આ બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, "રાજ્યમાં મચ્છરોના ઉપદ્રવ ઘટાડવા માટે ગપ્પી માછલીનો સહારો લેવામાં આવ્યો છે. માછલીને તળાવમાં અથવા તો જ્યાં પાણી ભરાયા હોય તેવી જગ્યા ઉપર મૂકવા આવશે. આ માછલી મચ્છરોના ઈંડાને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જેથી મચ્છરોનો ઉપદ્રવ ઘટશે અને મલેરિયા જેવા રોગોમાં ઘટાડો થશે.
આમ, તંત્ર દ્વારા રોગચાળાને રોકવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવે છે. જેથી રોગચાળો પર કાબૂ મેળવીને આરોગ્યલક્ષી કાર્યોને વેગ આપવામાં આવે છે.