લીનુંસિંગે વધુમાં જણાવ્યું હતું કે, ગૌરવ દહીયાએ મને છેતરી છે. મારી સાથે લગ્ન કર્યાના તમામ સબુત છે. જ્યારે, હું મારી દીકરીના D.N.A ટેસ્ટ માટે પણ રાજી છું. જ્યારે, ગાંધીનગર પોલીસને અરજી કરી હતી. પરંતુ, તેના હજુ સુધી કોઈ જવાબ ન આવતા અને પોલીસે પણ મારો કોઈ સંપર્ક ન કરતા ગાંધીનગર આવવાની ફરજ પડી છે. હું આજે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને મળીને પોલીસ કેસ થાય તે અંગેની રજૂઆત કરીશ અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ગુજરાતમાં જ રહીશ.
જ્યારે ગૌરવે તૈયાર કરેલી લીનું સિંહ વિરુદ્ધની અરજી બાબતે પીડિત યુવતીએ જણાવ્યું હતું કે, મેં ક્યારેય ગૌરવ જા ને બ્લેકમેલ કર્યા નથી. જો મેં બ્લેકમેલ કર્યા હોત તો તેઓ મને શા માટે દિલ્હીના પોશ વિસ્તારમાં મકાન લઈ આપે. પરંતુ, જ્યારે મેં પોલીસમાં અરજી કરી છે. ત્યારે, ગૌરવ દહિયાએ મારી વિરુદ્ધમાં અરજી કરી છે. ગૌરવ દહિયા ખોટું બોલે છે.