ગાંધીનગર: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજ્ય સરકારની વીજ કંપનીએ અદાણીને કરોડો રૂપિયા વીજના ચૂકવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકારના પ્રવકતા પ્રધાન ઋષિકેશ પટેલ પોતાના મત વિસ્તારમાંથી તાત્કાલિક ધોરણે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે આવીને નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે, જ્યારે અદાણી પાવર પાસેથી વીજ ખરીદી કરી જ્યાં સુધી Base Rate આખરી ન થાય ત્યાં સુધી ઈંટરિમ (interim) ચુકવણી કરવામાં આવે છે.
" વર્ષ 2006માં કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ટેરીફ પોલીસી જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યની વધતી વીજમાંગને પૂરી પડવાના હેતુથી વર્ષ 2007માં સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા થકી પસંદગી પામેલ બીડર જોડે વીજ ખરીદ કરાર કરવામાં આવેલ હતા. જેની રાજ્ય વીજ નિયમન આયોગ પાસે મંજુરી મેળવવામાં આવેલ છે. રાજ્ય દ્વારા અદાણી પાવર મુન્દ્રા લી. સાથે 2 વીજ ખરીદી કરાર 6 ફેબુઆરી 2007 અને 2 ફેબૂઆરી 2007 ના રોજ બીડ કરવામાં આવેલ હતું. આ ઉપરાંત રાજ્ય દ્વારા ટાટા પાવર મુન્દ્રા અને એસ્સાર પાવર ગુજરાત લી સાથે પણ લાંબાગાળાના વીજ ખરીદ કરાર કરવામાં આવેલ છે." - ઋષિકેશ પટેલ, પ્રવકતા પ્રધાન
વીજ પુરવઠો ઉપલબ્ધ રહે તે હેતુ કાર્ય: રાજ્ય સરકાર ના પ્રવકતા પ્રધાન ઋષિકેશ પટેલ નિવેદન આપ્યું હતું, ખેડૂતો સહિત રાજ્યના તમામ ગ્રાહકોના હિતમાં અને સતત વધતી વીજમાંગને પૂરી પાડવા અને મુન્દ્રા પ્લાન્ટમાંથી 2434 મે.વો માંથી વીજ પુરવઠો ઉપલબ્ધ રહે તે હેતુથી અને રાજ્ય સરકાર દ્વારા Base Rate મંજુર થાય તે તત્પૂરતા સમય માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. દ્વારા 5 ડિસેમ્બર 2018 ના સપ્લીમેન્ટલ કરાર મુજબની પદ્ધતિ પ્રમાણે ઈંટરીમ ધોરણે ચુકવણી કરવામાં આવેલ છે.
ઇન્ટરીમ ચુકવણી બાબતે સરકારની સ્પષ્ટતા: ઉલ્લેખનીય છે કે ઇન્ટરીમ ધોરણે ચૂકવણી માટે અદાણી પાવર દ્વારા સબમિટ કરવામાં આવેલ કોલસાના ભાવ અને HBA Index આધારિત ભાવ બંનેમાંથી જે ઓછું હોય તેને માન્ય રાખી ઈન્ટરીમ ધોરણે ચૂકવણી કરવામાં આવેલ છે. અને આ રકમ રાજ્ય સરકાર દ્વારા Base Rate નક્કી થાય તે મુજબ 15 સપ્ટેમ્બર 2018થી ગણતરી કરી જરૂરી રકમ સરભર કરવામાં આવશે.