ગાંધીનગર: ગુજરાતની જેમ ઉત્તરાખંડમાં પણ આગામી દિવસોમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટના પ્રમોશન માટે પુષ્કર સિંહ ધામી ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. જે અંતર્ગત તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ખાસ મુલાકાત યોજી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના માર્ગદર્શન અને પ્રેરણા થી વાયબ્રન્ટ સમિટના બે દાયકા ઉત્તરોત્તર વૈશ્વિક પ્રગતિની દિશા સાથે ગુજરાતે પૂર્ણ કર્યા છે. બંને નેતાઓ વચ્ચે ખુબ જ સકારાત્મક વાતચીત થઈ હતી.
CM પુષ્કરસિંહનું ધામીનું સ્વાગત: ગુજરાતના મહેમાન બનેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ગાંધીનગરમાં ભુપેન્દ્ર પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી જે દરમિયાન તેમણે ભુપેન્દ્ર પટેલને કેદારનાથ મંદિરની સુંદર તસ્વીર ભેટ આપી હતી, જ્યારે ભુપેન્દ્ર પટેલે પુષ્કર સિંહ ઘામીને શાલ ઓઢાડીને આવકાર્યા હતાં. ત્યાર બાદ બંનેને નેતાઓએ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે વાતચીત શરૂ કરી હતી.
CM પુષ્કર સિંહ ધામી થયાં પ્રભાવીત: મહત્વપૂર્ણ છે કે, આગામી જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટની ૧૦માં સંસ્કરણ અંગે ગુજરાત સરકાર દ્વારા વિવિધ રાજ્યોમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, આ અંગે પણ ભુપેન્દ્ર પટેલ અને પુષ્કર સિંહ ધામી વચ્ચે થયેલી મુલાકાતમાં દરિદરમિયાન ચર્ચા થઈ હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અમદાવાદના અટલ બ્રિજની પણ મુલાકાત લીધી હતી અને અમદાવાદના અર્બન ડેવલપમેન્ટ પ્લાનિંગ અને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર થી તેઓ ખુબજ પ્રભાવિત થયાં હતાં. ગુજરાતની મુલાકાતથી પુષ્કર સિંહ ધામીએ સંતોષ સાથે ગૌરવની લાગણી અનુભવી હોવાની પણ વાત પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ કરી હતી.