ETV Bharat / state

યાત્રાળુની સુવિધામાં વધારો કરવા ફોરેસ્ટ વિભાગ ગીરનાર પર્વત પર જગ્યા ફાળવશે - મુખ્યપ્રધાન વિજય રૂપાણી

ગાંધીનગર: ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાના મંદિર પર હજારો શ્રદ્ધાળુઓ વર્ષ દરમિયાન આવતા હોય છે. ત્યારે આ પ્રવાસીઓની સુવિધામાં વધારો થાય તે માટે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રવાસીઓની સુવિધા વધે તે માટે જંગલ ખાતા દ્વારા યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગિરનારના અંબાજી મંદિરની પાસે 0.2785 હેક્ટર જમીન આપવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે સેન્ટ્રલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફની મંજૂરી માટે દરખાસ્ત મોકલવાની કવાયત શરૂ કરી દીધી છે.

યાત્રાળુની સુવિધામાં વધારો કરવા ફોરેસ્ટ વિભાગ ગીરનાર પર્વત પર જગ્યા ફાળવશે
author img

By

Published : Sep 5, 2019, 11:08 PM IST

દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ જુનાગઢના ગિરનારને સુવિધા સંપન્ન બનાવવાનું સપનું જોયું છે. ત્યારે આ બધું હવે તૈયાર થવાની દિશામાં જ છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટ ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં પૂર્ણ થઈ જશે એવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. ત્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ યાત્રાળુઓની સંખ્યામાં વધારો થશે. આ યાત્રાળુઓને સારી સુવિધાઓ મળી રહે જેવી કે શૌચાલયની સુવિધા, રેસ્ટ હાઉસની સુવિધા તથા યાત્રાળુઓના ધસારાને અનુલક્ષીને પીવાના પાણીની તમામ પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે જંગલની જમીનનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે આજે ખાસ બેઠક યોજીને રાજ્યના ફોરેસ્ટ વિભાગ દ્વારા અંબાજી મંદિરની પાસે આવેલ 0.2785 હેક્ટર જમીન આપવાનો સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવ્યો છે.

આ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગિરનાર રોપ-વેની હાલ ચાલી રહેલી કામગીરી આગામી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થતાં હવે યાત્રિકો માટે રોપ-વે શરૂ થઇ જશે. જેના પરિણામે અંબાજી પર યાત્રીઓનો ધસારો વધશે. તેમની સુવિધા માટે પીવાના પાણીની શૌચાલયની અને સુરક્ષા માટે ફેંન્સીંગ તથા વિશ્રામ માટે ચોકની સગવડોની જરૂરિયાત ઊભી થવાની છે, ત્યારે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ માટે કુલ રૂપિયા 7 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તે પૈકી પ્રારંભિક તબક્કે રૂપિયા ૪ કરોડ જેવી રકમ યાત્રાળુઓની સુવિધાના કામો માટે કરવામાં આવશે. જ્યારે મહત્વની વાત એ છે કે, આ તમામ વિકાસ કાર્યોમાં એક પણ વૃક્ષનું નિકંદન કરવામાં નહીં આવે. રૂપાણીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથેના પ્રવાસન આકર્ષણમાં જંગલ સફારીની ૮૦ ટકા કામગીરી વનવિભાગે પૂર્ણ કરી દીધી છે.

Intro:APPROVED BY PANCHAL SIR..

જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાના મંદિર પર હજારો શ્રદ્ધાળુઓ વર્ષ દરમિયાન આવતા હોય છે ત્યારે આ પ્રવાસીઓની સુવિધા માં વધારો થાય તે માટે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ની અધ્યક્ષતામાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રવાસીઓની સુવિધા વધે તે માટે જંગલ ખાતા દ્વારા યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગીરનારના અંબાજી મંદિર ની પાસે 0.2785 હેક્ટર જમીન આપવામાં આવશે આ માટે રાજ્ય સરકારે સેન્ટ્રલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફ ની મંજૂરી માટે દરખાસ્ત મોકલવાની કવાયત પણ શરૂ કરી દીધી છે.

Body:ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ જુનાગઢ ના ગિરનાર પર વધુ ફેર બનાવવાનું સપનું જોયું છે ત્યારે આ બધું હવે તૈયાર થવાની દિશામાં જ છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટ ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં પૂર્ણ થઈ જશે એવું પણ અનુમાન લગાવ્યું છે ત્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મુસાફરોની સંખ્યામાં યાત્રાળુઓની સંખ્યામાં વધારો થશે ત્યારે યાત્રાળુઓને સારી સુવિધાઓ મળી રહે જેવી કે શૌચાલયની સુવિધા રેસ્ટ હાઉસ ની સુવિધા તથા યાત્રાળુઓના ધસારાને અનુલક્ષી પીવાના પાણીની આમ તમામ પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે જંગલની જમીન નો ઉપયોગ કરવામાં આવશે આ માટે આજે ખાસ બેઠક યોજીને રાજ્યના ફોરેસ્ટ વિભાગ દ્વારા અંબાજી મંદિર ની પાસે આવેલ 0.2785 હેક્ટર જમીન આપવાનો સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવ્યો છે.

આ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગિરનાર રોપ-વેની હાલ ચાલી રહેલી કામગીરી આગામી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થતા હવે યાત્રિકો માટે શરૂ થશે આના પરિણામે અંબાજી ટુ પર યાત્રીઓનો ધસારો વધશે અને તેમની સુવિધા માટે પીવાના પાણીની સૌચાલય ની અને સુરક્ષા માટે ફેન્સીંગ તથા વિશ્રામ માટે ચોકની સગવડોની જરૂરિયાત ઊભી થવાની છે ત્યારે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ માટે કુલ રૂપિયા 7 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, તે પૈકી પ્રારંભિક તબક્કે રૂપિયા ૪ કરોડ જેવી રકમ ના યાત્રાળુઓ સુવિધાના કામો માટે 0.2785 હેકટર જમીનનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે મહત્વની વાત એ છે કે આ તમામ વિકાસ કાર્યોમાં એક પણ વૃક્ષ નું નિકંદન નહીં કરવામાં આવે.

Conclusion: રૂપાણીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથેના પ્રવાસન આકર્ષણ માં જંગલ સફારીની ૮૦ ટકા કામગીરી વનવિભાગે પૂર્ણ કરી દીધી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.