ETV Bharat / state

Vehicle Theft in gandhinagar : વાહનો ચોરીને સ્પેરપાર્ટ્સ અલગ જગ્યાએ વેચી મારતી ટોળકીને ગાંધીનગર પોલીસે ઝડપી - ગાંધીનગરમાં વાહન ચોરીની ફરિયાદ

ગાંધીનગર LCBએ આજે (Gandhinagar LCB )વાહનચોરીના ગુનાનો પર્દાફાશ કર્યો છે. જેમાં વાહન ચોરનાર આરોપીઓ અલગ-અલગ જગ્યાએથી વાહન ચોરતા હતા. આ ચોરીના તમામ (vehicle theft gang is caught)વાહનોના અલગ અલગ સ્પેરપાર્ટ કરી જુદી જુદી જગ્યા પર વેચીને ઘટનાને અંજામ આપતા હતા. પોલીસે બાતમીના આધારે ચાર શખ્સોને ઝડપી લીધા છે.

vehicle theft gang is caught : વાહનો ચોરીને સ્પેરપાર્ટ્સ અલગ જગ્યાએ વેચી મારતી ટોળકીને ગાંધીનગર પોલીસે ઝડપી

author img

By

Published : Apr 16, 2022, 4:45 PM IST

ગાંધીનગર: શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વાહનચોરીના કિસ્સાઓ સામે આવતા (vehicle theft gang is caught)હતા અને ફરિયાદો પણ સામે આવતી હતી. ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વાહન ચોરોને પકડવા માટે ખાસ વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે ગાંધીનગર LCBએ આજે વાહનચોરીના ગુનાનો પર્દાફાશ કર્યો છે. જેમાં વાહન ચોરનાર આરોપીઓ અલગ-અલગ જગ્યાએથી (Gandhinagar LCB )વાહન ચોરતા હતા અને ત્યારબાદ તમામ વાહનોના અલગ અલગ સ્પેરપાર્ટ જુદી જુદી જગ્યા ઉપર વેચીને ઘટનાને અંજામ આપતા હતા.

વાહનચોરીના ગુનાનો પર્દાફાશ

કેવી રીતે આપતા હતા ઘટનાને અંજામ - ગાંધીનગર LCBએ વાહન ચોરીનો 13 ગુનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસએ બાતમીના આધારે ચાર શખ્સોને ઝડપી લીધા છે. જોકે પકડાયેલા આ ભેજાબાજ ચોરની ચોરી (Gandhinagar Crime Branch )કરવાની મોડ્સઓપરેન્ડી સાંભળીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. હાલ પોલીસે આ ચારેય શખ્સોની ધરપકડ કરી આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે નહીં તે અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં અલગ અલગ 5 જેટલા બાઇક ચોરી કરતી ટોળકી ઝડપાઈ

અમદાવાદ ગાંધીનગરના ગુનાઓ સામે આવ્યા - અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લાના અલગ અલગ સ્થળોએથી ટુ - વ્હિલર વાહનોની ચોરી કરી તે વાહનોને કટરની મદદથી તેના સ્પેરપાર્ટના ટુકડા કરી ભંગારમાં વેચતી ગેંગનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર LCB પોલીસને મળેલી બાતમીના આધારે શાહપુર બ્રિજ સર્કલ પાસેથી શંકના આધારે ઝડપાયેલા શખ્સોની પુછપરછ કરતા વાહન ચોરીનું મોટુ કૌભાંડ ધ્યાને આવ્યું હતું. કેટલાક શખ્સો શંકાસ્પદ ટુ વ્હીલર વાહનોનો ભંગાર લઇ વેચાણ કરવા સારૂ ફરે છે, જેઓ શાહપુર બ્રિજથી શાહપુર સર્કલ તરફ આવનાર હોવાની માહીતી આધારે LCB 2 ની ટીમએ વોચ ગોઠવી હતી. શાહપુર બ્રિજ સર્કલ તરફ આવી રહેલી એક રીક્ષા અને એક બાઇક સવારની પૂછપરછ કરતા પોલીસને તેઓ પર શંકા ગઈ હતી. વાહનચોરી ગેંગના પકડાયેલા ચાર શખ્સોમાં અમદાવાદના શાહીબાગ દુધેશ્વર રોડ પર રહેતા અમરસિંહ ચૌહાણ, હથીજણના દિપક તાયડે, હથીજણના વનરાજસિંહ વાઘેલા અને હાથોજણના સુભાનઅલી અસારીનો સમાવેશ થાય છે.

1.32 લાખના મુદ્દામાલ જપ્ત - DYSP એમ.જે.સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસે આરોપીઓ પાસેથી 13 વાહનોની ચોરીના સ્પેરપાર્ટસ અંદાજે 1 લાખ 32,000 વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ પાસેથી વાહનોની 13થી વધુ નંબર પ્લેટ મળી આવી છે. આ ઉપરાંત પેટ્રોલ ટેન્ક, જંપર, લોખંડન ચેસીસ, કટર મશીન, મેક વહીલ સીટ સ્ટેન્ડ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે. આરોપીઓ પકડાતા, ગાંધીનગર ઇન્ફોસિટી, રાણીપ અને ચાંદખેડાના ગુના સામે આવ્યા છે. પૂછપરછમાં આરોપીઓએ અમદાવાદના ઇન્કમટેક્સ બ્રિજનીચે ફૂટપાથ પરથી, વાડજ સર્કલ પાસેથી, સીટીએમ વિસ્તારમાંથી રામોલ, રાણીપ વિસ્તારમાં વાહન ચોરી કરી હોવાનું કબુલ્યું છે.

આ પણ વાંચોઃ રાજકોટ પોલીસે વાહનચોરી કરતી ગેંગ ઝડપી પાડી, 4ની ધરપકડ

રિક્ષામાં બેસીને જતા અને વાહન ચોરીને આવતા આરોપીઓ - સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે આ શખ્સોની ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડી અંગે પૂછતાં પકડાયેલ ગેંગના મુખ્ય બે સાગરીતો પોતાની રીક્ષા મારફતે અમદાવાદ શહેર તેમજ ગાંધીનગર જિલ્લા ખાતે આવી રેકી કરી એકલ દોકલ ટુ - વ્હિલર વાહનો નજરે પડતા તે વાહનની ડુપ્લીકેટ ચાવીથી તેમજ શોકેટ તોડી ડાયરેક્ટ ચાલુ કરી ચોરી કરી લઇ જઇ પોતાના ગેરેજમાં આ ચોરીના વાહનો ભેગા કરી કટર મશીનનો ઉપયોગ કરી સ્પેરપાર્ટ કટીંગ કરી નંબર પ્લેટો પોતાની પાસે રાખી આ તમામ વાહનોનો ભંગાર નક્કી કરેલ ભંગારના વેપારીઓને પોતાની રીક્ષાના ઉપયોગથી ભંગારનો સામાન તેઓની દુકાને જઇ નજીવા દરે વેચાણ કરતા હોવાનુ ધ્યાને આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.