ETV Bharat / state

Pradeep Sharma : પ્રદીપ શર્માના ઘરનું કરાયું સર્ચ ઓપરેશન, 3 દિવસના રિમાન્ડમાં પોલીસ કરશે વધુ સર્ચ

સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બાબતે ગુજરાતના પૂર્વ આઈ.એ.એસ. ની સીઆઇડી ક્રાઈમ દ્વારા રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે નદાર કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ પણ મંજુર કરવામાં આવ્યા છે.

Pradeep Sharma : પ્રદીપ શર્માના ઘરનું કરાયું સર્ચ ઓપરેશન, 3 દિવસના રિમાન્ડમાં પોલીસ કરશે વધુ સર્ચ
Pradeep Sharma : પ્રદીપ શર્માના ઘરનું કરાયું સર્ચ ઓપરેશન, 3 દિવસના રિમાન્ડમાં પોલીસ કરશે વધુ સર્ચ
author img

By

Published : Mar 8, 2023, 6:42 PM IST

ગાંધીનગર : સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બાબતે ગુજરાતના પૂર્વ આઈ.એ.એસ. ની સીઆઇડી ક્રાઈમ દ્વારા રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે નદાર કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ પણ મંજુર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત આજે સી.આઈ.ડી. ક્રાઇમની ટિમ દ્વારા પ્રદીપ શર્માના ગાંધીનગરના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં તાપસ દરમિયાન 2 મોબાઈલ ફોન અને તેમના અક્ષરમાં લખેલ દસ્તાવેજ કબજે કરવામાં આવ્યા છે.

સમગ્ર કેસ શુ હતો : ગુજરાત રાજ્યના પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્મા વર્ષ 2004-05 ના સમયગાળા દરમિયાન કચ્છ કલેકટર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં પ્રદીપ શર્માએ સરકારી તિજોરીમેં નુકશાન કર્યો હોવાનું આરોપ લાગ્યો છે. ભૂતકાળની માહિતી પ્રમાણે પ્રદીપ શર્માએ કચ્છના ગાંધીધામ તાલુકાના ચુડવા ગામની જમીન કેસમાં ગફલત કરી હતી. કલેકટરની સત્તાનો દૂર ઉપયોગ કર્યો હતો. જ્યારે સરકારના નિયમ પ્રમાણે જમીનની કિંમત પણ ઓછી ગણીને જમીન જે તે વ્યક્તિને ફાળવણી કરી હતી જેથી સરકારી તિજોરીને નુકશાન થયું હોવાનું કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Navy helicopter emergency landing : મુંબઈમાં નેવીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, ત્રણ જવાનોને બચાવાયા

ED એ પણ કરી હતી ધરપકડ : પ્રદીપ શર્મા જ્યારે કચ્છમાં કલેક્ટર તરીકે પોતાની ફરજ બચાવી રહ્યા હતા, ત્યારે તેઓએ અનેક કેસોમાં ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. જ્યારે આ ભ્રષ્ટાચારના ઘણા કેસોમાં કીડી દ્વારા મની લોન રીંગનો કેસ પર કરવામાં આવ્યો હતો અને તેમની ધરપકડ પણ કરાઈ હતી. જ્યારે રાજ્યની એસીબી દ્વારા પણ એક બિઝનેસ જૂથનું કામ કરવા માટે 29 લાખ રૂપિયાની લાશ લીધી હોવાની પણ ફરિયાદ ભૂતકાળમાં નોંધાઈ છે. ત્યારે આ સમગ્ર બાબતે કેસ ફરી ઓપન થયો છે અને cid દ્વારા ફરીથી પ્રદીપ શર્માની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Women's Day 2023 : રાજકોટની આ મહિલા, જે 210 મનોદિવ્યાંગ બાળકોની માતા તરીકે ઓળખાય છે

ગુના સંબંધિત કેસ દસ્તાવેજ પ્રાપ્ત ન થયા : સીઆઇડી ક્રાઇમ દ્વારા છ માર્ચના રોજ આરોપી પ્રદીપ શર્માને સાથે રાખીને ગાંધીનગરના નિવાસસ્થાન ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસ દરમિયાન ઘરમાંથી બે મોબાઇલ ફોન તથા તેમના જ હસ્તાક્ષરમાં લખેલ કુદરતી લખાણ કબજે કરવામાં આવ્યું હતું. જ્યારે આ બાબતે cid ક્રાઈમે વધુમાં જણાવ્યું હતું કે, ગુના બાબતનો કોઈપણ પ્રકારનો દસ્તાવેજ કે અન્ય કોઈ ચીજ વસ્તુ મળી નથી અને ગુનાની વધુ તપાસ હાલ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, પ્રદીપ શર્મા 8 માર્ચ 2023 ના ચાર વાગ્યા સુધીના રિમાન્ડ ઉપર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.