ETV Bharat / state

આજે સાંજે 5 કલાકે મળશે ભાજપ ધારાસભ્યોની બેઠક, ગુજરાત પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ પણ રહેશે હાજર - Deputy Chief Minister Nitin Patel

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી(Gujarat Assembly Election)ની તૈયારીના ભાગરૂપે ગુજરાતમાં પણ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે આજે વિધાનસભા સંકુલમાં ભાજપના તમામ ધારાસભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં CM વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ ગુજરાત પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ સહિત તમામ નેતાઓ હાજર રહેશે.

આજે સાંજે 5 કલાકે મળશે ભાજપ ધારાસભ્યોની બેઠક, ગુજરાત પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ પણ રહેશે હાજર

author img

By

Published : Jun 15, 2021, 10:21 AM IST

  • વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીની(Gujarat Assembly Election) તૈયારીઓ શરૂ
  • ગુજરાત પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવે સંગઠન અને સરકારના આગેવાનો સાથે યોજી બેઠક
  • આજે તમામ ભાજપના ધારાસભ્યો સાથે બેઠક
  • વિધાનસભા સંકુલમાં મળશે સાંજે 5 કલાકે બેઠક
  • ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ (Bhupendrasinh Yadav) ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે

ગાંધીનગરઃ ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક 5 જૂનના રોજ યોજાયા બાદ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ પર છે, ત્યારે 11 જૂનના રોજ યાદવે કમલમ ખાતે સરકાર અને સંગઠન વચ્ચે બેઠક યોજી હતી, ત્યારબાદ 12 જૂનની વહેલી સવારથી જ ગાંધીનગર ખાતે સરકારી બંગલામાં સરકાર અને સંગઠનના આગેવાનો સાથે વન-ટુ-વન બેઠકનો દોર શરૂ થયો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022 માં ગુજરાત, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ જેવા રાજ્યોમાં આવનારી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ચર્ચા થઈ હતી. તે અંતર્ગત હવે ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ગુજરાતમાં પણ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે આજે વિધાનસભા સંકુલમાં ભાજપના તમામ ધારાસભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં CM વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત તમામ નેતાઓ હાજર રહેશે.

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ, મંગળવારે ભાજપની બેઠક, આપ 182 ઉમેદવાર ઉભા રાખશે, કૉંગ્રેસ જાહેર કરશે નવા પ્રદેશ પ્રમુખ

આવનારા વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે મતદારોનો મિજાજ કેવો છે અને લોકો કઈ તરફ વિચારી રહ્યા છે તેનું સંકલન અને આયોજન કરવા બાબતે ગુજરાતના ભાજપ પ્રભારી યાદવ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ પર છે, ત્યારે આજે બીજા દિવસે યાદવે સંગઠનના અને સરદારના અમુક આગેવાનો સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી.

ગુજરાતમાં મુખ્ય પ્રધાનના તરીકે નવા ચહેરા કોણ ??

મળતી માહિતી પ્રમાણે વિધાનસભા 2022ની ચૂંટણીમાં નવા મુખ્ય પ્રધાનના ચહેરા સાથે વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે, ત્યારે 2022માં ગુજરાતમાં ભાજપમાંથી મુખ્યપ્રધાન તરીકે કોણ તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે કે, જ્યારે 2022માં ઓબીસીમાંથી રાજ્યના મુખ્યપ્રધાન આવે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આજે ખોડલધામ ખાતે પાટીદાર સમાજના આગેવાનોએ પણ બેઠાક યોજી છે અને પાટીદાર ચહેરાને મુખ્ય પ્રધાન તરીકે દર્શાવવામાં આવે તેવી પણ ભવિષ્યમાં માગ ઉઠે તો નવાઈ નહિ

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: આમ આદમી પાર્ટી 182 સીટ પર લડશે ચૂંટણી: અરવિંદ કેજરીવાલ

15 જૂનના રોજ યોજાશે ભાજપ ધારાસભ્યોની બેઠક

એક બાજુ ભાજપ રાષ્ટ્રીય કારોબારીની બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે, ત્યારે આજ રોજ ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે અગાઉ પણ જણાવ્યું હતું કે, આ બેઠક સમય અંતરે મળતી બેઠક છે, ત્યારે વર્ષ 2022ની ચૂંટણીની તૈયારી પણ ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે આજે 15 જૂનના રોજ યોજાનારી બેઠક પણ મહત્વની સાબિત થશે. જ્યારે કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે રાજ્ય સરકારે એક્શન પ્લાન બનાવ્યો છે. તે બાબતે પણ બેઠકમાં ધારાસભ્યોને માહિતગાર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.