ETV Bharat / state

Stray cattle problem: રાજ્યમાં 50 હજારથી વધુ રખડતા ઢોરોનું ખસીકરણ થશે

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રખડતાં ઢોરોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત એક વર્ષથી વધુ ઉંમરના અંદાજે 50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. રખડતા ઢોરની જાળવણી માટે કુલ 105 કેટલ પોન્ડ્સ કાર્યરત કરવામાં આવ્યા છે.

50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે.

author img

By

Published : Jan 11, 2023, 10:58 PM IST

50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે.

ગાંધીનગર: છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતના જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરોનો ત્રાસમાં સતત વધારો થયો છે. રખડતાં ઢોરોને લીધે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે રખડતાં ઢોરોને લઈને સરકાર એલર્ટ જોવા મળી રહી છે. અને ફરી આવી ઘટનાઓ ન બને તે માટે અગાઉથી પગલાં લઈ રહી છે. જેને લઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ સરકારના સતત રખડતા ઢોર બાબતે ટકોર કરવામાં આવી રહી છે. ત્યારે કેબિનેટ બેઠકમાં રાજ્યમાં 50,000થી વધુ આખલાઓનું ખસીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ખસીકરણ બાદ નિભાવ ખર્ચ સરકાર ઉપાડશે: રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રખડતાં ઢોરોને લઈને ચર્ચા કરાઈ હતી. સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આ ઝુંબેશ અંતર્ગત એક વર્ષથી વધુ ઉંમરના અંદાજે 50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે.

આ પણ વાંચો: જમીન સંપાદનના વળતરમાં મનમાનીને લઈ હાઈકોર્ટેની નારાજગી, આ નહિ ચલાવી લેવાય

105 કેટલ પોન્ડ્સ કાર્યરત: એટલું જ નહીં, ખસીકરણ બાદ એક અઠવાડિયા માટે પશુઓના નિભાવ અને સાર સંભાળની વ્યવસ્થા પણ કરવામાં આવશે. રાજ્યમાં રખડતા ઢોરની જાળવણી માટે રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 17 અને 6 ઝોન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગરમાં 88 મળીને કુલ 105 કેટલ પોન્ડ્સ કાર્યરત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: જમીન રી સર્વેમાં એજન્સીને 700 કરોડ ચૂકવ્યા બાદ હવે ફરીથી આ કારણોસર કરાશે રી સર્વે

ખસીકરણ માટે ખાસ ટીમ: રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ ખસીકરણની કામગીરી નિષ્ણાંતોની ટીમ દ્વારા કરવામાં આવશે. સમગ્ર ખસીકરણ કામગીરી વેટેરનરી કૉલેજોના અધ્યાપકો તથા પશુપાલન ખાતાના પશુચિકિત્સા અધિકારીશ્રીઓના સંકલનથી હાથ ધરાશે. આ ટીમમાં 1 પશુચિકિત્સા અધિકારી, 2 પશુધન નિરિક્ષક અને 2 હેન્ડલરનો સમાવેશ કરવામાં આવશે. તે ઉપરાંત ખસીકરણની કામગીરી વખતે આખલાઓને ઈયર ટેંગીગ પણ કરવામાં આવશે. ત્યાર બાદ ખસીકરણ કર્યાના એક સપ્તાહ પછી આખલાઓને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય મેળવતી સંસ્થાઓમાં મોકલવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.