ગાંધીનગર: કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા હવે સતત નજર રાખવામાં આવી રહી છે. આજે કેન્દ્ર સરકારની આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતની મુલાકાતે છે. જે અંગે રાજ્યના આરોગ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારથી આરોગ્ય વિભાગની ટીમ આવી છે. જે અમદાવાદમાં કોરોના અંગે સમીક્ષા બેઠક કરશે.
કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ અમદાવાદની મુલાકાતે
- કેન્દ્રીય આરોગ્ય વિભાગની કોરોના અંગે માહિતી મેળવી અધિકારીઓ સાથે કરશે બેઠક
- મુખ્યપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્યુપ્રધાન નીતિન પટેલ સાથે પણ કરશે ચર્ચા
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતીન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આરોગ્ય વિભાગની કેન્દ્રીય ટીમ ગુજરાતની મુલાકાતે છે. જે અમદાવાદમાં વર્તમાન પરિસ્થિતિ બાબતે ખાસ બેઠક કરી પરિસ્થિતિની સમીક્ષા કરશે.
આ સાથે જ વર્તમાન પરિસ્થિતિથી કઈ રીતે લડવું આ ઉપરાંત તેમના સામનો કઈ રીતે કરવો તે બાબતનું પણ માર્ગદર્શન પૂરું પાડશે. મહત્વની વાત છે કે, ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ તેઓ સાંજે ચાર કલાકની આસપાસ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે પણ ચર્ચા કરશે અને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવશે. સાથે જ રાજ્ય સરકારે હવે આગામી સમયમાં કેવા પગલાં લેવા જોઈએ તે બાબતથી પણ સરકારને સાવચેત કરશે.