ETV Bharat / state

State RTO office: વર્ષ 2010 પહેલા ઇસ્યુ કરેલ લાયસન્સના ડેટા મિસ, ફેસલેશ સુુવિધાને સરકારે આપી મંજૂરી - Transport website

આરટીઓ પાસે 2010 પહેલાં ઇસ્યુ કરવામાં આવેલ લાયસન્સનો પૂરતો ડેટા નથી. આવા લાયસન્સના ડેટા બેકલોગ કરવાની ફરજ પડી હતી. બેકલોગ લાયસન્સધારકોને ફરીથી ટેસ્ટ આપીને નવું લાયસન્સ મેળવવું પડે છે. આ પ્રક્રિયા માટે નાગરિકોને RTOમાં ધરમધક્કા કરવા પડતા હતાં. ત્યારે અનેક ફરિયાદો બાદ સરકારે હવે ફરી બેકલોગની કામગીરી ફેસલેશ કરવાની જાહેરાત કરી છે.

State RTO office: વર્ષ 2010 પહેલા ઇસ્યુ કરેલ લાયસન્સના ડેટા મિસ, ફેસલેશ સુુવિધાને સરકારે આપી મંજૂરી

author img

By

Published : Jun 9, 2023, 4:19 PM IST

ગાંધીનગર: આરટીઓની કામગીરી લોકો માટે માથાના દુખાવા સમાન થઈ જાય છે. છેલ્લા કેટલાય સમયથી લાઇસન્સધારકો આરટીઓમાં ધક્કા ખાતા હતા. લાયસન્સધારકો જેઓની પાસે લાયસન્સ તો છે, પણ આરટીઓ(RTO) પાસે આ લાયસન્સના(Licenses) ડેટા જ નથી. જેથી લાયસન્સધારકોને આરટીઓ કચેરીમાં બેકલોગ કરાવવું પડતું હતું. જેમાં અનેક ફરિયાદો બાદ સરકારે હવે ફરી બેકલોગની કામગીરી ફેસલેશ (Facelash facility) કરવાની જાહેરાત કરી છે.

બેકલોગ લાયસન્સ: હાલમાં ગુજરાતમાં 38 જેટલા આરટીઓ કાર્યરત છે. જેમાં તમામ આરટીઓમાં 2010 પહેલાં ઇસ્યુ કરવામાં આવેલ લાયસન્સના ડેટા બેકલોગ કરવાની ફરજ પડી છે. પાકા લાયસન્સનો ડેટા મિસ મેચ થવાના કારણે અથવા તો જે તે એજન્સી દ્વારા ડેટા ગુમ થવાના કારણે આવું બન્યું છે. આ પ્રકારના લાયસન્સ હોવાને કારણે અને જો ડેટા પ્રાપ્ત ન થાય તો લાયસન્સધારકોને ફરીથી ટેસ્ટ આપીને નવું લાયસન્સ મેળવવું પડે છે.

2010 પહેલા જેટલા પણ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. તે તમામ લાયસન્સ બેકલોગ લાયસન્સ તરીકે ઓળખવામાં આવે છે. જે તે કોન્ટ્રાક્ટ પર રહેલ એજન્સી દ્વારા આ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં જે તે એજન્સીના ડેટા પણ ખોવાઈ જાય છે. જ્યારે આરટીઓ પાસે આ જુના લાયસન્સનો પૂરતો ડેટા નથી. તેથી આવી સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યારે હવે સેન્ટ્રલ સિસ્ટમ આવતા ભવિષ્યમાં આવી કોઈ મુશ્કેલી નહીં પડે.--- હરીશ પટેલ (પ્રમુખ, ગુજરાત મોટર ડ્રાઇવિંગ સ્કૂલ)

ફેસલેશ સુવિધા: ફેસલેશ બેકલોગ સુવિધા બાબતે રાજ્યના વાહન વ્યવહાર કમિશનર રાજેશ માંજૂએ જણાવ્યું હતું કે, જૂના વાહનોની આર.સી. બુક અને જૂના લાયસન્સના બેકલોગની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા આ પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો તથા મંજૂરીની પ્રક્રિયા સહિતના સૂચિત ફેરફારોને એન.આઈ.સી. દ્વારા પરિવહન વેબસાઈટ પર આવરી લેવાશે.

લાયસન્સધારકોને ધરમધક્કા: RTO દ્વારા પહેલા બેકલોગની ફેસલેશ સુવિધા શરૂ કરવામાં આવી હતી. પરંતુ અચાનક બંધ કરીને લાયસન્સ ધારકોને RTO આવવાની ફરજ પાડવામાં આવતી હતી. જેથી લાયસન્સ ધારકોને બેકલોગ કરવા માટે ઓછામાં ઓછું 3 થી 4 કલાકનો સમય વેડફવો પડતો હતો. હવે ફરી બેકલોગ લાયસન્સ(Backlog licenses) માટે હવે ફેસલેશ સુવિધા શરૂ કરવામાં આવી છે.

  1. રાજ્ય સરકારના આદેશ મુજબ સુરત RTO શનિ-રવિ બંધ રહેશે
  2. State RTO office: વડોદરા RTO કચેરીમાં લાયસન્સ પ્રિન્ટ થયા વગર પેન્ડિંગ, મટીરીયલ ઓછું આવતું હોવાથી વધ્યો બેકલોક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.