ETV Bharat / state

ST UPI Payment: ST બસમાં છૂટા પૈસાની ઝંઝટમાંથી મુક્તિ, હવે UPIથી કરી શકાશે પેમેન્ટ - ST UPI Payment

રાજ્યના મુસાફરોને વધુ સુવિધા માટે મળી રહે તે માટે ગાંધીનગરથી 40 નવી ST બસ શરૂ કરવામાં આવી છે. આ સાથે મુસાફરો હવે UPIના માધ્યમથી પેેમેન્ટ કરી શકશે.

ST UPI Payment
ST UPI Payment
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2023, 3:32 PM IST

Updated : Oct 25, 2023, 3:56 PM IST

ગાંધીનગર: ગાંધીનગર એસટી ડેપોમાંથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 40 નવી 2 × 2 બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે UPI ટિકિટ સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ UPI પેમેન્ટના અમલથી બસમાં મુસાફરી કરતા મુસાફરો અને કંડકટરને રોકડ અથવા છૂટા પૈસાની ઝંઝટમાંથી મુક્તિ મળવાની સાથે સમયની પણ બચત થશે.

  • 🔸 ગાંધીનગર ડેપો ખાતેથી વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યની જનતામાં સેવામાં જી.એસ.આર.ટી.સી. ની ૪૦ નૂતન મીડી બસો પ્રજાર્પણ કરી.

    🔸 ડિજિટલ યુગ સાથે કદમ મિલાવતા એસ.ટી.વિભાગમાં QR CODE આધારિત UPI ડિજિટલ પેમેન્ટ સેવાનો પણ શુભારંભ કરાવ્યો.

    🔸 આ સુવિધાથી જાહેર પરિવહનની સેવા વધુ… pic.twitter.com/aOs85JkhAw

    — Harsh Sanghavi (@sanghaviharsh) October 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'દૂરદૂરના ગામડા-શહેરોમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓ, યુવક-યુવતીઓ તેમજ વડીલોને મુસાફરીની શ્રેષ્ઠ અને સલામત સવારી માટે ગુજરાત એસટીની હજારો બસો કાર્યરત છે. ગુજરાત એસટી નિગમ દ્વારા નવી 400 બસ પૈકી બાકીની 40 બસોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વધુ 2000 જેટલી નવીન આધુનિક બસો નાગરીકોની સેવામાં ઉપલબ્ધ કરવામાં આવશે. રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ, પ્રવાસન ધામોમાં જવા-આવવા માટે વધુને વધુ નવીન બસોની સુવિધા શરૂ કરવામાં આવશે'- હર્ષ સંઘવી, ગૃહમંત્રી

બસમાં શું હશે સુવિધા: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નિયત માપદંડ સાથે તૈયાર કરાયેલી ભારત સ્ટેજ-૬ રેડી બિલ્ટ મિડિ 2 × 2 બસમાં ૩૩ આરામદાયક બેઠક વ્યવસ્થા, લેગ રૂમ, ઇન્ટીરીયર પેનલીંગ, સર્વિસ ડોર, રીવર્સ કેમેરા,વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ-પેનિકબટન, એક્શટીગ્યુશર બોટલ, ફાયર ડીટકશન એન્ડ એલાર્મ સિસ્ટમ, ઈમરજન્સી ડોર, સહિતની સુવિધા ઉપલબ્ધ છે જેની પ્રતિ બસ કિંમત અંદાજે 27 લાખ છે.

  • ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ

    નવા (Android) મશીનમાં
    Digital Payment (UPI) મારફતે ટિકિટ મેળવવાની પદ્ધતિ.#GSRTC pic.twitter.com/69SQKQwzEA

આ લોકાર્પણ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રી હિતેશ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જશવંત પટેલ, વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ગુજરાત એસ ટી નિગમના એમ ડી શ્રી ગાંધી સહિત એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(પ્રેસ નોટ આધારિત)

  1. Surat News : માંડવીના અરેઠ ગામે ગરબા રમતી વેળાએ યુવાનનું અચાનક ઢળી પડતાં મોત
  2. Gujarat Weather: રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ, 2 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી રાહત

Last Updated : Oct 25, 2023, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.