ગાંધીનગર: દેશ અને દુનિયામાં કોરોના વાઇરસની પરિસ્થિતિ વધી ગઇ છે. જ્યારે અત્યાર સુધી કોરોનાની વેક્સીન બની નથી પણ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ગાંધીનગર IIT દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેસ્ટ વોટર પર રિસર્ચ કરવાના આવ્યું હતું. જેના પરથી અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિથી વાકેફ થઈ શકે તેવું રિસર્ચ મનીષ કુમારે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.
IIT ગાંધીનગર દ્વારા વેસ્ટ પાણીમાં રિસર્ચ કર્યું, કોવિડ-19ની પરિસ્થિતિ નક્કી કરવામાં થશે મદદ IIT ગાંધીનગરના રિસર્ચર મનીશકુમારે ETV ભારત સાથે ખાસ વાત ચીત કરતા જણાવ્યું હતું કે, અમેં રાજ્ય સરકારની મદદથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેસ્ટ વોટર પર ખાસ રિસર્ચ કર્યું હતું. જેમાં 5મેં ના દિવસે વેસ્ટમાંથી કોવિડ-19 વાઇરસના ઝીન મળ્યા હતા, જ્યારે 25 તારીખે ફરી વખત રિસર્ચ કરતા વધુ ઝીન મળ્યા હતાં, આમ હવે આખા અમદાવાદ જ્યાં વેસ્ટ વોટરના સોર્સ હોય ત્યાં આવું રિસર્ચ કરવાથી અમદાવાદની વર્તમાન પરિસ્થિતિ અને આવનારી પરિસ્થિતિ વિશે વધુ જાણકારી મેળવી શકાશે, ઉપરાંત જ્યાં સુધી કોવિડ-19ની વેક્સીન ના મળે ત્યાં સુધી આ રિસર્ચ મહત્વનું સાબિત થશે.
IIT ગાંધીનગર દ્વારા વેસ્ટ પાણીમાં રિસર્ચ કર્યું, કોવિડ-19ની પરિસ્થિતિ નક્કી કરવામાં થશે મદદ ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ટુક સમયમાં આ રિસર્ચ શરૂ કરવામાં આવશે, તેવું પણ મનીશકુમારે જણાવ્યું હતું આમ, આ રિસર્ચથી રાજ્યમાં કોવિડ-19ની પરિસ્થિતિ અંગે સ્પષ્ટ ચિતાર મેળવી શકાશે.