ETV Bharat / state

વિધાનસભા ગૃહમાં મહેસૂલ વિભાગની માંગણી સ્વીકારાઇ, જુઓ શું છે માગ અને આયોજન

author img

By

Published : Mar 18, 2020, 7:28 PM IST

વિધાનસભા ગૃહમાં હાજર મહેસૂલ વિભાગની વધારાની માગણી અને કામકાજ પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિધાનસભાના સભ્યોએ મહેસૂલ વિભાગની કામગીરી ઉપર અનેક પ્રશ્નો પણ કર્યા હતા.

Etv Bharat, Gujarati News, Gujarat Vidhansabha
વિધાનસભા ગૃહમાં મહેસુલ વિભાગની માગણી સ્વીકારાઇ

ગાંધીનગર : વિધાનસભા ગૃહમાં હાજર મહેસૂલ વિભાગની વધારાની માગણી અને કામકાજ પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિધાનસભાના સભ્યોએ મહેસૂલ વિભાગની કામગીરી ઉપર અનેક પ્રશ્નો પણ કર્યા હતા. જ્યારે મહેસૂલ વિભાગની કામગીરી સરળ બને તે માટે અનેક રજૂઆતો પણ કરવામાં આવી હતી, ત્યારબાદ રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે પોતાની માગણીને લઈને સમગ્ર પ્રોજેક્ટ વિગતવાર ચર્ચા કરી હતી. મહેસૂલ વિભાગમાં કયા પ્રકારના અને કેવી રીતના ફેરફાર થઇ રહ્યા છે તે અંગે વિગતવાર જાણકારી આપી હતી.

  • • વર્ષ 2017-18માં બજેટ રૂ. 3000 કરોડ

    • વર્ષ 2020-21માં બજેટ રૂ. 4472 કરોડ

    • અગત્યના વિભાગો પૈકીનું સૌથી મહત્વનું અને મધર ડીપાર્ટમેન્ટ

    • જમીન મહેસૂલ વહીવટની પધ્ધતિમાં 16મી સદીમાં ટોડરમલે પધ્ધતિસરના સુધારા કર્યા.

    • સને 1913માં ઈન્ડિયન સિવીલ સર્વિસના અધિકારી એન્ડરસને નવેસરથી મહેસૂલી હિસાબ નિયમ સંગ્રહ તૈયાર કર્યો.

    • જેમાં, ગામના 18 નમૂના, તાલુકાના 23 નમૂના અને જિલ્લાના 7 નમૂના તૈયાર કરવામાં આવ્યાં.

    • હાલમાં પણ એજ નમૂના જેવા કે ગામ નમૂના નં. 6, 7/12, 8-અ આટલા વર્ષો બાદ પણ સુધારા સાથે ઉપયોગમાં લેવામાં આવે છે.

    • મોટો વ્યાપ

    • કોઈ બાબત ગામના સરપંચથી લઈ રાજ્યના સી.એમ. અને તલાટીથી લઈ ચીફ સેક્રેટરી સુધી જતી હોય છે.

    • પહેલા રેકર્ડ માટે તુમાર શબ્દ વપરાતો હતો. જેનું સ્થાન હવે ફાઈલે લીધુ.

    રીફોર્મસ

    • પોલીસી રીફોર્મ્સ.

    • પ્રોસીજર રીફોર્મ્સ (કાર્ય પધ્ધતિમાં રીફોર્મ્સ)

    • પેપર વર્ક રીફોર્મ્સ.

    • હ્યુમન રીસોર્સ એટલે કે, માનવ ઘનમાં રીફોર્મ્સ

    ટેકનોલોજી

    • અમારી સરકારે નાગરિક લગતી સેવાઓ અને વહીવટી કામગીરીમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર ફોક્સ કર્યું.

    • જમીનને લગતા મૂળભૂત અને સૌથી જરૂરી પુરાવા એવા

    • ગામ નમૂના નં. 7/12ના 8 કરોડ હસ્ત લીખીત ઉતારા ઓનલાઈન

    • 2.43 કરોડ હસ્ત લીખીત હક્કપત્રક (ગામ નમૂના નં. 6)ની નોંધો ઓનલાઈન

    • 10 લાખ મહેસૂલી કેસોની વિગતો ઓનલાઈન.

    ઓફ લાઈન

    • વર્ષો સુધી એન.એ. માટે 10 જેટલી કચેરીઓના અભિપ્રાયો મળ્યાં બાદ 17 ટેબલ પર અરજીની પ્રોસેસ થતી અને ત્યારબાદ બિનખેતીની પરવાનગી મહિનાઓ બાદ મળતી.

    ઓનલાઈન

    • બિનખેતી પરવાનગી મેળવવામાં સરળતા, ઝડપ અને પારદર્શકતા રહે તે હેતુથી ઓનલાઇન બિનખેતી પ્રક્રિયા સમગ્ર રાજ્યમા iORA વેબસાઈટ ઉપર ઓનલાઇન કરવામાં આવેલ છે.

    • ખેતી / બિનખેતીની પરવાનગી તથા પ્રિમિયમ, બિનખેતી કરાવેલ જમીનનો અન્ય હેતુ માટે ઉપયોગ, બોનાફાઈડ ઈન્ડસ્ટ્રિયલ પર્પઝ માટે બિનખેતી પરવાનગી, બોનાફાઈડ ઈન્ડસ્ટ્રિયલ પર્પઝ માટે ખેતીની જમીન ખરીદવાની પરવાનગી, ઈ-ધરામાં વારસાઈ નોંધ માટે અરજી જેવી 24 જેટલી સેવાઓ તબક્કાવાર ઓનલાઈન કરવામાં આવેલ છે.

    • ઓનલાઈન અરજીની સ્ક્રુટીની દરેક જિલ્લામાં પ્રિ-સ્ક્રુટીની ઓફીસર (PSO) દ્વારા કરવાની શરૂઆત કરવામાં આવી. જેના દ્વારા અરજીનો પ્રાથમિક સ્વીકાર/અસ્વીકાર તેમજ અરજીનો નિકાલ કરવાની ચેનલ તથા સમયમર્યાદા નક્કી કરવા તથા કેટલા અભિપ્રાયોની જરૂરીયાતો છે તે પ્રાથમિક તબક્કે જ સુનિશ્ચિત કરવાનું શક્ય બન્યું.

    IORA 2.0

    • મહેસૂલ વિભાગે આ કાર્યપધ્ધતિમાં પણ આમૂલ પરિવર્તન લાવીને iORA ના અમલીકરણના એક વર્ષ કરતા પણ ઓછા સમયગાળામાં સિસ્ટમને ફેસલેસ બનાવી સમગ્ર રાજ્યમાં iORA 2.0 દાખલ કર્યું.

    • 24 જેટલી સેવાઓ તબક્કાવાર ઓનલાઈન કરવામાં આવેલ સેવાઓ પૈકી 20 જેટલી સેવાઓને ફેસલેસ કરવામાં આવી છે.

    • એક જ અરજીથી પ્રિમિયમ અને બિનખેતી

    • ખેડૂત ખાતેદાર ખરાઈ ઓનલાઈન

    • 7/12 માં સુધારા હુકમ

    • એક જ ક્લિક પર – પહાણી પત્રક

    • 7/12

    • હક્કપત્રક નોંધો

    • જંત્રી

    • મહેસૂલ કેસની વિગત

    • સિવિલ કેસની વિગત

    • મિલ્કત વેરાની વિગત

    • દસ વર્ષના રજીસ્ટર્ડ દસ્તાવેજ

    • જેના કારણે મહેસૂલી રેકર્ડ ઓનલાઈન ઉપલબ્ધ થવાથી પારદર્શિતા અને વિશ્વસનિયતામાં વધારો થવાથી મહેસૂલી વ્યવહારો વધુ ચોખ્ખા અને પારદર્શક બન્યાં.

    • જિલ્લા વાઈઝ પ્રિ-સ્ક્રુટીની ઓફીસરની વ્યવસ્થામાં પરિવર્તન લાવી રાજ્યકક્ષાએ મહેસૂલ વિભાગની વડી કચેરીએ જ 8 PSO (પ્રિ-સ્ક્રુટીની ઓફીસર)ની નિમણુંક કરવામાં આવી.

    • હવે, સમગ્ર રાજ્યની મહેસૂલ વિભાગની તમામ ઓનલાઈન અરજીઓની પ્રિ-સ્ક્રુટીની આ નિમાયેલ 8 PSO દ્વારા થાય છે.

    • અરજદારને ખબર નથી હોતી કે કયા પ્રિ-સ્ક્રુટીની ઓફીસર દ્વારા તેઓની અરજીની ચકાસણી કરવામાં આવશે કે પ્રિ-સ્ક્રુટીની ઓફીસરને ખબર હોતી નથી કે કોઈ નિશ્ચિત અરજદાર કે જિલ્લાની અરજી તેઓ પાસે ચકાસણી અર્થે આવશે.

    ઈ-સ્ટેમ્પીંગ

    • રાજ્ય સરકારે તમામ પ્રકારના નોન જયુડીશીયલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ તા.1/12/2019 થી બંધ કરેલ છે.

    • પહેલાં રાજ્ય ભરમાં 474 ઈસ્ટેમ્પીંગ કેન્દ્રો અને 337 ફ્રેન્કીંગ કેન્દ્રો કાર્યરત હતા.

    • ઉપરોક્તમાં નવા 3700થી વધુ ઈસ્ટેમ્પીંગ કેન્દ્રો શરૂ કરવામાં મંજુરી આપવામાં આવેલ છે. જે પૈકી 2350 થી વધુ ઈ-સ્ટેમ્પીંગ કેન્દ્રો કાર્યરત થયેલ છે.

    • વિવિધ મંજુરીઓ માટે મહિનાઓ નિકળી જતાં હતાં તે પ્રક્રિયાને ગણતરીના દિવસોમાં મંજુરીઓ મળે તેવી પારદર્શક, ઝડપી, સરળ અને તટસ્થ પ્રક્રિયા બનાવી છે.

    • સી.એમ. ડેશ બોર્ડ, 3000 જેટલાં ઈન્ડીકેટર્સ

    • રેવન્યુ વિભાગે પણ આ રીતની વ્યવસ્થા ગોઠવી R.M. ડેસ્ક બનાવેલ છે.

    • RFMS (રેવન્યુ ફાઈલ મોનિટરિંગ સિસ્ટમ)

    • રાજ્યની તમામ મહેસૂલી કચેરીઓમાં RFMSથી જોડવામાં આવેલ છે. તમામ વિષયોની અરજીઓ ઓનલાઈન કરવામાં આવેલ છે.

    • વિષય પ્રમાણે, અધિકારી પ્રમાણે, દિવસો પ્રમાણે પેન્ડેન્સીનું મોનિટરિંગ અને નિકાલની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

    મહેસૂલી આવક

    • વહીવટની સાથે સાથે રાજ્ય સરકારની આવક માટે પણ મહેસૂલ વિભાગ ખૂબ અગત્યનો ડિપાર્ટમેન્ટ છે.

    • રાજ્યમાં મહેસૂલ વિભાગ આવકમાં GST પછી બીજા નંબરે છે. વર્ષ 2019-20માં મહેસૂલ વિભાગની કુલ આવકનો અંદાજ આશરે રૂ. 11,600/- કરોડ જેટલી છે. આગામી વર્ષ 2020-21માં રૂ. 12,060 કરોડનો અંદાજ સુચવેલ છે.

    • વર્ષ 2001 પહેલાં સ્ટેમ્પ ડ્યૂટીનો દર 10થી 14 ટકા હતો અને તે વખતે સ્ટેમ્પ ડ્યૂટીની કુલ આવક રૂ. 874 કરોડ હતી.

    • દેશના કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પંજાબ જેવા રાજ્યોમાં સ્ટેમ્પ ડ્યૂટીનો દર 5 ટકા કે તેથી વધારે છે. જ્યારે ગુજરાતમાં 4.9 ટકા જેટલો ઓછો છે.

    • મહિલાઓ મિલકતની ખરીદી કરે તો 1 ટકા રજીસ્ટ્રેશન ફી ની માફી આપવામાં આવે છે.

    • અત્યાર સુધીમાં 25 લાખ 19 હજારથી વધુ મહિલાઓને આ લાભ મળ્યો છે અને સરકારે રૂ. 1,602/- કરોડ જેટલી રકમનો મહિલાઓને લાભ આપ્યો.

    રી-સર્વે

    • રી-સર્વેની કામગીરીના ભાગરૂપે 18000થી વધુ ગામોના 1 કરોડ 20 લાખથી પણ વધારે સર્વે નંબરોના પ્રથમ તબક્કાની રી-સર્વેની કામગીરી કરવામાં આવેલ છે.

    • જે પૈકી 16 હજાર જેટલા ગામોના રેકર્ડ આખરી કરવાની તથા 12 હજાર જેટલા ગામોમાં પ્રમોલગેશન કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.

    • રી-સર્વેની કામગીરી જે તે ખાતેદારની હાજરીમાં કરવામાં આવે છે અને વાંધાના નિકાલ બાદ જ નવું રેકર્ડ તૈયાર કરવામાં આવે છે.

    • ગુજરાતની રી-સર્વેની કામગીરી અન્ય રાજ્ય માટે દાખલા રૂપ છે. 13 જેટલા રાજ્યોની ટીમે ગુજરાતની રી-સર્વેની કામગીરીનો અભ્યાસ કરવા મુલાકાત લીધી છે.

    • હાલના કબજેદારને ખેતરનો નકશો બાંધમાપ સહિત ગામ નમૂના નં.7/12ના ઉતારામાં મળશે. 7/12ના ઉતારામાં જમીનના આકારનું ચિત્ર પણ આવે છે.

    સૂચિત સોસાયટી

    • કાયદાકીય જરૂરી હોય તેવી મંજુરીઓ (બિનખેતી પરવાનગી વગેરે) લીધા વિના ખાનગી જમીનો પર રહેણાંક અને ઔદ્યોગિક હેતુથી કરવામાં આવેલ વિકાસ, ફેરફારના રજીસ્ટરમાં અને હક્કપત્રકમાં જમીન ધારણ વગેરે અંગેની ખરેખરી સ્થિતિ નહી દર્શાવાને કારણે જમીન પરના અપૂર્ણ હક્ક, માલિકી હક્ક, હિત સંબંધના અનેક પ્રશ્નો ધ્યાન પર આવેલ.

    • આવા પરિવર્તનીય વિસ્તારો (સૂચિત સોસાયટીઓ)ના સામાન્ય લોકોને પોતાના હક્ક/હિતો રેકર્ડ પર નોંધવા માટે પડતી સમસ્યા જેવી કે, માંડવાળ ફી અને અન્ય રકમો ભરપાઈ કરવાની મુદત 90 દિવસથી વધારીને 365 દિવસ કરવામાં આવી તેમજ એક જ હપ્તામાં રકમ ભરવાને બદલે માંડવાળ ફી સહિતની રકમ ભરવા મિલકતધારકોને ૪ (ચાર) સરખા સરળ હપ્તા ભરવાની સવલત

    • 675 જેટલી સોસાયટીઓમાં 62,200 જેટલા વધુ મકાનને મંજુરી આપી છે.

    રાહત કામગીરી

    • મહેસૂલ વિભાગની દ્રષ્ટિએ સંવેદનશીલ સરકાર અછત, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ – આવા કુદરતી આફતોના સમયમાં ખેડૂતોના પાકને થતું નુકશાન, જમીનને થતું નુકશાન, ઈનપુટને થતું નુકશાન અને મુંગા પશુઓને સહાય માટે ભારત સરકારના NDRFના ધોરણો કરતાં રાજ્ય સરકારે સંવેદનશીલતા સાથે પોતાના ફંડમાંથી કરોડો રૂપિયાની સહાય કરી છે.

    • પશુધન બચાવવા માટે આ વર્ષની અછતમાં 14 કરોડ કિ.ગ્રા. ઘાસનું વિતરણ કરવામાં આવ્યું.

    • 545 જેટલાં કેટલ કેમ્પ તેમજ 514 જેટલાં પાંજરાપોળ / ગૌ શાળામાં કુલ 5.70 લાખ થી વધુ પશુઓનો નિભાવ માટે રૂ. 432 કરોડથી વધુની સહાય.

    • અછતમાં 96 જેટલા તાલુકાઓના 17 લાખથી વધુ ખેડૂતોને રૂપિયા 1631 કરોડની સહાય ચુકવવામાં આવી છે.

    • એજ રીતે અતિવૃષ્ટિમાં પણ જે-જે ખેડૂતોને નુકશાન થયું છે તેઓને રાજ્ય સરકારે તેમને પણ પોતાના બજેટમાંથી કરોડો રૂપિયાની સહાય કરી છે.

    • કમોસમી વરસાદમાં રાજ્યના 32 લાખ જેટલાં ખેડૂતોને રૂ. 2154 કરોડથી વધુની સહાય ચુકવવામાં આવેલ છે.

    • તાજેતરમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તીડથી થયેલ નુકશાન માટે 10 હજાર જેટલાં ખેડૂતોને રૂ. 19 કરોડથી જેટલી પાક સહાય આપવામાં આવી.

    • રાજ્યના સમતોલ અને સમાવેશ વિકાસને સ્પર્શતા ઈન્ફ્રાસ્ટ્રકચર, હેલ્થ, એજ્યુકેશન, ઈન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સપોર્ટ, ક્લીન એનર્જી સહિતના સેકટર્સ માટે સરકારી જમીન ફાળવેલ છે.

    ક્રમ પ્રોજેક્ટ જમીન

    1. રાજકોટ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ 103.3 લાખ ચો.મી.

    2. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ 8.09 લાખ ચો.મી.

    3. ડીસેલીનેશન પ્લાન્ટ 9.23 લાખ ચો.મી.

    4. વડોદરા રેલ્વે યુનિવર્સિટી 3.13 લાખ ચો.મી.

    5. આવાસ યોજનાઓ માટે 4.26 લાખ ચો.મી.

    6. નેશનલ મેરીટાઈમ હેરીટેઝ કોમ્પ્લેક્ષ-લોથલ 15.12 લાખ ચો.મી.

    7. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્કીલ્સ 80.93 હજાર ચો.મી.

    પોલિસી મેટર

    • રિન્યુએબલ એનર્જી જનરેશન પ્રોજેક્ટના વિકાસ માટે ખાનગી ક્ષેત્રોની સહભાગિતાને ઉત્તેજન આપવા માટે રિન્યુએબલ એનર્જી પોલીસી

    • રાજ્યમા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તેની વસાહતો વિકસે અને રોજગારીનુ પ્રમાણ વધે તે હેતુથી ગુજરાત ઔદ્યોગીક વિકાસ નિગમને ઔદ્યોગીક હેતુ માટે જમીન ફાળવવા બાબતે કિંમતમા રાહત આપવાની પોલીસી.

    • મત્સ્ય ઉછેરને પ્રોત્સાહન આપવા માટે ભાભરાપાણીમાં મત્સ્ય ઉછેર માટે દરિયાકાંઠાની જમીનો ભાડાપટ્ટે આપવા પોલીસી.

    • શૈક્ષણિક સંસ્થાઓને રમત ગમતના મેદાન માટે ફાળવેલ તમામ જમીનનો ભાડાપટ્ટો રીન્યુ કરવા માટે પોલીસી.

    • ધ રાઈટ ઓફ પર્સન વીથ ડીસેબીલીટી એક્ટ 2016 ની કલમ-37 (એ) ધ્યાને લઇ, વિકલાંગ વ્યક્તિને ૫% સુધીની ખેતીની જમીન ફાળવવા અગ્રતા રાખવાની તેમાં પણ વિકલાંગ મહિલાને જમીન ફાળવવા પ્રથમ મંજૂરી આપવાની જોગવાઇ કરેલ છે.

    • રાજ્યમાં ઉદ્યોગોના ઝડપી વિકાસ માટે અને ઈઝ ઓફ ડુંઈગને પ્રોત્સાહન આપતા (1) લોજીસ્ટીક (2) આઈ.ટી. અને આઈ.ટી. એનેબલ્ડ સર્વિસીઝ (3) માઈનીંગ સેકટર તેમજ (4) એ.પી.એમ.સી.-ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિને બોનાફાઈડ ઉદ્યોગનો દરજ્જો અપાયો :

    • મીઠા અને મીઠા આધારીત ઉત્પાદનો માટે સરકારી પડતર જમીન ભાડાપટ્ટે ફાળવવા તમામ પ્રવર્તમાન ઠરાવો સંકલિત કરી સંકલિત ઠરાવ અમલમા મુકવામા આવેલ છે.

    • પાંજરાપોળો, અબોલ પશુઓ માટે વધુમાં વધુ ઘાસચારો ઉગાડી શકે તેમજ જીવદયાની પ્રવૃત્તિ સારી રીતે કરી શકે તે માટે ટોચ મર્યાદા કરતાં વધારાની જમીન ધારણ કરી શકે તે માટે ખેત જમીન ટોચ મર્યાદા ધારો 1960ની કલમમાં સુધારો કર્યો.

    મહેકમ સબંધી નિર્ણયો

    • મહેસુલી સેવાઓ સુદ્રઢ બનાવવા તથા તંત્રને વધુ વેગવંતુ બનાવવાના હેસુસર વિભાગ હેઠળના વિવિધ સંવર્ગો નાયબ કલેકટર, મામલતદાર, ડી.આઈ.એલ.આર., નાયબ મામલતદાર, સિનિ. સર્વેયર, સર્વેયર, બિન સચિવાલય કારકૂન સીધી ભરતીથી 3647 જેટલાં અધિકારી/કર્મચારીઓની વર્ષ 2017-19 માં નિમણૂંક કરી છે.

    • છેલ્લા 3 વર્ષમાં મહેસૂલી સંવર્ગના વર્ગ-1 થી 3ના 98 જેટલાં અધિકારી/કર્મચારીઓને વિવિધ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી.

    “આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી સેલ)”

    • સમગ્ર રાજ્યમાં 251 તાલુકામાં તથા જિલ્લા મથકે એમ કુલ આશરે 332 જેટલા જનસેવા કેન્દ્રો પરથી 283 જેટલી સેવાઓ પુરી પાડવામાં આવે છે. જેમાં 40 જેટલી વન ડે સર્વિસ તથા 48 જેટલી ઓનલાઇન સર્વિસનો સમાવેશ થાય છે.

    • છેલ્લા 4 વર્ષમાં ડિજીટલ ગુજરાત પોર્ટલ થકી 3 કરોડથી વધુ અરજીઓનો સ્વીકાર કરીને હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે.

    મહત્વની નવી સેવાઓ.

    • મહેસૂલ વિભાગ દ્વારા iORA 2.0 મારફત ફેશલેસ સિસ્ટમને આગળ ધપાવવા માટે વધુ 4 પ્રિ-સ્ક્રુટીની ઓફિસર સહિત કુલ 70 કર્મચારી/અધિકારીના મહેકમ માટે રૂ. 338 લાખની નવી સેવા રજૂ કરવામાં આવેલ છે.

    • ખેતીની જમીન માપણી આધુનિક રીતે તેમજ વિવાદ રહિત થાય તે માટે કુલ 108 ડી.જી.પી.એસ. (ડીફરન્શીયલ ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમ) માટે રૂ. 27 કરોડની નવી સેવા રજુ કરવામાં આવેલ છે.

    • નગરપાલિકા વિસ્તારમાં જમીન માપણી આધુનિક રીતે તેમજ વિવાદ રહિત માપણી કરાવવા માટે ઈ.ટી.એસ. (ઈલેક્ટ્રોનિક ટોટલ સ્ટેશન) મશીનની ખરીદી માટે રૂ. 12.80 કરોડની નવી સેવા રજુ કરવામાં આવેલ છે.

    • 10 સબ-રજીસ્ટ્રાર કચેરીઓને મોડેલ કચેરીઓ બનાવવા માટે અને હાલની 16 જેટલી કચેરીઓ અપગ્રેડ કરવા માટે રૂ. 15 કરોડની નવી સેવા રજુ કરવામાં આવેલ છે.

    • મહેસાણા તેમજ આણંદ જિલ્લામાં નવી કલેકટર કચેરીના બાંધકામ માટે રૂ. 10.45 કરોડ, સાબરમતી મામલતદાર કચેરીના બાંધકામ માટે રૂ. 4.79 કરોડ તથા દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકા મામલતદાર કચેરીના બાંધકામ માટે રૂ. 1.80 કરોડની નવી સેવા રજુ કરવામાં આવેલ છે.

    • જનસેવા કેન્દ્રો દ્વારા ડીઝીટલ ગુજરાત પોર્ટલ મારફત 283 જેટલી સેવાઓનું વિતરણ કરવા સારૂ રાજ્યમાં આવેલ તમામ કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રોનું આધુનિકરણ કરવા સારૂ રૂ. 18 કરોડની નવી સેવા રજુ કરવામાં આવેલ છેConclusion:ગૌચર

    • ગૌચરની જમીનો સાર્વજનિક હેતુઓ માટે ફાળવવામાં આવે છે, પરંતુ તેટલી જ જમીન પરત મેળવી ગૌચર હેડે નીમ કરવામાં આવે છે અર્થાત્ ગૌચર ક્યારેય ઓછું થતું નથી. વધુમાં, છેલ્લા 10 વર્ષમાં સરકારે રાજ્યમાં 12 કરોડ 73 લાખ ચો.મી. ગૌચરનો વધારો થયેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.