ETV Bharat / state

વજન કાંટામા ચિપ્સ લગાવી હજારો ટન માલની ચોરી કરતી ટોળકી ઝડપાઇ - Gandhinagar rural

ગાંધીનગર: છત્રાલ GIDCમાં આવેલા એક વે બ્રીજ ઉપર ચિપ્સ લગાવી હજારો ટન માલની ચોરી કરતી ટોળકીને ગાંધીનગર SOG દ્વારા ઝડપી લેવામાં આવી છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના PI જે. જી. વાઘેલાએ કહ્યું કે, છત્રાલ GIDCમાં આવેલી એક કંપનીનો ભંગારનો ભાવ ચાલતો હતો તેના કરતાં પણ ઉંચો ભાવ આપવામાં આવતો હતો. આ બાબતની માહિતી કંપનીના માલિક દ્વારા આપવામાં આવતા વોચ ગોઠવીને સમગ્ર કૌભાંડને પકડી પાડવામાં આવ્યું છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 24, 2019, 9:44 PM IST

SOGના PI જે. જી. વાઘેલાએ કહ્યું કે, છત્રાલ GIDCમાં આવેલી મેક્સિમ કંપનીમાંથી ભંગારનો ભાવ 157 રૂપિયા ચાલતો હતો. તેની જગ્યાએ 164 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. આ ભંગાર જય બહુચર એન્ટરપ્રાઇઝના નામે ગત 14 માર્ચના રોજ રૂપિયા 3 લાખ અને 19 માર્ચના રોજ 7લાખ રૂપિયા RTGST જમા કરાવી દીધા હતા. ત્યારબાદ આરોપીઓ ભંગાર ભરવા માટે આઇસર ગાડી લઈને આવ્યા હતા. તે સમયે આરોપીઓએ ધરમ કાંટા ઉપર ઇલેક્ટ્રોનિક્સ ચિપ્સ લગાડી દીધી હતી. જેનાથી જે ગાડીનું વજન 4ટન 910 કિલોગ્રામ થયું હતું.

વજન કાંટામા ચિપ્સ લગાવી હજારો ટન માલની ચોરી કરતી ટોળકી ઝડપાઇ

સમગ્ર કૌભાંડમાં અનિલ વાઘેલા મણીનગર અમદાવાદ, પિયુષ પટણી, રવીન્દ્રસિંહ સિસોદિયા, વિનોદભાઈ પટણી, અસારવા ચમનપુરામાં રહેતો સુનિલ પટણી તમામનેઝડપી લીધા હતા. આરોપીઓ દ્વારા કંપનીના માણસો સાથે ચિપ્સ લગાવી રિમોટ દ્વારા લોડીંગનું વજન હજારો કિલો ઓછું કરી દેવામાં આવતું હતું. એક દબાવે તો એક ટન વજન ઓછું થતું હતું અને બે દબાવે તો બે ટન ઓછું થતું હતું.

આ રીતે હજારો ટન માલના કૌભાંડ કરવામાં આવતું હતું. આ બાબતની ફરિયાદ સુરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ આખી ગેંગને ઝડપી લઈને કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ પહેલા કેટલા લોકોને ભોગ બનાવવામાં આવે છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Intro:હેડીંગ) વજન કાંટામા ચિપ્સ લગાવી હજારો ટન માલની ચોરી કરતી ટોળકી ઝડપાઇ ગાંધીનગર, જીવનમાં ઝડપી તવંગર બનવા માટે યુવાનો શોર્ટ કટ અપનાવી રહ્યા છે. ત્યારે છત્રાલ જીઆઇડીસી માં આવેલા એક વે બ્રીજ ઉપર ચિપ્સ લગાવી હજારો ટન માલની ચોરી કરતી ટોળકીને ગાંધીનગર એસઓજી દ્વારા ઝડપી લેવામાં આવી છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.આઇ જેથી વાઘેલાએ કહ્યું કે છત્રાલ જી.આઈ.ડી.સી.માં આવેલી એક કંપનીનો ભંગારનો ભાવ જ ચાલતો હતો તેના કરતાં પણ ઉંચો આપવામાં આવતો હતો આ બાબતની માહિતી કંપનીના માલિક દ્વારા આપવામાં આવતા વોચ ગોઠવીને સમગ્ર કૌભાંડને પકડી પાડવામાં આવ્યું છે.

Body:એસ.ઓ.જી.ના પી.આઇ જે જી વાઘેલાએ કહ્યું કે, છત્રાલ જીઆઇડીસીમાં આવેલી મેક્સિમ કંપનીમાંથી ભંગારનો ભાવ 157 રૂપિયા ચાલતો હતો. તેની જગ્યાએ 164 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. આ ભંગાર જય બહુચર એન્ટરપ્રાઇઝના નામે ગત 14 માર્ચના રોજ રૂપિયા 3 લાખ અને 19 માર્ચના રોજ સાત લાખ રૂપિયા આરટીજીએસ ટી જમા કરાવી દીધા હતા. ત્યારબાદ આરોપીઓ ભંગાર ભરવા માટે આઇસર ગાડી લઈને આવ્યા હતા. તે સમયે આરોપીઓએ ધરમ કાંટા ઉપર ઇલેક્ટ્રોનિક્સ ચિપ્સ લગાડી દીધી હતી. જેનાથી જે ગાડીનું વજન ચાર ટન 910 કિલોગ્રામ થયું હતું. જ્યારે આઇસર ગાડીનું વજન સાત ત્રણ છ કિલો ગ્રામ થયું હતું.

Conclusion:સમગ્ર કૌભાંડમાં અનિલ બબા વાઘેલા મણીનગર અમદાવાદ, પિયુષ વિઠ્ઠલ પટણી, રવીન્દ્રસિંહ જગદેવસિંહ સિસોદિયા, વિનોદભાઈ નાગરભાઈ પટણી, અસારવા ચમનપુરામાં રહેતો સુનિલ વિઠ્ઠલ પટણી તમામ રહે, અસારવાને ઝડપી લીધા હતા આરોપીઓ દ્વારા કંપનીના માણસો સાથે ચિપ્સ લગાવી રિમોટ દ્વારા લોડીંગનું વજન હજારો કિલો ઓછું કરી દેવામાં આવતું હતું. એક દબાવે તો એક ટન વજન ઓછું થતું હતું અને બે દબાવે તો બે ટન ઓછું થતું હતું. આ રીતે હજારો ટન માલના કૌભાંડ કરવામાં આવતું હતું. આ બાબતની ફરિયાદ સુરેશભાઈ રણછોડભાઈ પટેલ દ્વારા કરવામાં આવતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ આખી ગેંગને ઝડપી લઈને કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ પહેલા કેટલા લોકોને ભોગ બનાવવામાં આવે છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.