GSEB બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તો આ વખતે ધોરણ 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં 71.80 ટકા વિદ્યાર્થીઓ અને 72.01 ટકા વિદ્યાર્થિનીઓ ઉત્તિર્ણ થયા છે. રાજ્યમાં 84.17 ટકા સાથે રાજકોટ જિલ્લો પ્રથમ આવ્યો છે. 35 એવી શાળા છે જ્યાં 100 ટકા પરિણામ આવ્યું છે. ધો.12ની સાથે ગુજકેટનું પણ પરિણામ આજે જાહેર કરાયું છે. પરિણામનું વિતરણ સવારે 10થી 4 વાગ્યા સુધી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી જાણી શકશે.
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરિક્ષાનું પરિણામ શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહ દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે વિજ્ઞાન પ્રમાણે પરિણામ 71.90 ટકા આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 71.83 ટકા અને વિદ્યાર્થીઓનું પરિણામ 72.01 ટકા આવ્યું છે. રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 84.47 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું 29.81 ટકા આવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં ઘટાડો થયો છે તો ગત વર્ષે 42 શાળાઓ હતી. જ્યારે ચાલુ વર્ષે 35 શાળાઓ આવી છે.
વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે ત્યારે આજે જાહેર થયેલા પરિણામમાં ગત વર્ષ કરતા વધારો જોવા મળે છે. ગત વર્ષે 136 વિદ્યાર્થીઓએ A1ગ્રેડ મેળવ્યો હતો. જ્યારે આજે જાહેર થયેલા પરિણામમાં 254 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી સફળતા મેળવી છે. સુરતમાં સૌથી વધુ 95 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો છે. ત્યારબાદ વડોદરા અને અમદાવાદ શહેર સંયુક્ત રીતે 22 વિદ્યાર્થી, જ્યારે રાજકોટના 20 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ડાંગ, દાહોદ, નર્મદા, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર અને દીવ જિલ્લામાંથી એક પણ વિદ્યાર્થી A1 ગ્રેડ મેળવી શક્યા નથી.
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા દરમિયાન CCTV આધારિત પરીક્ષા કેન્દ્રની પસંદગી કરવામાં આવે છે. ત્યારે જે પરીક્ષા કેન્દ્રો ઉપર CCTV વ્યવસ્થાના હોય તે જગ્યાએ ટેબ્લેટ અને સર્વેલન્સ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમ છતાં ચાલુ વર્ષે ત્રણ ગણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોપી કેસમાં ઝડપાયા હતા. ગત વર્ષે 120 વિદ્યાર્થી કોપી કેસમાં પકડાયા હતા. જ્યારે ચાલુ વર્ષે ૩૬૫ વિદ્યાર્થી કોપી કેસમાં પકડાયા છે.
12 સાયન્સ પરિણામઃ ક્યા જિલ્લામાં કેટલું પરિણામ? જુઓ વિગત
- ક્યા જિલ્લામાં કેટલું પરિણામ
જાહેર થયેલા ધોરણ 12 સાયન્સના પરિણામમાં રાજકોટ જિલ્લો ૮૪.૪૭ ટકા પરિણામ સાથે સૌથી પ્રથમ સ્થાને અને છોટા ઉદેપુર જિલ્લો સૌથી ઓછાં 39.81 ટકા પરિણામ છેલ્લા ક્રમે રહ્યો છે.