ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિશ્વ પ્રવાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રધાન જવાહર ચાવડા સહિત ટુરિઝમ વિભાગ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ જણાવ્યું કે રોજગારી સર્જનમાં પ્રવાસન ઉદ્યોગની ભૂમિકા ખૂબ મહત્વની છે. 10 ટકા જેટલી નોકરીઓ પ્રવાસન ઉદ્યોગ પુરી પાડે છે. 2025 સુધીમાં રાજ્યને ભારતના ટોચના પાંચ ટુરિસ્ટ ડેસ્ટિનેશન માટેના રાજ્યોમાંનું એક બનાવાનો છે. પ્રવાસન નીતિ 2015-20ના કારણે ગુજરાતમાં આશરે 352થી વધુ ટુરિઝમ પ્રોજેક્ટ્સ રજીસ્ટર થયા છે. જે હેઠળ 12,437 કરોડનું રોકાણ કરવામાં આવશે. જેથી 179 કરતા પણ વધુ પ્રોજેક્ટ્સ શરૂ થઈ ચૂક્યા છે. જેના લીધે રાજ્યમાં 20,000થી પણ વધુ રોજગરોની તકો ઉભી થશે.
આ ઉજવણીનો ઉદેશ પ્રવાસનના સામાજિક, સાંસ્ક્રુતિક, રાજકીય અને આર્થિક મૂલ્યો અંગે વૈશ્વિક સમુદાયોમાં જાગૃતિ વધારવાનો અને ડેવલોપમેન્ટ ગોલને હાંસલ કરવામાં પ્રવાસન ક્ષેત્રેનું યોગદાન વધારવાનો છે. તેમજ સાથે સાથે આવનાર વર્ષોમાં ટુરિઝમ ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો રહેલી છે. આ જોતા 2019 વિશ્વ પ્રવાસન દિવસે ટુરિઝમ એન્ડ જોબ્સ અ બેટર ફ્યુચર ફોર ઓલ વિષય પરની થીમ રાખવામાં આવી હતી.