FSLના અધિકારીઓ દ્વારા બંન્ને આરોપીઓની ડિટેઇલ ઉપરાંત ચાર્જશીટનો અભ્યાસ કર્યા બાદ આ ટેસ્ટ કરાશે.આ તમામ ટેસ્ટ કરવા માટે FSLખાતે CBI આરોપીઓને લઈ પહોંચી હતી. હાલ બંને આરોપીઓ CBIની કસ્ટડીમાં છે. ઉન્નાવ રેપ પીડિતાની સાથે રાયબરેલીમાં થયેલ અકસ્માતની તપાસ કરી રહેલી CBI અકસ્માત કરનાર ટ્રકના ચાલક અને ક્લીનરનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો. CBI હવે જરૂરી ઔપચારિકતા પૂરી કરીને બંને આરોપીઓનો નાર્કો ટેસ્ટ કરવા ગાંધીનગર લાવી હતી.
ગાંધીનગર સિવિલમાં બન્ને આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે FSLની પ્રક્રિયા પુર્ણ થયા બાદ લાવવામાં આવ્યા હતાં. બે દિવસની FSLની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંનેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આરોપીઓનું પ્રાથમિક ધોરણનું ચેકઅપ કરાયા બાદ સીધા સેક્ટર-7 પોલીસ સ્ટેશન કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા હતા.
નાર્કો ટેસ્ટની પ્રક્રિયા હજુ ત્રણ દિવસ ચાલશે. ગાંધીનગર FSLમા આરોપીઓને CBI તપાસ માટે લાવી છે. જેની સાથે લખનૌ પોલીસના 2 DYSPઅને 4 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે આવ્યાં છે.