ETV Bharat / state

મુખ્યપ્રધાને વરસાદથી પ્રભાવિત જિલ્લાની સ્થિતીનો તાગ મેળવ્યો

author img

By

Published : Jul 13, 2022, 5:38 PM IST

ગુજરાતમાં પડેલા ભારે વરસાદના પગલે (Monsoon Gujarat 2022)મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રભાવિત વિસ્તારોની હવાઈ સમિક્ષા કરી હતી. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાંચ જિલ્લાઓની વરસાદી સ્થિતીનું આકલન સી.એમ. ડેશબોર્ડ દ્વારા કર્યુ હતું. પ્રભાવીત લોકોના સ્થળાંતર તથા તેમને આશ્રય સ્થાનોમાં અપાતી સુવિધાઓ અંગે પણ જાણકારી મેળવી હતી.

મુખ્યપ્રધાને વરસાદથી પ્રભાવિત જિલ્લાની સ્થિતીનો તાગ સીએમ ડેસ્કબોર્ડના માધ્યમથી મેળવ્યો

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 4 દિવસથી વરસાદ તોફાની બેટિંગ (Monsoon Gujarat 2022)કરી રહ્યો છે. આજે રાજ્યના હવામાન વિભાગ દ્વારા જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વસલાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે સીએમ ડેસ્ક બોર્ડ(CM Desk Board)પર અન્ય જિલ્લામાં વરસેલા વરસાદને કારણે ઊભી થયેલી વિકટ સ્થિતીની( heavy rains in Gujarat)સંપૂર્ણ વિગતો આ જિલ્લાના કલેકટરો (Gujarat Rain Update)પાસેથી મેળવી હતી.

આશ્રય સ્થાનોની સમીક્ષા - ગઇકાલે વરસાદ પ્રભાવિત નર્મદા, નવસારી અને છોટાઉદેપુર જિલ્લાની જાત મુલાકાત લીધા બાદ આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)પાંચ જિલ્લાઓની વરસાદી સ્થિતીનું આકલન સી.એમ. ડેશબોર્ડ દ્વારા કર્યુ હતું. આ જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારના અને કાચા મકાનો-ઝૂંપડાઓમાં રહેતા લોકોના સલામત સ્થળે સ્થળાંતર તથા તેમને આશ્રય સ્થાનોમાં અપાતી સુવિધાઓ અંગે પણ જાણકારી મેળવી હતી. જે માર્ગ પર કે કોઝ વે પર વધુ પાણી વહેતું હોય, તળાવ છલકાયા હોય, નાના ડેમ છલકાયા હોય અને પાણી માર્ગો પર વહેતું હોય તો(monsoon 2022 in gujarat)કોઇ વ્યક્તિ કે વાહનો ત્યાં જાય નહીં તે માટે આવા માર્ગો અવર જવર માટે બંધ કરવા જરૂર જણાય તો પોલીસ તંત્રની મદદ લેવા પણ સુચના આપી હતી.

આ પણ વાંચોઃ એકસાથે આટલા પશુઓના થયા મૃત્યુ ! આગાહીને પગલે SDRF - NDRFની ટીમ તૈનાત

સાતર્કતા રાખવાની સૂચના - મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે માનવ જીવન અમૂલ્ય છે ત્યારે વરસાદને કારણે જાન માલને ઓછામા ઓછું નુકસાન થાય અને જાનહાનિ ના થાય તેવી સતર્કતા સાથે સલામતિના જરૂરી પગલા લેવા પણ તેમણે સુચનાઓ આપી હતી. વરસાદ અસરગ્રસ્ત જિલ્લાના વહિવટીતંત્ર વાહકોને આશ્રય સ્થાનોમાં રહેલા લોકોને પૂરતી ભોજન સુવિધા અને અન્ય જરૂરી સગવડ મળે તે સુનિશ્ચિત કરવા પણ તાકીદ કરી હતી.

આ પણ વાંચોઃ આ શહેરના લોકોએ હવે વરસાદમાં નહીં થવું પડે હેરાન, પ્રભારી મંત્રીએ આપી સૂચના

રાજ્ય સરકાર સાથે સતત સંકલન રાખવા જણાવ્યું - નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદી પાણી ઓસરે કે તુરત જ માર્ગોની આડશો દુર કરી ખુલ્લા કરવા, ઉપરાંત સાફ સફાઈ માટે પણ સૂચના આપી હતી. જ્યારે સીએમ ભુપેન્દ્ર પટેલે આ જિલ્લાના કલેકટરોઓને કોઈ પણ વધુ અને તાકીદની મદદ માટે રાજ્ય સરકાર સાથે સતત સંકલન રાખવા પણ જણાવ્યું હતું. આ પાંચ જિલ્લાના જિલ્લા વહિવટી તંત્રોને બચાવ-રાહત કામગીરી, વીજ પુરવઠો, પાણી પુરવઠો, આરોગ્ય સેવાઓની કામગીરી તેમજ NDRF, SDRF ની ટુકડીઓનું જરૂરી સંકલન સાધવા પણ સુચન આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.