ETV Bharat / state

મતદાર યાદી સુધારણા માટે આવતીકાલે રવિવારે ખાસ ઝુંબેશ દિવસ - રવિવારે

લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્વે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા રાજ્યભરમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત તા. 26 નવેમ્બર, 2023,રવિવારના રોજ ખાસ ઝુંબેશ દિવસ યોજાશે. Special Brief Reform Program of Electoral Roll

મતદાર યાદી સુધારણા માટે આવતીકાલે રવિવારે ખાસ ઝુંબેશ દિવસ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 25, 2023, 12:28 PM IST

ગાંધીનગરઃ લોકતંત્રમાં ચૂંટણીને મહાપર્વ ગણવામાં આવે છે. આ પર્વમાં મુખ્ય ભૂમિકામાં મતદાતા હોય છે. તેની સાચી માહિતી ચૂંટણી અધિકારી સુધી પહોંચે તે આવશ્યક છે. તેથી જ ચૂંટણી પંચ હંમેશા મતદાતાઓની માહિતી સાચી અને સચોટ રહે તેની સાવચેતી માટે અવારનવાર કાર્યક્રમો હાથ ધરતું હોય છે. જે સંદર્ભે મતદાર યાદીમાં સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત રવિવારે એટલે કે આવતીકાલે ખાસ ઝુંબેશ દિવસ નક્કી કરવામાં આવ્યો છે.

રવિવારે ઝુંબેશ દિવસઃ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા. 26 નવેમ્બર, 2023ના રોજ રાજ્યભરના તમામ મતદાન મથકો પર સવારે 10.00થી સાંજે 05.00 કલાક દરમિયાન મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી શકાશે. સાથે જ મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે.

નવા મતદાતાઓ પણ નોંધણી કરી શકશેઃ લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.01લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

મુખ્ય ચૂંટણી અધિકારીની અપીલઃ મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતી દ્વારા રાજ્યના તમામ મતદારોને મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી લેવા તથા પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા જાહેર અપીલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના Voter Helpline App અને http://voters.eci.gov.in/ ઉપર ઓનલાઈન પણ ફોર્મ ભરી શકશે.

  1. Loksabha Election 2024: ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ, 50677 મતદાન મથકો પર થશે મતદાન
  2. રાજસ્થાનમાં 11 વાગ્યા સુધીમાં 24.74 ટકા જેવું મતદાન, વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાગી લાંબી લાઈનો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.