ગાંધીનગર : કોરોનાનો કેર ગુજરાતમાં વધી રહ્યો છે, તંત્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યું છે તેમ છતાં પણ હજુ સુધી કોરોના પોઝિટિવના આંક વધતાં જઇ રહ્યાં છે જેથી આજ સવારથી સોસિઅલ મીડિયામાં ગુજરાતના મુખ્યપ્રધાન બદલાઈ રહ્યાં છે. રૂપાણી જાય છે, મનસુખ માંડવીયા હવે નવા સીએમ તેવી વાતો વહેતી થઈ હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સવારેથી બપોર સુધી મનસુખ માંડવિયાની ઓફિસે અફવાને લઈને 100થી વધુ ફોન આવ્યાં હતાં, જ્યારે સીએમ તરીકે મનસુખ માંડવીયાએ હાઈ કમાન્ડ દ્વારા બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું હોવાની અફવા વહેતી થઈ હતી. આજ સવારથી જ જે રીતની અફવા ફેલાઈ રાહી હતી જેને ધ્યાનમાં લઈને જ કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયાએ ટ્વીટ કરીને જાહેર કર્યું હતું કે આજે માનવતા કોરોના સામે લડાઈ લડી રહી છે અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીના નેતૃત્વ હેઠળ મક્કમતાપૂર્વક લડાઈ લડી રહ્યું છે. ત્યારે નેતૃત્વ પરિવર્તનની અફવાઓ ફેલાવવી એ ગુજરાતના હિતોને નુકસાન કરવાનું કૃત્ય છે. નાગરિકોને વિનંતી કે કોરોનાની સાથે અફવાથી પણ બચે.