ગાંધીનગરઃ સિંગાપુરના નાયબ વડાપ્રધાન શ્રીયુત લોરેન્સ વોંગ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાતના મુખ્યપ્રધાન (Gujarat CM Bhupendra Patel) ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં ગુજરાતના વ્યાપારિક ઔદ્યોગિક સંબંધો વધુ શુદ્ધ (Singapore Dy PM Gujarat Visit) અને મજબુત કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં વિદેશી રોકાણકારો અને ઉદ્યોગકારો એકવાર રોકાણ માટે આવે અને પછી ગુજરાતમાં (singapore investment Gujarat) જ કાયમી માટે પસંદ બની રહે છે. તેવી સુદ્રઢ સિસ્ટમ ઊભી કરવામાં આવી રહી છે.
રોકાણની સંભાવનાઃ સિંગાપુરના નાયબ વડાપ્રધાન શ્રીયુત લોરેન્સ વોંગ ગુજરાતના પ્રવાસે છે. ગિફ્ટ સિટીના એન.એસ.ઇ.એસ.જી એક્સપર્ટમાં સિંગાપુરની ફાઇનાન્સ કંપનીનો કારોબાર સાથે ગુજરાતમાં ફીનટેક ગ્રીન પાવર એનર્જી રીસર્ચ ફાઇનાન્સ ક્ષેત્રે પણ મોટા પ્રમાણમાં રોકાણ કરવાની સંભાવના જોવા મળી રહી છે. સિંગાપુર, ભારત અને ગુજરાતના સંબંધોએ લાંબા ગાળાના રોકાણ માટે વેપાર ઉદ્યોગો વધારે સુદ્રઢ બને તે હેતુ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
શું કહ્યું ભૂપેન્દ્ર પટેલેઃ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં એવી સુદ્રઢ ઇકો સિસ્ટમનું નિર્માણ કર્યું છે. વિશ્વના અન્ય દેશોમાંથી રોકાણ કરો ઉદ્યોગ કરો ગુજરાતમાં એકવાર રોકાણ માટે આવે પછી ગુજરાત જ તેમની કાયમ માટેની પસંદગી બની જાય છે. સિંગાપુર સહિત અન્ય રાષ્ટ્રોઉદ્યોગ રોકાણકારોને જરૂર સુવિધાઓ આપવા માટે રાજ્ય સરકાર હંમેશા મદદરૂપ થશે.
સિંગાપોર માટે ગુજરાતઃ સિંગાપોર નાયબ વડાપ્રધાન શ્રીયુત લેરેન્સ વોંન્ગ જણાવ્યું હતું કે, સિંગાપુર માટે ગુજરાત બીજા નંબરનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન છે. એટલું જ નહીં સિંગાપુરના જે ઉદ્યોગ વેપાર રોકાણકારોનો ગુજરાતમાં કારોબાર ચાલે છે તે સરકારની નીતિઓ અને પ્રોત્સાહનથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ છું. સિંગાપુરના બિઝનેસ, ઇન્ડસ્ટ્રીઝ,ઇન્વેસ્ટર્સ ભારત અને ખાસ કરીને ગુજરાતમાં રોકાણો માટે આકર્ષિત છે. તે આવનાર સમયમાં મોટાપાયે રોકાણ કરશે. ફાઇનાન્સ, ટ્રાન્સપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રો ઉપરાંત ફિનટેક, ગ્રીન એનર્જી, હાઈડ્રોજન એનર્જી જેવા ભારત અને ગુજરાતમાં સિંગાપુર દ્વારા મોટાભાઈ રોકાણ થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.