ETV Bharat / state

G20 summit in India ગાંધીનગરમાં G20 અંતર્ગત 22થી 24 જાન્યુઆરી સુધી યોજાશે બિઝનેસ 20 ઇન્સેપ્શનની બેઠક - Gujarats G20 Connect

ભારત એક વર્ષ દરમિયાન જી20 સમિટની અધ્યક્ષતા ( G20 summit in India) કરશે. ત્યારે હવે અમદાવાદમાં ગુજરાત જી20 કનેક્ટ વિષય પર 23મીએ વિશેષ (Gujarats G20 Connect) સેશન યોજાશે, જેમાં મહાનુભાવો પોતપોતાના વિચારો રજૂ કરશે.

G20 summit in India ગાંધીનગરમાં G20 અંતર્ગત 22થી 24 જાન્યુઆરી સુધી યોજાશે બિઝનેસ 20 ઇન્સેપ્શનની બેઠક

author img

By

Published : Jan 21, 2023, 5:55 PM IST

ગાંધીનગરઃ ભારત આ એક વર્ષ દરમિયાન જી20 સમિટની યજમાની કરી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા G20નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રારંભિક બેઠકો ગુજરાતના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદમાં યોજાશે ત્યારે Gujarat’s G20 Connect” વિષય પર 23મી જાન્યુઆરીએ વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો G-20 Summit: G-20 સમિટના અનુસંધાને મિનીસ્ટ્રી ઓફ ટુરીઝમના અધિકારીઓએ તૈયારીની કરી સમીક્ષા

G20 માટે ગુજરાતની તૈયારીઓ પૂર્ણતાના આરેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને 1 વર્ષ માટે G 20ની અધ્યક્ષતા ભારતને મળી છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પણ અલગ અલગ સ્થળોએ કુલ 15 G20 બેઠકોની યજમાની કરવા માટે તૈયાર છે. રાજ્યમાં યોજાનારી બેઠકોમાંથી પ્રથમ બેઠક 'બિઝનેસ 20 (B20) ઈન્સેપ્શન'ની બેઠક 22થી 24 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે.

આ પણ વાંચો Gujarat Cabinet Meeting : ધોરણ 1 પ્રવેશ બાબતે ચર્ચા, G20 સમીટ બાબતે થશે આયોજન

મહાત્મા મંદિર ખાતે B20 બેઠકોઃ મહાત્મા મંદિર ખાતે યોજાનારી બી20 ઈન્સેપ્શન મિટીંગ દરમિયાન 23મી જાન્યુઆરીએ સાંજે “Gujarat’s G20 Connect” વિષય પર એક વિશેષ સેશનનું આયોજન કરાયું છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કેટલીક વિશેષ પરિવર્તનાત્મક પહેલો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ સેશનમાં સૌપ્રથમ ગુજરાતનો પરિચય આપતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવશે.

આ લોકો વિચારો રજૂ કરશેઃ ત્યારબાદ રાજ્યના ઊર્જાપ્રધાન કનુ દેસાઈ, ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂત અને TDS લિથિયમ-આયન બેટરી ગુજરાત પ્રાઇવેટ લિમિટેડના મેનેજીંગ ડીરેક્ટર હિસાનોરી તાકાશીબા “Gujarat: Accelerating Inclusive Growth and Sustainable Development” વિષય પર તેમના વિચારો રજૂ કરશે. આ સેશનમાં ઝાઈડસ લાઈફ સાયન્સના ચેરમેન પંકજ પટેલ અને અરવિંદ લિમિટેડના એક્ઝિક્યૂટીવ ડિરેક્ટર કુલીન લાલભાઈ પણ વિષય સંદર્ભે તેમના વિચારો રજૂ કરશે.

સોલાર પર વિશેષ ચર્ચાઃ ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા એશિયામાં સૌપ્રથમવાર શરૂ કરવામાં આવેલો ક્લાઈમેટ ચેન્જનો સ્વતંત્ર વિભાગ, મોઢેરા ખાતે શરુ કરવામાં આવેલો દેશનો સૌપ્રથમ સોલાર પાર્ક, ભારતનું સૌપ્રથમ 24*7 સોલાર પાવર સંચાલિત ગામ- મોઢેરા અને ગ્રીન મેન્યુફેક્ચરીંગને પ્રોત્સાહન આપવા જેવી વિશેષ પહેલો ગુજરાતને ગ્લોબલ વેલ્યુ ચેઈન સાથે જોડવાનું કામ કરશે. આ વિવિધ વિષયો પર સેશનમાં વિશેષ ચર્ચાઓ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.