ગીરસોમનાથ: ઓડિશાના વડીલો બુઝુર્ગો યુવાનો સહિત 87 જેટલા યાત્રીકો ગુજરાતના દ્વારકા સોમનાથ સહિતની યાત્રાએ આવ્યા હતાં, જે વેરાવળ ખાનગી ઘર્મશાળામાં ઉતર્યા હતાં અને ઓચીંતા લોકડાઉનની જાહેરાતના કારણે બુકીંગ હતું, પરંતુ ટ્રેન બંધ થતાં તમામ યોત્રીકો પરેશાન થયા હતાં.
આ તમામ યાત્રીકોએ જિલ્લા કલેક્ટરને પોતાની ચિંતા વર્ણવી હતી. જેથી કલેક્ટરે સોમનાથ ટ્રસ્ટને આ યાત્રીકો બાબતે જાણ કરતા તમામને રહેવા માટે સાંસ્કૃતિક હોલ ફાળવી આપ્યો હતો. અહીંની રસોઈ તૈયાર તેને અનુકુળ ન આવતાં તેણે ખાસ ચોખા, લોટ, તેલ વગેરેની સોમનાથ ટ્રસ્ટને વાત કરતાં તેઓની જરૂરિયાતનું તમામ રાશન આ યાત્રીકોને વિના મુલ્યે આપવામાં આવ્યું છે. તેમને રહેવા જમવાની કોઈ ચિંતા નથી, પરંતુ આ યાત્રીકો પોતાના વતન જવા માટે ભારે ચીંતીત છે, તેમને વહેલી તકે તેમના વતન ઓરીસ્સા પહોચવાની તીવ્ર ઈચ્છા છે.
આ યાત્રીઓના અગ્રણી રત્નાકર પંડાએ ઇટીવી સમક્ષ અશ્રુ ભીની આંખે રજુઆત કરી હતી કે, "અમે ઓડિશાથી 87 યાત્રીકો સૌરીષ્ટ્રના પ્રવાસે આવ્યાં હતાં. સોમનાથ આવતા કોરોનાના કારણે ટ્રેનો બંધ થતાં અમે સૌ સોમનાથમાં અટવાયા છે, અમે ભારે હેરાન થતા કલેક્ટરને જાણ કરવામાં આવ્યું હતું. જે બાદ કલેક્ટરે સોમનાથ ટ્રસ્ટને ભલામણ કરતા અમને રેહવાની જમવાની તમામ વ્યવસ્થા સારી રીતે કરી આપી છે, પરંતુ અમને અમારા ઘરે ઓડિશા જવાની ભારે ચિંતા છે."
ઓડિશા અને ગુજરાતની સરકાર તેઓની આ આજીજીને સમજે અને તેઓની પોતાના વતન જવાની વ્યવસ્થા કરે તેવી તેઓની અશ્રુભીની આંખે અપીલ છે.