- રાજ્યમાં લગ્ન પ્રસંગમાં જમણવારનું ગ્રહણ
- 100 રૂપિયાની મિનિમમ ડિશ પહોંચી 150 ઉપર
- લગ્ન પ્રસંગમાં લાઈવ કાઉન્ટરમાં ચાર્જીસમાં વધારો થયો
- ગત વર્ષ કરતા જમણવારની સામગ્રીમાં 50 ટકા ભાવનો વધારો
ગાંધીનગર : હિન્દૂ ધર્મ પ્રમાણે ગુજરાતમાં તુલસી વિવાહ(Tulsi marriage in Gujarat) બાદ લગ્નની સિઝન શરૂ થાય છે. આ વર્ષે(wedding season 2021) 15મી નવેમ્બરથી 13મી ડિસેમ્બર સુધી લગ્નની સિઝન(Wedding season) જોરદાર જામી છે ત્યારે લગ્ન પ્રસંગમાં જમણવારની(wedding season Food) વાત કરવામાં આવે તો ગત વર્ષે કોરોનાના કારણે રાજ્ય સરકાર દ્વારા લગ્નમાં 50 વ્યક્તિની છૂટ આપવામાં આવી હતી. જેને કારણે મોટાભાગના લોકો હોટેલમાં લગ્ન રાખતા હતા. જ્યારે આ વર્ષે 400 લોકોને મંજૂરી આપવામાં આવી છે તો જમણવારમાં મોટો માર પડ્યો છે.
તમામ ચીજ વસ્તુઓના ભાવમાં વધારો
છેલ્લા 15 વર્ષથી લગ્નનમાં જમણવારનો કોન્ટ્રાક્ટ રાખતા કિશોરસિંહ રાઠોડે ETV ભારત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાના કોરણે છેલ્લાં 2 વર્ષથી કોઈ મોટા ઓર્ડર પરાપ્ત થયા ન હતા. જ્યારે આ વર્ષે લગ્ન માટેના અનેક મુહૂર્ત છે. પણ તમામ ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો જોવા થઈ રહ્યો છે. તેલનો ડબ્બો 2500 સુધી પહોંચ્યો છે, જ્યારે ટમેટા હોલસેલમાં 20 રૂપિયે કિલો મળતા હતા એ જ ટમેટા હવે 70થી 80 રૂપિયા કિલો મળી રહ્યા છે. આમ આ વર્ષે શાકભાજી, ગરમ મસાલા અને તેલના ભાવમાં વધારો હોવાથી જમણવાર આ વર્ષે મોંઘો થયો છે.
પેટ્રોલ-ડીઝલની કિંમતની અસર કેટર્સ પર જોવા મળી
જે રીતે અમદાવાદમાં અત્યારે પેટ્રોલના 95 રૂપિયા અને ડીઝલના(gujarat Petrol-diesel) 90 રૂપિયા પ્રતિ લિટરનો ભાવ છે. ત્યારે આવધતા જતા ભાવની સીધી અસર શાકભાજી અને અન્ય જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓ પર ભાવ વધારો જોવા મળ્યો છે. આમ પેટ્રોલ ડીઝલની કિંમતને ધ્યાનમાં રાખીને તમામ વસ્તુઓ મોંઘી થઈ છે.
કારીગરોને ચાર્જમાં વધારો થયો
કિશોરસિંહ રાઠોડ વધુમાં જણાવ્યું હતું કે, જેવી રીતે બજારમાં અનેક વસ્તુઓનો વધારો થઇ રહ્યો છે, ત્યારે કારીગરોના ચાર્જમાં પણ વધારો થયો છે. આમ પહેલા કારીગરોનો ભાવ પ્રતિ ડિશ 10 રૂપિયા હતો જે હવે વધીને સીધો 20 રૂપિયા કરવામાં આવ્યો છે. તેમજ કેટર્સમાં(gujarati wedding caterers) પીરસવા વાળા વ્યક્તિઓના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 500 વ્યક્તિના જમણવારમાં 20,000 જેટલો કારીગીરીનો ચાર્જ વસુલ કરવામાં આવતો હતો પણ હવે જે રીતે ભાવમાં વધારો અને મોંઘવારી છે. તેને જોઈને 20,000ની જગ્યાએ 36,000 જેટલો ચાર્જ લેવામાં આવે છે.
લાઈવ સ્ટોકમાં ભાવ વધારો
લગ્ન પ્રસંગમાં(gujarat wedding season menu) અને લગ્નમાં લાઇવ ઢોકળા, મસાલા ઢોસા, પીઝા જેવા લાઈવ કાઉન્ટર રાખવામાં આવે છે ત્યારે આ તમામનો ભાવમાં વધારો થાય છે. જ્યારે ફક્ત સાદી ડિશ કે જેમાં 2 શાક, પુરી, રોટલી, દાળ ભાત, ફળસાણ અને એક સ્વીટ આ સાદી ડીશમાં સમાવેશ થાય છે, જેની ડિશની કિંમત 150થી 220 સુધીનો ભાવ ચાલી રહ્યો છે. જ્યારે અન્ય કાઉન્ટર હોય ત્યારે ડિશનો ભાવ 300થી વધુ હોય છે. આમ, હવે આ વર્ષે લગ્નમાં જેટલી ઇન્કવાયરી આવે છે જેમાંથી ફક્ત 30 ટકા જ ઇન્કવાયરી ભાવ વધારાને કારણે ફાઇનલ થાય છે.
આ પણ વાંચોઃ લગ્ન પહેલા શા માટે છે પીઠી ચોળવાનો રિવાજ ?
આ પણ વાંચોઃ મોડું ન કરો, આ વર્ષે લગ્નના 15 મુહૂર્ત બાકી