ગાંધીનગરઃ ગુજરાતમાં ટેસ્લા કંપની પોતાનું યુનિટ શરુ કરે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જો કે કોઈ સત્તાવાર અને નક્કર પરિણામો હજૂ સુધી આવ્યા નથી. રાજ્ય સરકાર જોર શોરથી વાયબ્રન્ટ સમિટ 2024ની તૈયારીઓ કરી રહી છે. આ સંજોગોમાં વાયબ્રન્ટમાં એલન મસ્કને આમંત્રણ આપવામાં આવ્યું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે રાજ્ય સરકાર ટેસ્લા ગુજરાતમાં પોતાનું યુનિટ સ્થાપે તે માટે આશાવાદી છે.
રાજ્ય સરકાર આશાવાદીઃ ગુજરાતમાં ટેસ્લાનું પ્રોડક્શન યુનિટ સ્થાપે તો અનેક રોજગારની તકો ઊભી થાય તેવું છે. ગુજરાત માટે ટેસ્લાનું યુનિટ અતિ મહત્વનું છે. આ સંદર્ભે રાજ્ય સરકારે અનેક પ્રયત્નો પણ કર્યા છે. જો કે ટેસ્લા અને ગુજરાત સંદર્ભે જાન્યુઆરીમાં યોજાનાર વાયબ્રન્ટ સમિટ બાદ જ ચિત્ર વધુ સ્પષ્ટ થઈ શકે તેમ છે. વાયબ્રન્ટ સમિટમાં ગુજરાતમાં ટેસ્લાના પ્રોડક્શન યુનિટ વિશે કંઈક જાહેરાત થવાની પૂરી શક્યતા છે.
કેન્દ્ર સરકાર ગુજરાત માટે પ્રયત્નશીલઃ ગુજરાત સરકારે ટેસ્લા રાજ્યમાં યુનિટ સ્થાપે તે માટે અનેક પ્રયત્નો કર્યા હતા. જો કે કોઈ નક્કર પરિણામ આવ્યું નહતું. ટેસ્લા કંપનીએ ભારતમાં જ્યારે સર્વ કર્યો ત્યારે મહારાષ્ટ્ર અને તમિલનાડુ રાજ્યો સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં જમીન માટે સર્વે કર્યો હતો. આમ ટેસ્લા મુદ્દે ગુજરાતની સીધી ટક્કર મહારાષ્ટ્ર અને તમિલનાડુ સાથે છે. કેન્દ્ર સરકાર પણ ટેસ્લા ગુજરાતમાં પોતાનું યુનિટ સ્થાપે તે માટે કંપની સાથે બેઠક કરી રહી છે.
ટેસ્લાના એલન મસ્કની પ્રથમ પસંદ ગુજરાત હોઈ શકે છે અને રાજ્યમાં ટેસ્લા પ્રોડક્શન યુનિટ પણ સ્થાપી શકે છે. વાયબ્રન્ટ સમિટમાં ટેસ્લા સંદર્ભે મહત્વની જાહેરાત થઈ શકે છે...ઋષિકેશ પટેલ(પ્રવક્તા પ્રધાન)