ગાંધીનગર: કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ સામાન્ય ન થાય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન શક્ય બને તેમ ન હોય તો તે સંજોગોમાં ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર બે-બે, ચાર, છ ના વિદ્યાર્થીઓ માટે 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકન અને બાકીના 50 ટકા ગુણ સેમેસ્ટરના ગુણના આધારે આપવાના રહેશે, જેને મેરીટ લીસ્ટ તરીકે ઓળખવામાં આવશે.
અગાઉના સેમેસ્ટરના ગુણ ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં જેમાં વાર્ષિક પરીક્ષાઓ યોજાઈ છે તેવા કિસ્સામાં આંતરિક મૂલ્યાંકનના આધારે 100 ટકા મૂલ્યાંકન કરવાનું રહેશે. જો વિદ્યાર્થી પોતાના ગ્રેડમાં સુધારો કરવા ઈચ્છે તો તે આગામી સેમેસ્ટરમાં લેવાનાર પરીક્ષામાં વિશેષ પરીક્ષા પણ આપી શકશે.
કોઈ વિષયમાં વિદ્યાર્થી નાપાસ થયેલો હોય તો પણ વર્ષ 2019 -20 માટે તે વિદ્યાર્થીને કેરી ફોરવર્ડ કરીને બઢતી આપવાની રહેશે તથા આગામી સેમેસ્ટરમાં પરીક્ષા યોજાય ત્યારે તે વિષયમાં વિદ્યાર્થીએ ઉત્તીર્ણ થવાનું રહેશે .
ACPC સિવાયના એડમિશન તારીખ 15 જૂન 20થી શરૂ થશે. પ્રવેશ માટે ઉપલબ્ધ સીટમાંથી 90 ટકા સીટ માટે એડમિશન હાલમાં આપવામાં આવશે. બાકીના 10 ટકા એડમિશન CBSEઅને બાકીના બોર્ડના પરિણામ જાહેર થયેથી ઓગસ્ટ 2020 માં કરવામાં આવશે .વિજ્ઞાન પ્રવાહના કોર્સના પ્રવેશ ફોર્મ તારીખ 26 મેં 2020 થી ઓનલાઈન યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવશે.
શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, સેમેસ્ટર 3, 5, અને 7, અને 7નું શૈક્ષણિક કાર્ય 21 જૂન 2019થી શરૂઆતમાં ઓનલાઈન પદ્ધતિથી કરવામાં આવશે. કોરોના મહામારીની પરિસ્થિતિ પૂર્ણ કે અનુકૂળ થાય પછી જ ફિઝિકલ ક્લાસ ચલાવવામાં આવશે. સેમેસ્ટર-1 તારીખ 1ઓગસ્ટ 20થી શરૂ કરાશે. ACPC કોર્સમાં લેવાયેલા અભ્યાસક્રમો માટે તારીખ 30 જુલાઇ 2020 ના રોજ ગુજસેટ લેવામાં આવશે, તેને ધ્યાને લઇ પ્રવેશ માટેનું કેલેન્ડર તૈયાર કરાશે.