ETV Bharat / state

પાકિસ્તાની જેલમાંથી 4 વર્ષે મુક્ત થઈ 20 માછીમારો વતન પરત ફર્યા, વેરાવળમાં પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યાં - દિલ્હી વિદેશ મંત્રાલય

દરિયામાં માછીમારી કરવા જતા માછીમારોને ગેરકાયદેસર રીતે પકડી પાડવાનું કામ હંમેશા પાકિસ્તાન કરતું આવ્યું છે. તેવામાં છેલ્લા 5 વર્ષથી પાકિસ્તાની જેલમાં (Pakistani Jail) બંધ ભારતીય માછીમારો (Indian fishermen) મુક્ત થતા તેઓ પોતાના વતને પરત ફર્યા છે. પાકિસ્તાને ગીર સોમનાથના 19 અને પોરબંદરના 1 માછીમારને મુક્ત કર્યા છે. ત્યારે આ માછીમારો પોતાના વતને પરત ફરતા તેમના પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા હતા.

પાકિસ્તાની જેલમાંથી 4 વર્ષે મુક્ત થઈ 20 માછીમારો વતન પરત ફર્યા, વેરાવળમાં પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યાં

author img

By

Published : Nov 19, 2021, 10:22 AM IST

  • પાકિસ્તાન જેલમાંથી (Pakistani Jail) મુક્ત થઈને 20 માછીમારો માદરે વતન પરત આવ્યા
  • વેરાવળ ખાતે પરિવાજનો સાથે મિલન થતાં લાગણીસભર દ્રશ્યો (Emotional Moment) સર્જાયા
  • ગીર સોમનાથના 19 અને પોરબંદરના 1 માછીમાર વતન પરત ફર્યા

ગીર સોમનાથઃ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો પોતાના વતને પરત પહોંચ્યા હતા. ત્યારે વેરાવળમાં (Veraval) ભાવુક દ્રશ્યો (Emotional Moment) જોવા મળ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના 19 અને પોરબંદરના 1 મળી કુલ 20 માછીમારો મુક્ત થયા છે. આમાં નવા બંદરનો (Nava Bandar) માછીમાર તેના પિતાના નામની ભૂલના કારણે છેલ્લા 4 વર્ષથી પાકિસ્તાની જેલમાં (Pakistani Jail) હતો. જ્યારે અન્ય માછીમારોનો 2થી 4 વર્ષનો જેલવાસ ભોગવ્યા બાદ છૂટકારો થયો છે. કોરોના કાળમાં ભારતીય માછીમારોને જૂદાજૂદા રાખવામાં આવ્યા હતા અને હજી પણ પાકિસ્તાની જેલમાં 500થી વધુ માછીમારો કેદ છે, જેને વહેલી તકે છોડાવવા માછીમારોએ ભારત સરકારને (Indian Government) વિનંતી કરી છે.

માછીમારોને હાર પહેરાવી વતનમાં સ્વાગત કરાયું

આ પણ વાંચોઃ પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલ 20 માછીમારોને મુક્ત કરાયા: 19મી એ વતન ફરશે પરત

સમુદ્રની જળ સીમા (Sea water boundary) પર માછીમારી માટે જતા ભારતીય માછીમારોનું (Indian fishermen) પાકિસ્તાન મરીન (Pakistan Marines) અપહરણ કરીને જેલમાં ધકેલી દે છે અને ભારત સરકાર દ્વારા સમયાંતરે પાકિસ્તાનમાંથી માછીમારોને મુક્ત કરાવવા કાર્યવાહી કરવામાં આવે છે, જે અંતર્ગત હાલ પાકિસ્તાને 20 જેટલા માછીમારોને મુક્ત કર્યા છે.

ગીર સોમનાથના 19 અને પોરબંદરના 1 માછીમાર વતન પરત ફર્યા

ફિશરીઝ વિભાગની ટીમ વાઘા બોર્ડરથી માછીમારોને લઈ આવી

તો આ અંગે ફિશરીઝ અધિકારી કિશોર સિકોતરિયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 600 જેટલા માછીમાર પૈકી હાલ 20 માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા છે. હજી 580 માછીમારો પાકિસ્તાની જેલમાં કેદ છે. આ મુક્ત કરાયેલા માછીમારોને વાઘા બોર્ડર ખાતેથી (Wagha Border) ફિશરીઝ વિભાગની ટિમ (Team of the Fisheries Department) વેરાવળ લઈ આવી હતી. અહીં તેમના પરિવારજનોને કબજો સોંપવામાં આવ્યો હતો.

પાકિસ્તાન જેલમાંથી (Pakistani Jail) મુક્ત થઈને 20 માછીમારો માદરે વતન પરત આવ્યા

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનમાં ફસાયેલો ઝારખંડનો બબલુ વતન પરત ફર્યો, આંખોમાં જોવા મળ્યા ખુશીના આંસુ

નવા બંદરનો માછીમાર પિતાના નામની ભૂલના કારણે 4 વર્ષથી કેદમાં હતો

છેલ્લા 4 વર્ષથી યાતના ભોગવતા નવા બંદરના માછીમાર બાબુ કરશનના પિતાના નામમાં ભુલના કારણે ફસાયો હતો. આ મુક્ત થયેલા માછીમારે જણાવ્યું હતું કે, તેના કાગળ ગુમ કરી દેવાયા હતા. જોકે, બાદમાં વતનથી પરીવારજનો દ્વારા દિલ્હી વિદેશ મંત્રાલય (Delhi Ministry of External Affairs) સુધી કવાયત કરતા આખરે છૂટકારો થયો હતો. જ્યારે અન્ય એક યુવા માછીમાર રવિ ગોવિંદ વાઢેરે જણાવ્યું હતું કે, હજી પણ 580 માછીમારો યાતના ભોગવી રહ્યા છે, જે પૈકીના ઘણાંની હાલત નાજુક છે, જે તમામ માછીમારોનો પણ વ્હેલીતકે છૂટકારો થાય તે માટે ભારત સરકારે (Indian Government) ધ્યાન આપવા વિનંતી કરી છે. કોરોનાના સમયકાળમાં જેલમાં ભારતીય માછીમારોને સામાજીક અંતર જાળવવા જુદા જુદા રાખવાની સાથે વેક્સિનેશન પણ કરાવવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાની મરીને 1,148 ભારતીય ફિશિંગ બોટને પકડી માછીમારોને જેલમાં ધકેલી દીધા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.