ETV Bharat / state

સરકારી વકીલો માટે કરોડોના ખર્ચે વિવિધ માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે: રાજેન્દ્ર ત્રિવેદી

રાજય સરકાર દ્રારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.રાજ્યના મદદનીશ સરકારી વકીલો માટે રૂપિયા 7.86 કરોડના ખર્ચે વિવિધ માળખાકીય સવલતોનું નિર્માણ (Various infrastructure facilitie) કરવામાં આવશે તેવી માહિતી કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી દ્રારા આપવામાં આવી હતી.

સરકારી વકીલો માટે કરોડોના ખર્ચે વિવિધ માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે: રાજેન્દ્ર ત્રિવેદી
સરકારી વકીલો માટે કરોડોના ખર્ચે વિવિધ માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે: રાજેન્દ્ર ત્રિવેદી
author img

By

Published : Oct 19, 2022, 5:00 PM IST

ગાંધીનગર રાજય સરકાર દ્રારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી જણાવ્યું હતું કે રાજ્યના મદદનીશ સરકારી વકીલો માટે રૂપિયા 7.86 કરોડના ખર્ચે વિવિધ માળખાકીય સવલતોનું નિર્માણ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે ડીજિટલ યુગમાં આત્મનિર્ભર તથા ટેક્નિકલી પાવરફુલ થવા માટે અત્યાધુનિક (Various infrastructure facilitie) સુવિધાઓ પુરી પડાશે.

મહત્વનો નિર્ણય કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે રાજ્યના મદદનીશ સરકારી વકીલોને અત્યાધુનિક ટેકનોલોજીથી કરવા માટે રાજ્ય સરકારે રૂપિયા 7.86 કરોડના ખર્ચે વિવિધ માળખાકીય સવલતો પૂરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. કાયદાપ્રધાન ત્રિવેદીએ ઉમેર્યું કે, રાજ્યના મદદની સરકારી બકીલોને જે સેવાઓ પૂરી પાડવામાં આવનાર છે. તેમાં એપીપીઓ માટે કચેરી કામકાજ માટે જિલ્લા દીઠ 2 ડેટા એન્ટ્રી ઓપરેટર તથા 1 પટાવાળાની સુવિધા તથા એ.પી.પી.ઓની બેઠક વ્યવસ્થા માટે આવશ્યક જરૂરિયાતની વસ્તુઓ જેવી કે, ખુરશી, ટેબલ, તિજોરી વિગેરે માટે રૂપિયા 2.62 કરોડની મંજૂર કરાયા છે.

લેપટૉપ અને પ્રિન્ટરની સુવિધાઓ આ ઉપરાંત મદદનીશ સરકારી વકીલઓને આજના ડીજિટલ યુગમાં આત્મનિર્ભર તથા ટેક્નિકલી પાવરફુલ થવા માટે અત્યાધુનિક સુવિધાઓ વાળા લેપટૉપ અને પ્રિન્ટરની સુવિધાઓ પૂરી પાડવા માટે રૂપિયા 4.81 કરોડની મંજૂર કરાયા છે. તેમણે ઉમેર્યું કે, સુપ્રીમ કૉર્ટ તથા વડી અદાલતના ચુકાદાઓ એક જ ક્લિક પર મળી રહે તે હેતુથી એ.પી.પી.ઓ માટે 27,61,200 લાખ મંજૂર કરાયા છે. તેમજ નાણાંકીય વર્ષ 2022-23 માટે રાજ્યભરમાં જિલ્લા સ્તરે બંધારણ અંગે લોકજાગૃતિ લાવવા માટે સેમિનાર યોજવા માટે રૂપિયા 16,50,000 મંજૂર કરાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.