6 જાન્યુઆરી 1993ના રોજ રાત્રિના 12 કલાક 8 મિનિટ સુધી સત્રની કાર્યવાહી ચાલી હતી. ત્યારબાદ 26 જુલાઇ 2019ના રોજ 10:00 મળેલું સત્ર 27 જુલાઈના મોડી રાતના 3.30 કલાક સુધી કાર્યરત રહ્યું હતું. આમ, આ વર્ષે ચાલેલાં 17 કલાકના સત્રએ 1993માં નોંધાયેલ રેકોર્ડને તોડી નવો રેકોર્ડ સર્જયો છે. જો કે,આ ઐતિહાસિક ક્ષણમાં રાજ્યપ્રધાન વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુુખ અમિત ચાવડા ગેરહાજર હતા.
આ બાબતે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ખાનગી યુનિવર્સિટી બીલ પરની ચર્ચા રોકી જાહેરાત કરી હતી કે, "ગુજરાત વિધાનસભાની કાર્યવાહીમાં આ વર્ષે ચાલેલાં વિધાન સત્રએ 1993નો ઐતિહાસિક રેકોર્ડને તોડ્યો છે. તે વર્ષે 10 કલાક અને 22 મિનિટ સુધી વિધાનસભાની કાર્યવાહી ચાલી હતી. જેના કરતાં 7 કલાક વધુ લાંબી વિધાનસભાની કાર્યવાહી આ વર્ષે નોંધાઈ છે. એટલે આ દિવસની ગણતરી ગુજરાત વિધાનસભા માટે ઐતિહાસિક દિવસમાં ગણાશે."
આ અંગે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહમાં જણાવ્યું કે, "વર્ષ 1993માં જે રેકોર્ડ નોંધવામાં આવ્યો હતો. તેમાં હું પણ સભ્ય તરીકે હાજર હતો. સાથે જ વિરજી ઠુમ્મર મોહનસિંહ રાઠવા જેવા અન્ય ધારાસભ્યો 1993ના ઐતિહાસિક રેકોર્ડ માં હાજર હતા. જ્યારે આજે ફરીથી હું આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બની રહ્યો છું. તેનો મને આનંદ છે."
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ગૃહમાં જાહેરાત કરતાં જણાવ્યુ હતું કે, " 6 જાન્યુઆરી 1993માં રેકોર્ડ સર્જાયો હતો. જે વર્ષ 2019માં આ રેકોર્ડ તૂટીને નવો રેકોર્ડ બનશે. આ ઐતિહાસિક દિવસમાં હાજર રહેનાર તમામ સભ્યોને અભિનંદન પાઠવું છું. આગળ વાત કરતાં તેમણે કહ્યું હતું કે, વર્ષ 2012 થી 2017 સુધી વિધાનસભાગૃહમાં જેટલી શાંતિ નહોતી એના કરતાં વધુ શાંતિ 2017ની નવી વિધાનસભા ટીમમાં જોવા મળી રહી."
ઉલ્લેખનીય છે કે, 6 જાન્યુઆરી 1993ના રોજ ગુજરાત વિધાનસભાગૃહની કાર્યવાહી સતત 12 કલાક 08 મિનિટ સુધી ચાલી હતી. તત્કાલીન સમયે ગૃહની કાર્યવાહી બપોરે 12.00 કલાકે શરૂ થઈ હતી. જે રાત્રિના 12.08 સુધી ચાલી હતી. ત્યારે 26 જુલાઇના રોજ અંકિત થયેલા આ ઐતિહાસિક રેકોર્ડ અનુસાર શુક્રવારના રોજ સવારે 10.00 કલાકથી શરૂ થયેલાં 14મી વિધાનસભાના ચોથા સત્રમાં છેલ્લા દિવસની બેઠકના કામકાજ વિરામનો સમય બાદ કરતાં સતત 12 કલાક, 9 મિનિટથી વધુ સમય સુધી કામકાજ ચાલ્યું હતું.
આમ, ગુજરાત વિધાનસભાની સ્થાપના બાદ આજદિન સુધીમાં નવ કલાકનો રેકોર્ડ હતો. જેને તોડતાં 14મી વિધાનસભાએ 17 કલાક અને 40 મિનિટ લાંબી કાર્યવાહીનો રેકોર્ડ સર્જ્યો છે. 26 વર્ષ બાદ સર્જેલાં આ ઐતિહાસિક રેકોર્ડથી તમામ ધારાસભ્યોમાં આનંદની લહેરની જોવા મળી હતી. સૌએ એકબીજાને અભિનંદન પાઠવી મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી હતી.