ETV Bharat / state

પીંડારડામાં પતંગ ચગાવતો કિશોરને વીજ કરંટ લાગતા મોત - Gandhinagar Pindarada

ગાંધીનગરઃ તાલુકાના પીંડારડા ગામે ઉત્તરાયણ દરમિયાન વીજલાઈનને અડી જતા 12 વર્ષના કિશોરનું મોત થયું હતું. કિશોર તેમના માસીના ઘરે પતંગ ચગાવી રહ્યો હતો. ત્યારે ધાબા પરથી પસાર થતી હાઈટેન્સન લાઈનને અડી જતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું.

gandhinagar
પિંડારડામા પતંગ ચગાવતા કિશોર હાઈટેન્સન લાઈનને અડી જતાં મોત
author img

By

Published : Jan 15, 2020, 11:43 PM IST

ઘટનાની વિગતો પ્રમાણે પીંડારડામાં એસ્સાર પેટ્રોલ પંપ સામે રહેતાં મહેન્દ્રસિંહ વાઘેલાના 12 વર્ષીય પુત્ર દિગ્વીજસિંહ ગામમાં જ આવેલી હુડકો વસાહતમાં રહેતા પોતાના માસીના ઘરે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા ગયો હતો. પતંગ ચગાવતા-ચગાવતા તે ધાબા પરથી પસાર થતા 1100 કિલોવોટના હાઈટેન્સન વાયરને અડી તે અચાનક ધાબા પર ફેંકાઈ ગયો હતો.

અચાનક બનેલી ઘટનાથી પરિવારના લોકો દોડી આવ્યા હતા. બેભાન અવસ્થામાં જ તેને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટ લઈ ગયા હતો. જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે પેથાપુર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

Intro:હેડલાઈન) પિંડારડામા પતંગ ચગાવતા કિશોર હાઈટેન્સન લાઈનને અડી જતાં મોત

ગાંધીનગર,

તાલુકાના પિંડારડા ગામે ઉત્તરાયણ દરમિયાન વીજલાઈનને અડી જતા 12 વર્ષના કિશોરનું કરુણ મોત થયું છે. કિશોર માસીના ઘરે પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે ધાબા પરથી પસાર થતી હાઈટેન્સન લાઈનને અડી જતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. Body:ઘટનાની વિગતો પ્રમાણે પીંડારડામાં એસ્સાર પેટ્રોલ પંપ સામે રહેતાં મહેન્દ્રસિંહ વાઘેલાના 12 વર્ષીય પુત્ર દિગ્વીજસિંહ ગામમાં જ આવેલી હુડકો વસાહતમાં રહેતા પોતાના માસીના ઘરે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા ગયો હતો. પતંગ ચગાવતા-ચગાવતા તે ધાબા પરથી પસાર થતા 1100 કિલોવોટના હાઈટેન્સન લાયરને અડી તે અચાનક ધાબા પર ફેંકાઈ ગયો હતો. Conclusion:અચાનક બનેલી ઘટનાથી પરિવારનો લોકો દોડી આવ્યા હતા. બેભાન અવસ્થામાં જ તેને તાત્કાલિક ગાંધીનગર સિવિલ લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે પેથાપુર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.