ETV Bharat / state

ગાંધીનગરના ગામડાઓમાં માટીચોરો સામે ગ્રામજનોમાં આક્રોશ - GUJARATI NEWS

ગાંધીનગરઃ દહેગામ તાલુકાના વાસણા રાઠોડ, વડોદરા, ગલુદણ અને દહેગામ શહેર વિસ્તારમાં આવેલા સહિયારા તળાવમાંથી માટી ચોરી કરવાની ઘટના પ્રકાશિત થઈ છે. હિટાચી મશીન દ્વારા માટી ખોદીને ખાનગી કંપનીઓમાં વહીવટ કરાતો હોવાની જાણ ગ્રામજનોને થતાં તેઓએ સ્થળ પર હોબાળો મચાવ્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : May 31, 2019, 3:25 AM IST

સમગ્ર રાજ્યમાં ભૂમાફિયાઓ ફૂલ્યા-ફાલ્યા છે ત્યારે માટીચોરોની પણ બોલબાલા વધી છે. ગ્રામ્ય વિસ્તારોના તળાવો અને ગામતળની માટીની ચોરીની અનેક ઘટનાઓ સામે આવે છે ત્યારે રાજ્યના પાટનગર એવાં ગાંધીનગરના દહેગામ તાલુકાના ચારેક ગામડાઓમાં માટીચોરોએ તરખાટ બોલાવ્યો છે. તાલુકાના વાસણા રાઠોડ, વડોદરા, ગલુદણ અને દહેગામ શહેર વિસ્તારમાં આવેલા સહિયારા તળાવમાં માટીની ચોરી થતી હોવાની ઘટના સામે આવી છે. હિટાચી મશીન દ્વારા માટી ખોદીને ખાનગી ફેક્ટરીઓમાં લઈ જવામાં આવતી હોવાના સમાચાર ગ્રામજનોને મળતા સ્થળ પર જઈને હોબાળો મચાવ્યો હતો.

ગાંધીનગરના ગામડાઓમાં માટીચોરો સામે ગ્રામજનોમાં આક્રોશ

રાજ્યમાં માફિયાઓ દ્વારા અડધી રાત્રે ચોરી કરવા માટે મશીનો મુકવામાં આવે છે. નદીમાં અડધી રાત્રે જ ડમ્પર મૂકીને રેતીચોરી કરવામાં આવતી હતી ત્યારે હવે ગામતળમાંથી પણ ધોળા દિવસે માટી ચોરીના કિસ્સા સામે આવી રહ્યાં છે. દહેગામ તાલુકાના ત્રણ ગામ અને શહેરી વિસ્તારના સહિયારા તળાવમાં દસ જેવા આયવા માટી ભરીને જઈ રહ્યાં હતા. મશીન દ્વારા માટી ખોદી તેનો બારોબાર ખાનગી કંપનીમાં વહીવટ કરવામાં આવી રહ્યો છે. વાસણા રાઠોડ ગામના સરપંચ દિલીપસિંહ રાઠોડે આ અંગે કહ્યું કે કોઈપણ જાતની પરવાનગી વિના મહામૂલી માટીને ખોદીને ખાનગી કંપનીઓમાં પૂરાણ માટે લઈ જવામાં આવી રહી છે. આ બાબતે અમે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીશું.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હવે માટી પણ સરળતાથી મળતી નથી. પરિણામે ભૂમાફિયાઓ બારોબાર કારોબાર કરતા હોય છે. મનફાવે ત્યાં તંત્ર સાથે મીલીભગત કરી માટી ખોદીને વેચી મારતા હોય છે. અગાઉ પણ દહેગામ પંથકમાં આ પ્રકારના બનાવો સામે આવ્યા હતા.

R_GJ_GDR_RURAL_02_30_MAY_2019_STORY_MATI CHORI_SLUG_PHOTO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural

હેડિંગ) વાસણા રાઠોડ, વડોદરા, ગલુદણ અને દહેગામના તળાવમાંથી માટી ચોરી કરતા ગ્રામજનોનો હોબાળો

ગાંધીનગર,

દહેગામ તાલુકાના વાસણા રાઠોડ, વડોદરા, ગલુદણ અને દહેગામ શહેર વિસ્તારમાં આવેલા સહિયારા તળાવમાંથી માટી ચોરી કરવામાં આવતી હતી. હિટાચી મશીન દ્વારા માટી ખોદીને ખાનગી ફેક્ટરીઓમાં લઈ જવામાં આવતી હોવાના સમાચાર ગ્રામજનોને મળતા સ્થળ ઉપર જઈને હોબાળો મચાવ્યો હતો, અને માટી ચોરી થતી રોકાવી હતી.વાસણા રાઠોડ ગામના સરપંચ દિલીપસિંહ રાઠોડે કહ્યું કે અમારી જાણ બહાર માટી ચોરી કરવામાં આવી રહી છે, ત્યારે અમે ચોરી થતી અટકાવી હતી.

રાજ્યમાં માફિયાઓ દ્વારા અડધી રાત્રે ચોરી કરવા માટે મશીનો મૂકવામાં આવે છે નદીમાં અડધી રાત્રે જ ડમ્પર મૂકીને રેતીચોરી કરવામાં આવે છે ત્યારે હવે ગામ તળ માંથી પણ ધોળા દિવસે માટી ચોરી ના કિસ્સા સામે આવી રહ્યા છે દહેગામ તાલુકામાં આવેલા વાસણા રાઠોડ, ગલુદણ, વડોદરા અને દહેગામ શહેર વિસ્તારનું સહિયારું તળાવ આવેલું છે. જેમાં દસ આયવા માટી ભરીને જઈ રહ્યા હતા. હિટાચી મશીન દ્વારા માટી ખોદીને બનાવવામાં આવતી હતી અને આ માટે ખાનગી ફેક્ટરીના પુરાણ માટે ઉપયોગમાં લેવાતી હતી.

વાસણા રાઠોડ ગામના સરપંચ દિલીપસિંહ રાઠોડે કહ્યુ કે, કોઈપણ જાતની પરવાનગી વિના મહામૂલી માટીને ખોદીને ખાનગી કંપનીઓમાં પુરાણમાં લઈ જવામાં આવી રહી છે. આ બાબતની જાણ થતા અમારા ગામ જવાનો દ્વારા હાલ પૂરતું કામ અટકાવવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત પાસે પણ કોઈ પ્રકારની પરવાનગી લેવામાં આવી નથી. માટીને બારોબાર લઈ જવામાં આવી રહી છે. આ બાબતે અમે ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરવાના છીએ. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હવે માટી પણ સરળતાથી મળતી નથી. પરિણામે ભૂમાફિયાઓ બારોબાર કારોબાર કરતા હોય છે. જે મન ફાવે ત્યાં માટી ખોદીને વેચી મારતા હોય છે. અગાઉ પણ દહેગામ પંથકમાં આ પ્રકારના બનાવો સામે આવ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.