ગાંધીનગર: સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સેકટર-2મા રહેતા અને આણંદ-નડિયાદમાં ડેઈલી પાર્સલ સર્વિસ આપતાં 43 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. ખાનગી કંપનીમાં કમ્પ્યૂટર ઓપરેટર તરીકે કામ કરતાં સેક્ટર-24ના 29 વર્ષીય યુવકને કોરોના સંક્રમણ થતાં તેને ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયો છે. સેક્ટર-17માં રહેતા અને અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 53 વર્ષીય આધેડ કોરોના સંક્રમિત થયા હોવાથી તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે.
લાલ દરવાજા બહુમાળી ભવન ખાતે કોર્ટમાં ફરજ બજાવતા સેક્ટર-17ના 58 વર્ષીય પુરુષ અને 55 વર્ષીય મહિલા કોરોનામાં સપડાયા છે. અમદાવાદ નારણપુરા ખાતે યસ બેંકના મેનેજર અને સેક્ટર-2 ખાતે રહેતા 31 વર્ષીય યુવક કોરોનાગ્રસ્ત થતાં તેમને ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા છે. સેક્ટર-5ના 19 વર્ષીય વિદ્યાર્થી, સેક્ટર-25ના 21 વર્ષીય વિદ્યાર્થી કોરોનામાં સપડાતાં તેમને ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા છે. રાયસણ ખાતે ગુજરાત ડિઝાસ્ટર ઓથોરિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને સેક્ટર-22માં રહેતા 36 વર્ષીય યુવક કોરોનાગ્રસ્ત થતાં તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. ઉદ્યોગભવન ખાતે આવેલી ગુડા કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય યુવક અને 13 વર્ષીય વિદ્યાર્થિની કોરોનાગ્રસ્ત થયા છે. તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. પાટનગરમાં અત્યાર સુધી કોરોના વાઇરસે 532 વ્યક્તિને સંક્રમિત કર્યા છે.
કલોલના 56 વર્ષના દર્દીનું ગાંધીનગર સિવિલમાં મોત થયું છે. ગાંધીનગર તાલુકામાં કોરોના સંક્રમણ ઉપર તંત્ર કાબુ મેળવવામાં નિષ્ફળ રહ્યું છે, વધુ 8 વ્યક્તિ પોઝિટિવ નોંધાઇ છે. તેમાં મોટી આદરજ ગામમાં 35 વર્ષનો યુવાન, રાંધેજા ગામમાં 79 અને 45 વર્ષના પુરૂષ, કુડાસણમાં 58 વર્ષના પુરૂષ અને 28 વર્ષની યુવતી, સરગાસણમાં 56 અને 48 વર્ષના બે પુરૂષ તેમજ પેથાપુરમાં 44 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે બુધવારે દહેગામ શહેરમાં માત્ર એક જ કેસ 55 વર્ષના પુરૂષનો નોંધાયો છે.
માણસા તાલુકાના ઇન્દ્રપુરા ગામમાં 32 વર્ષનો યુવાન, ખરણા ગામમાં 57 વર્ષના પુરૂષ અને શહેરમાં 26 વર્ષના યુવાનનો પોઝિટિવ કેસમાં સમાવેશ થાય છે. જ્યારે કલોલ તાલુકામાં 4 પુરૂષ કોરોનાથી સંક્રમિત થતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમાં બોરીસણામાં 58 વર્ષ, પલોડિયામાં 51 વર્ષ અને અર્બનમાં 63 અને 29 વર્ષના પુરૂષ દર્દીનો સમાવેશ થાય છે. કલોલના 56 વર્ષના દર્દીનું ગાંધીનગર સિવિલમાં મોત થયુ છે. ગ્રામ્યમાં દર્દીઓના મોતની સંખ્યા 45 થઇ છે. શહેર વિસ્તારના 13 મળી કુલ 58 દર્દીના મોત થઇ ચૂક્યા છે. પાટનગરમાં 522 સહિત જિલ્લામાં પોઝિટિવ કેસનો આંકડો 1662 થયો છે.