ETV Bharat / state

ગાંધીનગરથી શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાનનો પ્રારંભ, હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત

ગાંધીનગર બસ સ્ટેશનથી શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ETV BHARAT દ્વારા વહીવટી તંત્રને બસ સ્ટેશનના શૌચાલયોમાં લેવાતા ચાર્જ અંગે પ્રશ્ન કરવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં જ વાહન વ્યવહાર પ્રધાન દ્વારા આ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. શું છે સ્વચ્છ યાત્રા અભિયાન અને રાજ્ય સરકારની જાહેરાત જુઓ આ અહેવાલમાં...

હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત
હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2023, 1:50 PM IST

ગાંધીનગરથી શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાનનો પ્રારંભ

ગાંધીનગર : રાજ્ય વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગર બસ સ્ટેશનથી શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે તેઓ એસટી વિભાગ અને રાજ્યના બસ સ્ટેશનને લગતા પ્રશ્નો અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. ઉપરાંત સ્વચ્છતા અભિયાનની રૂપરેખા આપતા જાહેર જનતાને આ કાર્યમાં સહયોગ આપવા અપીલ કરી હતી.

શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા અભિયાન : આજે ગાંધીનગર બસ સ્ટેન્ડથી શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા અભિયાનનો રાજ્ય સરકારના વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે હર્ષ સંઘવીએ બસ સ્ટેન્ડમાં પ્લેટફોર્મ પર કચરો સાફ કર્યો હતો. ઉપરાંત બસના પ્લેટફોર્મ પર કલર કામ પણ કર્યું હતું. ETV BHARAT દ્વારા 1 ડિસેમ્બરના રોજ રાજ્યના એસટી બસ સ્ટેન્ડ પર શૌચાલયનો ઉપયોગ કરવા રૂપિયા આપવા પડે છે તે બાબતે વહીવટી તંત્રને પ્રશ્ન કર્યો હતો. ત્યારે રાજ્ય સરકારે 24 કલાકમાં આ અંગે નિર્ણય કરીને તમામ શૌચાલય સર્વિસ ફ્રી કરી હોવાની જાહેરાત કરી છે.

ETV BHARAT ના પ્રશ્નએ કમાલ કર્યો ! ગુજરાતના મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા બસ સ્ટેન્ડ અને મોટા ડેપોમાં જો કોઈ મુસાફરને શૌચાલયનો ઉપયોગ કરવો હોય તો 1 રૂપિયાથી 5 રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવવો પડતો હતો. ત્યારે આ બાબતે ETV BHARAT દ્વારા ગુજરાત એસટી વિભાગના અધિકારી કરેલા પ્રશ્નના જવાબમાં એમ.એ. ગાંધીએ નિવેદન આપ્યું હતું કે, આ બાબત વહીવટી તંત્રની છે અને સરકારના પ્રધાન જ એમાં જવાબ આપી શકે. ત્યારે ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્ય વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ આ બાબતે જાહેરાત કરી હતી.

શૌચાલયમાંથી કરોડોની આવક : ઉલ્લેખનિય છે કે, ગુજરાતના તમામ એસટી બસ સ્ટેન્ડમાં સ્થિત શૌચાલયમાં ચાર્જ વસુલવામાં આવે છે. તેમાંથી રાજ્ય સરકારને એક કરોડથી વધુની આવક થાય છે. પરંતુ હવે આ એક કરોડથી વધુની આવક બંધ થશે. રાજ્ય સરકારના નિર્ણય અનુસાર PPP ધોરણે સંચાલિત બસ સ્ટેશનને બાદ કરતાં તમામ બસ સ્ટેશનમાં હવેથી મુસાફરોને મફતમાં શૌચાલય સર્વિસ આપવામાં આવશે. આ ઉપરાંત જે બસ સ્ટેન્ડમાં નવા બ્લોક્સની જરૂર હશે ત્યાં સર્વે કરાવીને આવનારા દિવસોમાં નવા શૌચાલયો પણ તૈયાર કરવામાં આવશે.

ખાનગી વાહનચાલકોનો ત્રાસ : તહેવારોના દિવસો દરમિયાન ગુજરાત એસટી બસો ફુલ થઈ જતી હોય છે. ત્યારે ખાનગી લક્ઝરી અને વાહનો દ્વારા બેફામ લૂંટ ચલાવવામાં આવતી હોય છે. આ અંગે અનેક ફરિયાદ રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ છે. ત્યારે ગુજરાત એસટી વિભાગ સૌથી સારી પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ બને તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે.

પિચકારી મારી તો ખેર નથી : રાજ્ય સરકારના વાહન વ્યવહાર પ્રધાને કહ્યું કે, ગુજરાત એસટીની તમામ બસો સ્વચ્છ રહે તે માટે તમામ એસટી બસ સ્ટેન્ડ પર ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કોઈપણ બસ પ્લેટફોર્મ પાસે આવે ત્યારે તરત જ એક સફાઈ કર્મચારી બસની અંદરથી સાફ-સફાઈ કરશે. આ સફાઈ કર્મચારી 24 કલાક બસ સ્ટેન્ડ ખાતે હાજર રહેશે, આમ એક હજારથી વધુ લોકોને રોજગારી પણ પ્રાપ્ત થશે. ઉપરાંત ગુજરાત એસટી બસના ડ્રાઇવર અને કંડક્ટરો પાન મસાલાની પિચકારી મારતા હોય છે, જે બસની બહાર દેખાતી હોય છે. જો હવે આવનારા દિવસોમાં આવું થશે તો ડ્રાઇવર અને કંડકટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

સ્વચ્છતાનું મહાઅભિયાન : રાજ્ય સરકારના પ્રધાન હર્ષ સંઘવીએ સ્વચ્છતા બાબતે નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં તમામ એસટી બસ સ્ટેન્ડ ખાતે 156 ધારાસભ્ય સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે. આ ઉપરાંત વિવિધ નગરપાલિકા અને મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને એસટી વિભાગના કર્મચારીઓ સહિત કુલ 55 હજારથી વધુ લોકો આ અભિયાનમાં જોડાયા છે. આ ઉપરાંત આવનારા 10 મહિનામાં પ્રતિ માસ 200 જેટલી નવી બસો મુકવામાં આવશે. બસ સ્ટેન્ડમાં નાના બાળકોને ટાઇમપાસ થાય તે માટે વિવિધ રમત, આકર્ષણ અને યુવાનો દ્વારા બસ સ્ટેશનમાં વોલ પેઇન્ટિંગ કરીને સ્વચ્છતાના સ્લોગન લખવામાં આવશે.

સ્વચ્છતા રાખો-ઈનામ મેળવો : ગુજરાત એસટીમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તેમાં જે ડ્રાઇવર અને કંડકટરની બસ એકદમ સ્વચ્છ રહે તેઓ માટે ખાસ ઇનામની જાહેરાત કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે, જે બસ એકદમ સાફ હશે અને કોઈ ગંદકી નહીં હોય તે બસના ડ્રાઈવર કંડકટરને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવશે.

એસટી બસોનું રિનોવેશન : એસટી વિભાગના નિયામક ગાંધીએ વાહનોની કામગીરી અને બસોની ખામી અંગે નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં કુલ 541 જેટલા વાહનોને ડેન્ટલની જરૂરિયાત છે જે 60 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. જ્યારે 516 વાહનોમાં કલર કામની જરૂરિયાત છે તે આગામી 100 દિવસમાં અને 482 વાહનોમાં સીટની રીપેરીંગની જરૂરિયાત છે તેવા વાહનો આગામી 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. જ્યારે એસટી બસમાં સ્વચ્છતા જળવાઈ તેને ધ્યાનમાં લઈને 1,681 બસમાં ડસ્ટબીન ફીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બાકી રહેતી તમામ બસમાં આવનાર 10 દિવસોમાં ડસ્ટબીન ફીટ કરવામાં આવશે.

  1. STની સલામત સવારી હવે બનશે સ્વચ્છ, ST બસ સ્ટેન્ડ અને બસોમાં હાથ ધરાશે સફાઈ અભિયાન
  2. ઇન્ડિયન રોડ કોંગ્રેસના 82માં વાર્ષિક સત્ર અંતર્ગત આયોજિત ટેકનીકલ પ્રદર્શનનો મંત્રી ઋષિકેશ પટેલે શુભારંભ કરાવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.