે ફરી વેગવાન બનાવવા ગીર સોમનાથ જિલ્લાના વિકાસના કામોને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : તાલાલાથી ગલીયાવડનાં રોડનું અધુરૂં કામ બે મહિનાથી બંધ, અઢી કિ.મી.નાં માર્ગ પર ચાલવું પણ કઠીન
7 રસ્તના કામોને મંજૂરી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપી
ગીર સોમનાથ જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ તાલાલા અને સુત્રાપાડા તાલુકામાં રસ્તાના રૂપિયા 9 કરોડના કામો મંજુર કરવામાં આવ્યા છે. જેમાં સ્ટેટ હાઇવેથી હીરાકોટ બંદરને જોડતો રસ્તો, ઉંબરીથી વાવડી સીમશાળા થઇ મોરાસા વાવડી (ઓડીઆર) રોડને જોડતો રોડ, હરણાસા પ્રાથમિક શાળાથી ત્રિવેણી સીમશાળા થઇ સુત્રાપાડા નગરપાલિકા રોડને જોડતો રોડ, લાખાપરા આંણદપરા રોડ, રમળેચી ગામથી માર્કેટીંગ યાર્ડ તાલાળાને જોડતો રસ્તો, મહોબતપરા રાતીધાર રોડ અને સરા આલીદ્રા રોડ માટે રૂપિયા 9 કરોડના ખર્ચ બનનારા 7 રસ્તના કામોને મંજૂરી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપી છે.