ETV Bharat / state

લોકડાઉનનો કડક અમલ એટલે કર્ફ્યુ, રાજકોટમાં કોઈ છૂટછાટ નહીં: ડીજીપી

author img

By

Published : Apr 17, 2020, 10:32 PM IST

સમગ્ર રાજ્યમાં લોકડાઉન છે, પરંતુ લોકડાઉન ક્યાંક શહેરમાં અથવા તો અમુક વિસ્તારોમાં લોકડાઉન ચોક્કસ પણે પાલન થતું નથી અને તેના પરિણામે સંક્રમણ વધુ થાય છે અને પોઝિટિવ કેસ વધુ સામે આવી રહ્યાં છે. જેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે અમદાવાદ સુરત અને હવે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં પણ કર્ફ્યુ જાહેર કર્યો છે, પરંતુ જે રીતે અમદાવાદ અને સુરતમાં બપોરે ત્રણ કલાકનો કરફ્યુ વિરામ આપ્યો છે કેવી રીતે રાજકોટમાં કોઈપણ પ્રકારનો વિરામ હજી સુધી આપવામાં આવ્યો નથી.

લૉક ડાઉનનો કડક અમલ એટલે કરફ્યુ, રાજકોટમાં કોઈ છૂટછાટ નહીં : ડીજીપી

ગાંધીનગર: આ બાબતે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સંક્રમણ વધુ હોવાના કારણે અને લોકડાઉન સંપૂર્ણ પાલન ન થવાના કારણે કરફ્યૂ મૂકવાની ફરજ પડી છે. જેમાં આજે રાત્રે ૧૨ વાગ્યાથી કરફ્યૂ લાગુ કરવામાં આવશે. આ વિસ્તારમાં પાંચ હજાર જેટલી જનસંખ્યા કર્ફ્યુ હેઠળ આવશે.

લોકડાઉનનો કડક અમલ એટલે કર્ફ્યુ, રાજકોટમાં કોઈ છૂટછાટ નહીં: ડીજીપી

રાજકોટના જંગલેશ્વર વિસ્તારની બાજુમાં આજીડેમ પાસે આઠ ઘોડે સવારની ટીમ મૂકવામાં આવી છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં ત્રણ જેટલી એસઆરપીની કંપની મૂકવામાં આવી છે. અમદાવાદમાં કર્ફ્યુના ઉલ્લંઘન બાબતે 74 ગુનાઓ નોંધીને 83 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સુરતમાં કર્ફ્યુ ભંગના 26 ગુનો નોંધીને 26 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત કર્ફ્યુ જેવા વિસ્તારોમાં અને સીસીટીવીનો ઉપયોગ કરીને પણ ગુના નોંધવામાં આવ્યાં છે. જેમાં સુરતમાં કર્ફ્યુ ભંગના ગુનાઓ ડ્રોન થી સર્વેલન્સ કરવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં રાજ્યના તમામ હાઇવે બંધ છે, ત્યારે રાજકોટના ગોંડલ વિસ્તાર પોલીસ સ્ટેશનમાં ગોંડલથી મધ્યપ્રદેશ જતાં લોકોએ એક આઈસર ટ્રક ભાડે કરી હતી. જેમાં પ્રતિ વ્યક્તિ 3,000 ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. તેમાં ગોંડલ પોલીસે વાહન જપ્ત કરીને વાહન માલિક સામે પણ ગુનો નોંધાયો છે. જ્યારે આવી રીતે સૂરતમાં પણ એમ્બ્યુલન્સમાં વ્યક્તિઓને હેરફેર કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

જ્યારે તબલીગ જમાત બાબતે શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, તબલીગ જમાતના સભ્યોના લોકડાઉનનો ભંગ કરવા બદલ બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એક બરોડા અને પાટણનો સમાવેશ થાય છે. જ્યારે લૉકડાઉન સમય દરમિયાન તબલીગ જમાતના લોકો હરિયાણાથી બરોડા અને રાજસ્થાનથી પાટણ આવ્યાં હતાં.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.