ETV Bharat / state

Raghavji Patel : 50 તાલુકામાં કમોસમી વરસાદનો સર્વે પૂર્ણ, આ કારણે નહીં મળે કોઈ રાહત પેકેજ - રવી પાકને નુકસાની

તાજેતરમાં બે દિવસ કમોસમી વરસાદ પડ્યો હતો. આ સમયે રવી પાકને નુકસાનીના અહેવાલો જોવા મળ્યાં હતાં. ત્યારે કૃષિ વિભાગે 14 જિલ્લામાં નુકસાની સર્વે કરાવ્યો હતો. જોકે આ સર્વેમાં કોઇ પ્રકારની નુકસાની ન હોવાનો રીપોર્ટ સરકારને સોંપાયો છે. સરકારી ધારાધોરણ મુજબ કમોસમી વરસાદ ન હોતાં કોઇ રાહત પેકેજ નહીં અપાય.

Raghavji Patel : 50 તાલુકામાં કમોસમી વરસાદનો સર્વે પૂર્ણ, આ કારણે નહીં મળે કોઈ રાહત પેકેજ

author img

By

Published : Feb 8, 2023, 6:18 PM IST

ગાંધીનગર : ગુજરાતમાં ભરશિયાળામાં 30 અને 31 જાન્યુઆરીના રોજ અનેક જિલ્લા અને તાલુકામાં કમોસમી વરસાદના ઝાપટા નોંધાયા હતાં. જેમાં રવી પાકને નુકસાનીના અહેવાલો પ્રાપ્ત થતા રાજ્યના કૃષિ વિભાગ દ્વારા 14 જિલ્લામાં કમોસમી વરસાદનો સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોઈ પ્રકારની નુકશાની ન હોવાનો રીપોર્ટ સરકારમાં રજૂ થયો છે.

સર્વે બાબતે શું કહ્યું કૃષિપ્રધાન રાઘવજી પટેલે : રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં જે જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. તેમાં તાત્કાલિક ધોરણે સર્વે કરવાની સૂચના બીજા જ દિવસે આપવામાં આવી હ.તી જેને લઈને હવે સર્વે પૂરો કરવામાં આવ્યો છે. કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં કોઈ પણ પ્રકારની નુકસાનીનો અહેવાલ પ્રાપ્ત થયો નથી અને રીપોર્ટ નિલ આવ્યો છે. જેથી હવે કોઈ નુકશાની રહેતી નથી આમ, રીપોર્ટ નિલ આવતા હવે કોઈ પેકેજ જાહેર કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો Unseasonal rains : ઠંડી વચ્ચે માવઠાથી ધરતી પુત્રોને માથે હાથ દેવાનો વારો

નુકશાની માટેના નિયમો શું છે : ગુજરાતમાં ખેતીમાં નુકસાનીની વાત કરવામાં આવે તો કમોસમી વરસાદ કે જે ચોમાસાની સિઝન દરમિયાન નહીં પરંતુ ઉનાળા અને શિયાળામાં વરસાદી માવઠા થાય. આ માવઠામાં જે તે જિલ્લા અને તાલુકામાં 25 એમએમ કરતાં વધુ વરસાદ નોંધાય તો જ નુકસાનીના સહાય માટે જે તે જિલ્લો શરતો આધીન આવે છે. પણ થોડા દિવસ પહેલા જે કમોસમી વરસાદના ઝાપટા નોંધાયા હતા તેમાં એકપણ જિલ્લા અને તાલુકામાં 25 એમએમથી વધુ વરસાદ નોંધાયો નથી.

કયા તાલુકામાં કેટલો કમોસમી વરસાદ નોંધાયો : કમોસમી માવઠાંમાં વરસાદના પ્રમાણ વિશે જોઇએ તો 30-01-2023 ના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા ઉપલબ્ધ છે તે પ્રમાણે વડગામ 22 એમએમ, સિદ્ધપુર 18, દાંતા 16, અમીરગઢ 15, કાંકરેજ 13, લાખણી 10, દાંતીવાડા 09, ધાનેરા 09, ઈડર 09, ઊંઝા 08, સતલાસણ 08, સુઈગામ 06, વિજયનગર 06, પાલનપુર 05, ખેડબ્રહ્મા 05, થરાદ 04, વાવ 04, વડાલી 04, દેહગામ 03, દાહોદ 03, દસક્રોઈ 03, મહેમદાબાદ 02, ધોળકા 02, ગાંધીનગર 01, ધાનપુર 01, સંજેલી 01, પાટણ 01, બેચરાજી 01, મહેસાણા 01, અને વિસનગરમાં 01 એમએમ જ વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો Unseasonal Rain : કમોસમી વરસાદે બનાસકાંઠાના ખેડૂતોની ખુશી નારાજગીમાં ફેરવી, ચોતરફ તારાજી સર્જાઇ

સરકારને પણ નથી મળી કોઈ ફરિયાદ : મળતી માહિતી પ્રમાણે ગુજરાત સરકારના કૃષિ વિભાગને લેખિતમાં હજી સુધી એક પણ નુકસાનીની ફરિયાદ કોઈ ખેડૂત પાસેથી પ્રાપ્ત થઈ નથી. જ્યારે તે 33 ટકાથી વધુ નુકસાની હોય ત્યારે જ રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા સહાયની કામગીરી શરૂ કરવામાં આવે છે. પરંતુ 29 અને 30 જાન્યુઆરીના રોજ પડેલા વરસાદના કારણે કોઈ નુકસાની પ્રાપ્ત થઈ નથી. સરકારના નીતિનિયમની વાત કરવામાં આવે તો 25 એમએમ કરતા વધારે વરસાદ હોય અને 33 ટકાથી વધુ નુકસાની હોય તેવાને જ સહાય પ્રાપ્ત થાય છે. ત્યારે આવી પણ એક પણ ઘટના સામે આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.