ETV Bharat / state

વિશ્વ આંજણા ચૌધરી મહાસંમેલન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન - મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન

ગાંધીનગર જિલ્લાના સોલૈયા ગામ ખાતે વિશ્વ આંજણા ચૌધરી મહાસંમેલનનો (world Anjana Chaudhari Mahasammelan) સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. રાજયના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે સમારંભ ખુલ્લો મુકવામાં (CM Bhupendra Patel inaugurated Mahasammelan) આવ્યો હતો. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતે સમાજ શકિતને વિકાસ સાથે જોડવાનો પરિચય દેશ અને દુનિયાને આપ્યો છે. પ્રત્યેક સમાજના સર્વાંગીણ વિકાસે ગુજરાતની પ્રગતિને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી છે.

CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન
CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન
author img

By

Published : Jan 8, 2023, 7:08 PM IST

અમદાવાદ: ગાંધીનગર જિલ્લાના સોલૈયા ગામ ખાતે યોજાયેલ વિશ્વ આંજણા મહાસંમેલનનું સ્નેહમિલન (world Anjana Chaudhari Mahasammelan) યોજાયું હતું. જેમાં માણસાના ધારાસભ્ય જે.સી પટેલ, મહેસાણા સાંસદ શારદાબેન પટેલ, બનાસકાંઠાના પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી, માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ સહિત નેતાઓ અને દેશના વિવિધ પ્રાંતો અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ચૌધરી સમાજના અગ્રણીઓ- બંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (Anjana Chaudhari Mahasammelan in Solaiya gandhinagar)

ગુજરાતની પ્રગતિને વૈશ્વિક સ્તરે ઓળખ: રાજયના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં (CM Bhupendra Patel inaugurated Mahasammelan) આવ્યો હતો. મુખ્યપ્રધાન જણાવ્યા હતું કે ગુજરાતે સમાજ શકિતને વિકાસ સાથે જોડવાનો પરિચય દેશ અને દુનિયાને આપ્યો છે.આ સમાજ પુરુષાર્થ કરીને આગળ આવનારો સમાજ છે. ગુજરાતની જનતાએ સરકાર પ્રત્યે વ્યક્ત કરેલા અપાર વિશ્વાસને કારણે જવાબદારી બેવડાઇ છે. ત્યારે રાજયના પ્રત્યેક સમાજના સર્વાંગીણ અને સમ્યક વિકાસમાં કયાંય કચાશ રખાશે નહીં. પ્રત્યેક સમાજના સર્વાંગીણ વિકાસે ગુજરાતની પ્રગતિને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી છે.

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નો કરાવ્યો પ્રારંભ

સર્વ સમાજ માટે વિકાસનો અમૃતકાળ: વધુમાં ઉમેર્યું હતું કે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજય સરકારે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસને કર્મમંત્ર બનાવીને રાજયના વિકાસને સફળતાની નવી ઉંચાઇ આપી છે. યોગ્ય પ્રોત્સાહન મળે તો પ્રગતિ કેવી રીતે કરી શકાય તે આંજણા- ચૌઘરી સમાજે દર્શાવ્યું છે. એક્તામાં જ તાકાત રહેલી છે. એક બનીને એક બની પુરૂષાર્થ કરીએ તો વિકાસ નિશ્ચિત છે. ગુજરાત સરકારે પ્રત્યેક સમાજના સર્વાંગીણ વિકાસની ચિંતા કરીને જનતા જનાર્દનનો પ્રેમ- વિશ્વાસ સંપાદિત કર્યો છે. આઝાદીના અમૃતકાળમાં વિકસીત ભારત માટે વિકસીત ગુજરાતના કર્મમંત્ર સાથે આ અમૃતકાળ સર્વ સમાજ માટે વિકાસનો અમૃતકાળ બનશે.તેવી આશા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: વડોદરામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મેરેથોનનો કરાવ્યો પ્રારંભ

સરકાર પર સંપૂર્ણ ભરોસો: વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યા હતું કે ચૌધરી સમાજનો મોટો વર્ગ ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ઘણા પરિવાર આજે પણ મહેનત- મજૂરી કરીને જીવન નિર્વાહ ચલાવે છે. સરકારનો પારદર્શિતાનો અભિગમ મહેનત કરનારા માટે લાભદાયી બન્યો છે. છેલ્લા થોડાક સમયમાં સમાજના યુવાનોએ અથાગ મહેનત કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી છે. સરકારમાં એક કર્મનિષ્ઠ કર્મયોગી તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશ - રાજ્ય વિકાસના માર્ગ ઉપર જઈ રહ્યો છે. સરકારના આ વિકાસલક્ષી અભિગમને આ સમાજે સમર્થન કર્યું છે. આજે સમગ્ર સમાજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આ સરકારમાં સંપૂર્ણ વિશ્વાસ ઘરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.