ETV Bharat / state

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી ઉત્તર ગુજરાત સહિત પૂર્વ-મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ

ગાંધીનગર: રાજ્યમાં વાયુ વાવાઝોડાની અસર બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. જેમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વરસાદની શરૂઆત થઈ છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લા અને તાલુકાઓમાં વરસાદનું આગમન થયું છે.

ઉત્તર ગુજરાત સહિત પૂર્વ-મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ
author img

By

Published : Jun 24, 2019, 4:20 PM IST

ખેડા જિલ્લામાં આવેલા કઠલાલ તાલુકામાં 24 કલાકની અંદર સૌથી વધુ 75 મી.મી. એટલે કે 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ રાજ્યના 19 જિલ્લાઓના 66 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના કુલ 9 જિલ્લાઓ અને કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો નથી.

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો પ્રમાણે સોમવારે ઉત્તર ગુજરાત ઝોનના 6 જિલ્લાઓમાંથી ગાંધીનગરના દહેગામ તાલુકામાં પોણા બે ઈંચથી વધુ એટલે કે 43 મી.મી., ગાંધીનગર તાલુકામાં 1 ઈંચથી વધુ એટલે 36 મી.મી. તેમજ માણસા તાલુકામાં 14 મી.મી. વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત, પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં 20 મી.મી., બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં 40 મી.મી., દિયોદરમાં 43 મી.મી., મહેસાણાના વિજાપુર તાલુકામાં 11 મી.મી., સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં 9 મી.મી., હિંમતનગર તાલુકામાં 30 મી.મી., પ્રાંતિજ તાલુકામાં 49 મી.મી., તલોદ તાલુકામાં 50 મી.મી. તેમજ વિજયનગર તાલુકામાં 10 મી.મી. વરસાદ વરસ્યો છે.

R_GJ_GDR_01_24_JUN_2019_VARSAD_MAHOL_FIGAR_PHOTO_STORY_PARTH_JANI_GANDHINAGAR

વરસાદ ના ફાઈલ ફોટો ઉપયોગ કરવા...

કેટેગરી : ટોપ ન્યુઝ, રાજ્ય..

બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરથી ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ..

ગાંધીનગર : રાજ્યમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે. બંગાળ ની ખાડીમાં સર્જાયેલા લો પ્રેસર ને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૭૫ મી.મી. એટલે કે ૩ ઇંચ રસાદ વરસ્યો છે. રાજ્યના ૧૯ જિલ્લાઓના ૬૬ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનના કુલ ૯ જિલ્લાઓ અને કચ્છ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં બીલકુલ વરસાદ વરસ્યો નથી.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ૨૪ જુન ૨૦૧૯ના સવારે છ કલાકે સુધા ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાત ઝોનના છ જિલ્લાઓ પૈકી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં પોણા બે ઇંચથી વધુ એટલે કે ૪૩ મી.મી., ગાંધીનગર તાલુકામાં એક ઇંચથી વધુ એટલે કે ૨૬ મી.મી. અને માણસા તાલુકામા ૧૪ મી.મી. વરસાદ પડ્યો છે. તે ઉપરાંત પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં ૨૦ મી.મી., બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ૪૦ મી.મી., દિયોદર તાલુકામાં ૪૩ મી.મી., મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ૧૧ મી.મી., સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં ૯ મી.મી., હિંમતનગર તાલુકામાં ૩૦ મી.મી., પ્રાંતિજ તાલુકામાં ૪૯ મી.મી., તલોદ તાલુકામાં ૫૦ મી.મી. અને વિજયનગર તાલુકામાં ૧૦ મી.મી. વરસાદ વરસ્યો છે.

આમ રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદ ની આગાહી આપવામાં આવી છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.