ઉલ્લેખનીય છે કે, આજે વિધાનસભાનો જન્મદિવસ છે. જેમાં CAAના સમર્થનમાં રાજ્ય સરકાર પોતાનું નિવેદન રજૂ કરશે. તેમજ વિરોધ પક્ષ શા માટે વિરોધ કરી રહ્યો છે તે અંગે પણ ગૃહમાં ચર્ચા કરવામાં આવશે. સાથે જ કેન્દ્ર સરકર દ્વારા SC-ST અને OBC અનામતમાં 10 વર્ષનો સમય ગાળો વધાર્યો છે. તે બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસ પક્ષની મળેલી બેઠકમાં આજના CAA અને અનામત બિલ પર કોઈ પણ જુનીયર ધારાસભ્યને ચર્ચા કરવાની તક આપવામા આવશે નહીં. જ્યારે આ બંને મુદ્દા પર કોંગ્રેસના સિનિયર લીડરો જ ગૃહમાં સરકારને ઘેરશે.
આમ આજ ફક્ત એક દિવસ માટેની મળેલું વિધાનસભાનું સત્ર તોફાની બને તેવી શક્યતા સેવાઈ રહી છે. જેથી આજની કામગીરી બાદ સત્રને મુલતવી રાખવામાં આવશે. ત્યારબાદ 24 ફેબ્રુઆરીના રોજ રાજ્યની નાણાકીય 2020-21નું બજેટ રજૂ કરવામાં આવશે.