ગાંધીનગરઃ GMERS મેડિકલ કૉલેજના ઓડિટોરિયમમાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં વલસાડ જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણને રાજયના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી એવોર્ડથી સન્માનિત કરાયા હતાં.
ચૂંટણીઓના સર્વગ્રાહી શ્રેષ્ઠ વ્યવસ્થાપન તેમજ ચૂંટણીપંચની અપેક્ષા પ્રમાણે મુક્ત, ન્યાયી, તટસ્થ અને પારદર્શક ચૂંટણી વ્યવસ્થાઓના માપદંડો અનુસાર ઉત્તમ કામગીરી માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ અવસરે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ.એસ.મુરલી ક્રિષ્ણા, ભારતીય ચૂંટણી પંચના પૂર્વ કમિશ્નર એ.કે.જોતિ, રાજયના પૂર્વ મુખ્યચૂંટણી અધિકારી બલવંતસિંગ રાજય ચૂંટણી આયોગના કમિશ્નર સંજીવપ્રસાદ, રાજયના અધિક મુખ્ય નિર્વાચન અધિકારી અશોક માણેક ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, લોકસભા સામાન્ય ચૂંટણી 2019 દરમિયાન મતદાર જગૃતિ થકી સમગ્ર રાજયમાં સૌથી વધુ મતદાન 26-વલસાડ (એસ.ટી) બેઠક ઉપર75.21 ટકા અને વલસાડ જિલ્લામાં 73.93 ટકા જંગી મતદાન થયું હતું.