ETV Bharat / state

બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા શરૂ, પહેલા કલાકમાં કેટલું મતદાન અને ક્યાંથી લાઇવ ટેલીકાસ્ટ છે જાણો - Gujarat Election 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન (Second Phase Gujarat Election 2022 ) શરુ થઇ ગયું છે. ત્યારે સમગ્ર મતદાન પ્રક્રિયા સરળતાથી ચાલે તે માટે ચૂંટણી પંચ દ્વારા મશીનરી તેમ જ સ્ટાફ સહિતની વ્યવસ્થાઓ ( Election Commission Arrangements ) ગોઠવાઇ છે. આજના મતદાન માટે 14 જિલ્લાની 93 બેઠકોની મતદાન પ્રક્રિયામાં કુલ 29,062 પ્રીસાઈડિંગ ઓફિસર, 84,263 પોલિંગ ઓફિસર ફરજ (Security arrangements 5 December 2022 ) બજાવી રહ્યા છે.

બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા શરૂ, પહેલા કલાકમાં કેટલું મતદાન અને ક્યાંથી લાઇવ ટેલીકાસ્ટ છે જાણો

author img

By

Published : Dec 5, 2022, 11:39 AM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ પૂર્ણ થયું છે અને 19 જિલ્લાની 89 બેઠક પર સરેરાશ 63.31 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે. ત્યારે બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા ( Second Phase Gujarat Election 2022 ) આજે 5 ડીસેમ્બરે સવારે 8 કલાકથી સાંજના 5 કલાક સુધી યોજાઇ રહી છે. જેમાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા ચાલુ છે. બીજા તબક્કાની ચૂંટણીમાં 14 જિલ્લાની 93 બેઠકો પર કુલ 36,439 બેલેટ યુનિટ, 36,439 કંટ્રોલ યુનિટ, અને 40,434 VVPET મશીનનો ઉપયોગ કરવામાં આવશે. 14 જિલ્લાની 93 બેઠકોના મતદાન પ્રક્રિયામાં કુલ 29,062 પ્રીસાઈડિંગ ઓફિસર, 84,263 પોલિંગ ઓફિસર ફરજ ( Election Commission Arrangements ) બજાવી રહ્યા છે.

મતદાન પ્રક્રિયા સરળતાથી ચાલે તે માટે ચૂંટણી પંચ અને પોલીસ વિભાગ સજ્જ

કયા ક્યા જિલ્લાની કેટલી બેઠકો પર મતદાન બનાસકાંઠા 09, પાટણ 04, મહેસાણા 07, સાબરકાંઠા 04, અરવલ્લી 03,ગાંધીનગર 05,અમદાવાદ 21,આણંદ 07,ખેડા 06, મહીસાગર 03, પંચમહાલ 05, દાહોદ 06, બરોડા 10 અને છોટા ઉદેપુરમાં 03 બેઠક પર હીજા તબક્કાની મતદાન પ્રક્રિયા યોજાઇ છે.

પ્રથમ 1.30 કલાકમાં કેટલું મતદાન અમદાવાદ 4.20 ટકા, આણંદ 4.92, અરવલ્લી 4.99, બનાસકાંઠા 5.36, છોટાઉદેપુર 4.54, દાહોદ 3.37, ગાંધીનગર 7.05, ખેડા 4.50, મહેસાણા 5.44, મહીસાગર 3.76, પંચમહાલ 4.06, પાટણ 4.34, સાબરકાંઠા 5.26 અને બરોડામાં 4.15 ટકા મતદાન નોંધાયું છે.

કેટલા મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ બીજા તબક્કાની મતદાન પ્રક્રિયાની વાત કરવામાં આવે તો 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા સવારે 8 વાગ્યાથી સાંજના 5 સુધી યોજાશે. જેમાં કુલ 2,51,58,730 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1,29,26,501 પુરુષ મતદારો અને 1,22,31,335 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ઉપરાંત 894 થર્ડ જેન્ડર મતદારો 5 ડિસેમ્બરના રોજ મતદાન કરશે. જ્યારે 18,271 સેવા મતદારો, 660 વિદેશી મતદારો જેમાં 764 પુરુષો, 69 મહિલાઓ મતદારોનો સમાવેશ થાય છે.

13,204 મતદાન મથકનું લાઈવ ટેલિકાસ્ટ ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાની મતદાન પ્રક્રિયાની વાત કરવામાં આવે તો કુલ બીજા તબક્કામાં 2,904 શહેરી મતદાન મથક સ્થળો પર 8,533 મતદાન મથકો આવેલા છે. જ્યારે 12,071 ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર 17,876 મતદાન મથકો આવેલા છે. જેમાં કેન્દ્રીય ચૂંટણી પંચના નિયમ અનુસાર 50 ટકા મતદાન મથક ઉપર લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવી રહ્યું છે. જેમાં 13,204 જેટલા મતદાન મથકનું સીસીટીવી સર્વે લાઈન્સ ગાંધીનગર સમીક્ષા કેન્દ્ર ખાતેથી કરવામાં આવી રહ્યું છે. જ્યારે પ્રથમ તબક્કામાં પણ 13000 જેટલા મતદાન કેન્દ્રનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું. આજે કમાન કંટ્રોલ સેન્ટર ખાતે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી (P Bharti ) પણ કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા હતાં.

15 અન્ય રાજયના IPS બીજા તબક્કામાં ખાસ ફરજ પર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાની ચૂંટણીમાં 14 જિલ્લાની 93 બેઠક ઉપર મતદાન પ્રક્રિયા યોજાઇ છે. જેમાં પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો અન્ય રાજ્યમાંથી આવેલા 15 જેટલા આઇપીએસ અધિકારીઓને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ અધિકારીઓને ખાસ જવાબદારી (Security arrangements 5 December 2022 ) સોંપવામાં આવી છે અને પોલીસ ઓબ્ઝર્વર તરીકેની નિમણૂક કરવામાં આવી છે.

બીજા તબક્કાની ચૂંટણીમાં સુરક્ષા અઢી કરોડથી વધુ મતદાતાઓ શાતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે સઘન સુરક્ષા બંદોબસ્ત કઇ રીતે ગોઠવાયો છે તે જોઇએ. CAPF 32,000 જવાનો, BSF 10,000 જવાનો, CRPF 15,000 જવાનો, ITBP, RAF, 15,000, ગુજરાત પોલીસના જવાનો, 1,45,248, SRP 16,282 અને હોમગાર્ડના 51,674 જવાનો મળી કુલ 2,94,002 જવાનો ચૂંટણી ફરજમાં (Security arrangements 5 December 2022 ) ગોઠવવામાં આવ્યાં છે.

સંવેદનશીલ મથકો પર ચુસ્ત બંદોબસ્ત રાજ્યમાં બીજા તબક્કાની ચૂંટણીમાં 93 બેઠકો પર 29,947 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે સંવેદનશીલ મથકોની વાત કરવામાં આવે તો સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે 9500 જેટલા સંવેદનશીલ મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. જેમાં SP, DYSP, જેવા ઉચ્ચ અધિકારીઓ અમુક ગણતરીના કલાકોમાં મતદાન મથકોમાં રાઉન્ડ લેશે. જ્યારે સંવેદનશીલ મતદાબ મથકો પર ખાસ RAF, BSF ની ટીમને ડિપ્લોય કરવામાં આવશે. અમદાવાદ, બરોડા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર જિલ્લામાં વધુ સંવેદનશીલ મતદાન મથકો ( Sensitive Polling Stations ) સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.