ETV Bharat / state

Russia Ukraine War: આજે રાત્રે 100 વિધાર્થીઓ યુક્રેનથી મુંબઈ આવશે, જેમાં 44 વિદ્યાર્થીઓ ગુજરાતના - યુક્રેનથી મુંબઈ એરપોર્ટ ફ્લાઈટ

યુક્રેનમાં ગુજરાતીઓ અને ભારતના નાગરિકો(Russia Ukraine War)ત્યાં ફસાયા છે. તમામ લોકોને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે દિવસથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આજે રાત્રે 2:00 દિલ્હીથી ખાસ વિમાન યુક્રેનમાં થી100 જેટલા વિદ્યાર્થીઓને ભારત લઈને પરત આવશે. અને આ 100 માંથી 44 જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતના છે.

Russia Ukraine War: આજે રાત્રે 100 વિધાર્થીઓ યુક્રેનથી મુંબઈ આવશે, જેમાં 44 વિદ્યાર્થીઓ ગુજરાતના

author img

By

Published : Feb 26, 2022, 6:13 PM IST

ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધની(Russia Ukraine War) ચર્ચા થઈ રહી છે. યુદ્ધમાં અનેક ગુજરાતીઓ અને ભારતના નાગરિકો ત્યાં ફસાયા છે. તમામ લોકોને સહીસલામત ભારત દેશમાં પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે દિવસથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં યુક્રેનમાં રહેતા તમામ લોકોના ડેટા એકઠા કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે દિલ્હીથી એક ખાસ ફ્લાઇટ યુક્રેન જવા રવાના થશે અને રાત્રીના બે કલાકની આસપાસ 100 જેટલા વિદ્યાર્થીઓ અને નાગરિકોને મુંબઇ એરપોર્ટ પર લાવવામાં આવશે.

રશિયા અને યુક્રેન યુદ્ધ

ગુજરાતના 44 વિધાર્થીઓ પરત આવશે

રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Revenue Minister Rajendra Trivedi )પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આજે રાત્રે 2:00 દિલ્હીથી ખાસ વિમાન યુક્રેનમાં થી100 જેટલા વિદ્યાર્થીઓને ભારત લઈને પરત આવશે. અને આ 100 માંથી 44 જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતના છે. તેઓને ગુજરાત પરત લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મુંબઈ એરપોર્ટ ખાતે બસ (Students from Gujarat in Ukraine)મોકલવામાં આવી છે અને વોલ્વો બસમાં અધિકારીઓની પણ નિમણૂક કરીને તમામ વિદ્યાર્થીઓને ગુજરાત સહી સલામત રીતે પરત લાવવામાં આવશે અને સીધા તેઓને અમદાવાદ સરકીટ હાઉસ ખાતે લાવવામાં આવે તેવી પણ શક્યતાઓ છે.

આ પણ વાંચોઃ Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની આપવીતી, કહ્યું પાણી વગર હાલત કફોડી

મુખ્યપ્રધાને કરી હતી ટ્વીટ

ગત મોડીરાત્રે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel)પણ ટ્વીટરના માધ્યમથી જાહેરાત કરી હતી કે ગુજરાતના અને દેશના વિદ્યાર્થીઓ કે જેઓ યુક્રેનથી સહી સલામત લાવવામાં આવશે જેની પ્રથમ ફ્લાઇટ 26 ફેબ્રુઆરીના રોજ આવશે. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યના 500 થી વધુ વિદ્યાર્થીઓ હજુ સુધી યુક્રેનમાં ફસાયા હોવાના પ્રાથમિક વિગતો સૂત્રો તરફથી સામે આવી રહી છે. જ્યારે રાજ્ય સરકારના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમમાં સૌથી વધુ ઇન્કવાયરી યુક્રેન ફસાયેલા વિદ્યાર્થીઓની મળી છે જે તમામ માહિતી કેન્દ્ર સરકાર અને ઇન્ડિયન એમ્બેસીને મોકલવામાં આવી છે.

અમદાવાદ આવીને તમામ વિધાર્થીઓ પોતાના વતન જશે

રાત્રે બે કલાકની આસપાસ મુંબઈ એરપોર્ટ ખાતે યુક્રેનથી ફ્લાઈટ આવશે. રાજ્યના 44 જેટલા વિદ્યાર્થીઓને પરત લાવશે અને ત્યારબાદ તેઓને વોલ્વો બસથી અમદાવાદ સરકીટ હાઉસ અથવા તો અન્ય કોઈ સરકારી જગ્યા ઉપર લઈ જવામાં આવશે આમ અમદાવાદ આવ્યા બાદ તમામ વિદ્યાર્થીઓને પોતાના વતન જવા માટેની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

આ પણ વાંચોઃ Gujarat Students Return from Ukraine : યુક્રેનથી ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થીઓ પરત ફરશે : ભુપેન્દ્ર પટેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.