ગુજરાત માલીકી ફ્લેટ સુધારા વિધેયક 2018 આ વિધેયક મૂજબ મકાનો અને અપાર્ટમેન્ટમાં જર્જરીત હાલત હોય તેવા ફ્લેટોના લોકોની સહમતીથી તેવા ફ્લેટોને પુન વિકાસ અથવા પુન નિર્માણ કરવામાં આવશે. આ માટે અંદાજે 75 % સભ્યોની મંજૂરી હોવી જરૂરી છે.
રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, જ્યારે બીજુ વિધેયક ચેઈન સ્નેચિંગના ગુનામાં સજાની જોગવાઇને વધારાવામાં આવી છે. મહિલાઓ અને વૃદ્ધોના એકાંતનો લાભા લઇને ચેઈન સ્નેચિંગના ગુનાને અંજામ આપવામાં આવતો હતો. ચેઇન સ્નેચિંગ વધતા જતા ગુનાને જોતા કાયદાને વધારે કડક બનાવાની જરૂર હતી.આ કાયદામાં સુધારા વિધેયક 2018 રજૂ કરવામાં આવ્યું હતું.જેને રાજ્યપાલે મંજુર આપી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી માટે તેને મોકલવામાં આવ્યું હતું.
નાગરીક સલામતિ માટે જાહેર સ્થળોએ થતી પૂર્વોક્ત ગુનાહિત પ્રવૃતિને અંકુશમાં રાખવા માટે ગુજરાત રાજ્યયને લાગુ પડતા ભારત ફોજદારી અધિનિયમ 1860 નવી કલમો 3896 દાખલ કરીને આવી બદીને અંકુશિત કરવામાં આવશે. ચેઇન સ્નેચિંગમાં આંચકવાનો પ્રયાસ કરવો, આંચકી લેવું, આંચકી લીધા બાદ ઇજા પહોંચાડવી, ઇજા પહોંચડવાનો ભય ઉભો કરવો. આંચકી લીધેલી મિલક્ત રાખી. જેવી ત્રણ વર્ષથી લઇને 10 વર્ષ સુધીની સજાની જોગવાઇ કરવામાં આવી છે. 25000 હજારની દંડ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. કલમ 379 મુજબ ચોરીની સજા , 3 વર્ષની સજા અને દંડ બનેની જોગવાઇ કરવામાં આવી છે. કોઇ વ્યક્તિની વસ્તુની ચોરી કરવાની કોશિષ કરવી અથવા ગુનાહિત બળ વાપરે તેને બે વર્ષની કેદથી લઇને દંડની જોગવાઇ કરવામાં આવી છે.