ETV Bharat / state

વર્ષ 2024 થશે પૂર્ણ, ત્યારે આ વર્ષે આ 10 વિવાદોને લઇને AMC રહી ચર્ચામાં

વર્ષ 2024 નું વર્ષ પૂર્ણ થવાને આરે છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2024માં આ 10 ઘટનાઓને લઈને વિવાદમાં રહી હતી.

વર્ષ 2024 થશે પૂર્ણ, ત્યારે આ વર્ષે આ 10 વિવાદોને લઇને AMC રહી ચર્ચામાં
વર્ષ 2024 થશે પૂર્ણ, ત્યારે આ વર્ષે આ 10 વિવાદોને લઇને AMC રહી ચર્ચામાં (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 11 hours ago

અમદાવાદ: વર્ષ 2024 નું વર્ષ પૂર્ણ થવાને આરે છે. ત્યારે આ વર્ષે ઘણી બધી સારી ખરાબ ઘટનાઓ બની છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2024માં આ 10 ઘટનાઓને લઈને વિવાદમાં રહી હતી. જેમાં AMC પર અનેક આક્ષેપો પણ થયા, કેટલાક નિર્ણયોની નિંદા પણ થઇ છે, કઇ હતી એ ઘટના એ જાણો.

AMC ની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા વોક આઉટ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પર સીધા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા. વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું કે, AMC દ્વારા ચોમાસા પહેલા કરોડોના ખર્ચે પ્રિ-મોન્સુન એક્ટિવિટી કરવામાં આવે છે. પરંતુ કમનસીબે શહેરમા પાણી ન ભરાય તે માટે કોર્પોરેશન દ્વારા વપરાતા કરોડો રુપિયા ચોમાસા બાદ ભરાયેલા પાણીના લીધે પાણીમાં જ જતા હોય તેવું લાગી રહ્યું છે. આમ કૉર્પોરેશન દ્વારા કરાયેલ પ્રિ-મોન્સુન એક્ટિવિટી વિશે વાત કરવામાં આવી. ત્યારે સત્તા પક્ષના સભ્યો દ્વારા આ ચર્ચામાં ભાગ ન લેતા કોંગ્રેસ પક્ષ દ્વારા સામાન્ય સભામાંથી વોકઆઉટ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો.

હાટકેશ્વર બ્રિજ વિવાદ: લાંબા સમયથી વિવાદોના ઘેરામાં રહેલા હાટકેશ્વર બ્રિજ તોડી નવો બનાવવા માટે સતત 3 વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જોકે આ ત્રણેય પ્રયાસોમાં નિષ્ફળતા મળ્યા બાદ ચોથી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે છેવટે તેમાં સફળતા મળી હતી. બ્રિજને તોડી નવો બનાવવા માટે ચોથી વખત ટેન્ડર બહાર પાડવામાં આવેલું હતું. રાજસ્થાનની કંપની રૂપિયા 52 કરોડનો વર્ક ઓર્ડર લઈને જર્જરિત પુલને તોડી પાડવાની તૈયારી કરી રહી છે.

વટવાના EWS આવાસોની ફાળવણી વગર તોડી નાખવાનો નિર્ણય: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે 15 વર્ષ પહેલા તૈયાર થયેલા આવાસો સુધી કોઈને ફાળવ્યા વગર જ તોડી નાખવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. મકાન તૈયાર થયાના 15 વર્ષ સુધી કોઈને ફાળવવામાં આવ્યા નહોતા. તેથી તે જર્જરિત થઈ ગયા હતા. જ્યારે આવાસોનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવામાં આવ્યો. ત્યારે તે નેગેટિવ આવતા તમામ આવાસોને તોડી નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

NHL મેડિકલ કોલેજ ખરાબ હાલતમાં, લાખોનો સામાન એક્સપાયર: અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ NHL મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે વર્ષ 2007માં હોસ્ટેલ બનાવવામાં આવી હતી. પરંતુ અગમ્ય કારણોથી 2019માં આ હોસ્ટેલ કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવામાં આવી હતી. હોસ્ટેલ બંધ કર્યાના 5 વર્ષમાં હોસ્ટેલની સ્થિતિ ખંડેર જેવી થઈ ગઈ હતી. જ્યારે ETV BHARAT ની ટીમ દ્વારા સ્થળની રૂબરૂ મુલાકાત લેવામાં આવી ત્યારે લાખો રૂપિયાનો સમાન જેમાં ઇન્જેક્શન, દવાઓ, PPE કીટ અને અન્ય હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતી લાખો રૂપિયાની વસ્તુઓ એક્સપાયર થઇ હોવાનું જણાતા અને સામાન ખરાબ હાલતમાં જોવા મળતા ઘટસ્ફોટ થયો હતો.

AMCનું જર્જરિત સાઈન બોર્ડ પડતા 3 લોકો ઇજાગ્રસ્ત: અમદાવાદ શહેરના કાંકરિયા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સાઇન બોર્ડ જર્જરિત હોવાથી તૂટી પડ્યું હતું. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેથી આ 3 લોકોને સારવાર માટે શહેરની એ.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાની વાત બહાર આવતા જ કૉર્પોરેશન પ્રશ્નોના ઘેરામાં આવી હતી કે, તેમના દ્વારા લગાડવામાં આવતા સાઇનબોર્ડ લોકોનો જીવ પણ લઈ શકે છે. ત્યારે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક જર્જરિત સાઇન બોર્ડની તપાસ કરી ઠીક કરાવ્યા હતા.

નકલી આર્બિટ્રેટરે કોર્પોરેશન વિરુદ્ધ 5 ચુકાદા અપાયા: નકલી આર્બિટ્રેટર તરીકે કામ કરતા સેમ્યુઅલ ક્રિશ્ચનનો કિસ્સો ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો. આરોપીએ પોતાની નકલી કોર્ટ શરૂ કરી હતી. આ આરોપી દ્વારા કેટલાક ચુકાદાઓ આપ્યા હતા. જેનો શિકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે બની હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ અલગ પાંચ જમીનો અંગે ચાલી રહેલા વિવાદમાં આ નકલી આર્બિટ્રેટર સેમ્યુઅલ ક્રિશ્ચન દ્વારા કોર્પોરેશન વિરુદ્ધના ચુકાદાઓ આપી દેવામાં આવ્યા હતા. તે બાબતનો ખુલાસો કોર્પોરેશનની લિગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુજ્જર દ્વારા કરવામાં આવ્યો હતો.

5 વર્ષમાં AMC સામે વિવિધ કોર્ટમાં 60 કેસ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લિગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુજ્જર દ્વારા ચોકાવનારી માહિતી આપવામાં આવી હતી કે, છેલ્લા 5 વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે 60 જેટલા કેસ વિવિધ કોર્ટમાં થયેલા છે. આ સાથે જ અગત્યની વાત તો એ છે કે, આ 60 કેસમાં ચુકાદા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધમાં આવેલા હતા.

વટવાના EWS આવાસમાં એક બાળકીનું ખાડામાં પડતા મૃત્યુ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વટવા વિસ્તારમાં બનાવવામાં આવેલ EWS આવાસ પાડે કોન્ટ્રાકટર દ્વારા એક ખાડો ખોદવામાં આવેલો હતો. સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં કોન્ટ્રાક્ટર દ્વારા તે ખાડો પૂરવામાં આવ્યો ન હતો. ત્યારે એક બાળકી રમતી રમતી તે ખાડામાં પડી ગઈ હતી અને વરસાદના કારણે ખાડામાં પાણી પણ ભરાયેલ હતા. બાળકીનું ડૂબી જવાથી મોત થયું હતું. આ મામલો પ્રકાશમાં આવતા વિપક્ષ દ્વારા મેયરને રજૂઆત કરવામાં આવી હતી.

વકફ બોર્ડ દ્વારા AMCની 31 જમીન પર કબ્જો કર્યાના આક્ષેપો: અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની 31 જેટલી જમીનો પર વકફ બોર્ડ દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાના ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ 31 જગ્યાઓમાં સરખેજ-રોજા કમિટીની 2 જગ્યાનો પણ સમાવેશ છે. લિગલ કમિટીમાં સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરાયો હોવાની માહિતી પણ સામે આવી હતી. આ સમગ્ર મામલાને ધ્યાને રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનની લિગલ કમિટી દ્વારા સિનિયર વકીલની નિમણૂક કરી જમીનોનાં કબ્જા મેળવવા તજવીજ શરૂ દેવામાં આવી હતી.

AMC જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા વિવાદ વકર્યો: અમદાવાદના સરખેજમાં કુવૈસ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર કલાર્ક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો ઉમેદવારોએ દાવો કર્યો હતો. પેપર ક્રમાંક અને OMR ક્રમાંક અલગ અલગ આવતા એક્ઝામ સેન્ટર પર ઉમેદવારોએ હંગામો મચાવ્યો હતો. બપોરે 12:30 પેપરનો સમય હતો. તો પણ 1.15 કલાક સુધી પેપર શરૂ થયું ન હતું. પેપર લીકના નવા કાયદાનું અમલ કર્યું હોવા છતા પેપર ફુટ્યાના આક્ષેપ કરવામાં આવતા જ ઉમેદવારોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે.

આ પણ વાંચો:

  1. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત
  2. AMC ના વર્ગ 3-4ના સફાઈ કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ પધ્ધતિ રદ કરવા મહારેલીનું કર્યું આયોજન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.